ફ્લાય દુબઈ કાંડ પર મોટો ખુલાસો મારા પર અનેક ઘા કર્યા, સ્મિત મચ્છરનો નવો વીડિયો આવ્યો સામે નવા વીડિયોમાં પ્લેનમાં અફરા-તફરી નજરે પડી રહી છે, વીડિયો ઓમાનના કો-પાઈલટને પકડ્યા પછીનો છે
ફ્લાયદુબઈ ફ્લાઈટ કાંડના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. લોકોના બૂમો પાડવાથી લઈને પ્લેનમાંથી બહાર આવવા સુધીના અનેક વીડિયો સામે આવી ચૂક્યા છે. હવે એક નવો વીડિયો સામે આવ્યો છે જેમાં તે અફરા-તફરી ભરેલી ક્ષણોને બતાવવામાં આવી છે, જ્યારે મુસાફરો અને ક્રૂએ ઓમાનના કો-પાઈલટના તે સ્પષ્ટપણે આતંકવાદી ઈરાદાને નિષ્ફળ બનાવી દીધો.
વાયરલ થઈ રહેલો વીડિયો કોકપિટની પાસે વાળી સીટ પરથી ફોન કેમેરાથી શૂટ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં લોકો અંગ્રેજી અને હિબ્રુ ભાષામાં બૂમો પાડતા જાેવા મળ્યા. તેમાંથી એક વ્યક્તિ કહી રહ્યો હતો, “તેણે પ્લેન ક્રેશ કરવાની કોશિશ કરી.” એવું લાગે છે કે તે કો-પાઈલટ વિશે વાત કરી રહ્યો હતો, જેણે ફ્લાઈટ કેપ્ટન સ્મિત મચ્છર પર ચાકુથી હુમલો કર્યો હતો.
આ વીડિયો ઈઝરાયેલના ચેનલ ૧૨ પર પણ ટેલિકાસ્ટ થયો છે. આ ક્લિપમાં એક વ્યક્તિ કોકપિટની અંદર હાજર લોકો પાસે રિલેક્સ થવા અને બહાર જવા, તેને બહાર કાઢવા માટે કહેતો જાેવા મળે છે, સાથે જ તે કેબિનમાં હાજર લોકો પાસે બેસી જવા માટે પણ કહે છે. આ અફરાતફરી વચ્ચે, ક્રૂ મેમ્બર જેવો દેખાતો એક વ્યક્તિ મુસાફરોને પૂછે છે, ડોક્ટર, શું કોઈ ડોક્ટર છે? ઘણી વાર બોલાવ્યા પછી, ઈઝરાયેલી ડેન્ટિસ્ટ ડૉ. શોતા મુસાયેવ કોકપિટ પાસે આવે છે અને હિબ્રુ ભાષામાં કંઈક કહે છે. કેમેરાના એંગલના કારણે કોકપિટની અંદરનો નજારો નથી દેખાઈ શકતો.
આ પછી ફૂટેજમાં કેપ્ટન મચ્છર જાેવા મળે છે, જેઓ કોકપિટની બહાર જમીન પર લોહીલુહાણ પડ્યા છે. તેમને એવું કહેતા સાંભળી શકાય છે કે કો-પાઈલટે તેમના પર અનેક વખત હુમલો કર્યો. પછી તેઓ કહે છે કે તેઓ પોતાના ઘાયલ હાથને હલાવી તો શકે છે, પરંતુ તેને બંધ નથી કરી શકતા.
આ નવો વીડિયો કો-પાઈલટના કેસમાં ચાલી રહેલી તપાસ વચ્ચે સામે આવ્યો છે. તેને સાઉદી અરેબિયાની કસ્ટડીમાંથી UAE મોકલી દેવામાં આવ્યો છે. અબુ ધાબીએ જાહેરાત કરી છે કે તે એ વાતની તપાસ કરી રહ્યું છે કે શું આ ઘટના કોઈ આતંકવાદી પ્રવૃત્તિ કે હેતુ સાથે જાેડાયેલી હતી, અથવા આમાં પહેલાથી કોઈ યોજના કે નિર્દેશ સામેલ હતો.




