નાણા મંત્રાલયનાં અધિકારીએ બેન્ક યુનિયનોનાં દાવાને ફગાવ્યો સરકારે બેન્કોને પાંચ દિવસનું વર્કિંગ સપ્તાહ કરવાનું વચન ક્યારેય આપ્યું નથી પબ્લિક સેક્ટર બેન્કોની સોમવારથી બુધવાર સુધી ત્રણ દિવસની હડતાળ અગાઉ સરકારે કરેલી સ્પષ્ટતા
સરકારે બેંક કર્મચારી યુનિયનોનાં એ દાવાઓને ફગાવી દીધા છે જેમાં જણાવવામાં આવ્યું સરકારે પાંચ દિવસનાં વર્કિંગ સપ્તાહને અમલમાં મૂકવાનું વચન આપ્યું હતું.સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે કે નાણા મંત્રાલયે ક્યારેય બેંક કર્મચારી યુનિયનોને આ અંગે કોઇ વચન આપ્યું ન હતું. યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન હેઠળ આવતા બેંક કર્મચારી યુનિયનોએ પાંચ દિવસનાં વર્કિંગ સપ્તાહ સહિતની માંગો માટે ૨૮ સપ્ટેમ્બરથી ત્રણ દિવસની હડતાળની જાહેરાત કરી છે.યુનિયનોેનો દાવો છે કે ઇન્ડિયન બેંક્સ એસોસિએશન (આઇબીએ) ૮ માર્ચ, ૨૦૨૪નાં રોજ થયેલ ૧૨મી દ્વિપક્ષીય સમજૂતી/ ૯મી જાેઇન્ટ નોટ હેઠળ આ પ્રસ્તાવ અંગે સંમત થયું હતું.આ સમજૂતી હેઠળ સોમવારથી શુક્રવાર સુધી કામનાં કલાક ૪૦ મિનિટ વધારવામાં આવવાની હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે આ પ્રસ્તાવ સરકારને મોકલવામાં આવ્યોે હતો અને હાલમાં તેના પર વિચાર કરવામાં આવી રહ્યો છે.ત્રણ દિવસની દેશવ્યાપી હડતાળ અગાઉ ગ્રાહકોની બેકિંગ જરૂરિયાતને પૂર્ણ કરવા માટે સરકારે પબ્લિક સેક્ટરની બેંકોને રવિવાર, ૨૭ સપ્ટેમ્બરનાં રોજ ખુલ્લી રાખવાનો ર્નિદેશ આપ્યો છે.નાણા મંત્રાલયે તમામ વિભાગો અને મંત્રાલયોને સલાહ આપી છે કે હડતાળને ધ્યાનમાં રાખીને સપ્ટેમ્બરનો પગાર સમયથી પહેલા જારી કરવામાં આવે. કેન્દ્રીય કર્મચારીઓનો પગાર અને પેન્શન ૨૫ સપ્ટેમ્બર સુધી ચુકવી દેવા જણાવવામાં આવ્યું છે.આ દરમિયાન બેંકોએ પોતાના ગ્રાહકોને સલાહ આપી છે કે કોઇ પણ અસુવિધાથી બચવા માટ પ્રસ્તાવિત હડતાળની તારીખ અગાઉ પોતાની બેકિંગ લેવડદેવડ પૂર્ણ કરી લેવામાં આવે.




