
કંપનીએ કહ્યું આદેશમાં ખામી.હલકી ગુણવત્તાનું ઘી વેચવા બદલ પતંજલિને કોર્ટે ફટકાર્યો દંડ.યોગ ગુરુ બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદ લિમિટેડ પર હલકી ગુણવત્તાનું ગાયનું ઘી વેચવાનો આરોપ,
યોગ ગુરુ બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદ લિમિટેડ પર હલકી ગુણવત્તાનું ગાયનું ઘી વેચવાનો આરોપ લાગ્યો છે, જેના કારણે કોર્ટના આદેશ પર ઘીના તમામ મુખ્ય જવાબદાર એકમો (કંપની, હોલસેલર અને રિટેલર) પર કુલ ૧.૪૦ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. જાે કે, પતંજલિએ આ આદેશને ખામીવાળો અને કાયદા વિરુદ્ધ ગણાવીને પોતાનો બચાવ કર્યો છે.
આ સમગ્ર મામલો ઉત્તરાખંડના પિથોરાગઢનો છે, જ્યાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ (ADM) કોર્ટે રાજ્ય અને કેન્દ્રીય પ્રયોગશાળામાં ઘીના નમૂના નિષ્ફળ ગયા બાદ પતંજલિ ઘીના નિર્માતા, હોલસેલર અને રિટેલર પર અનુક્રમે ૧.૨૫ લાખ અને ૧૫,૦૦૦નો દંડ ફટકાર્યો છે. પિથોરાગઢના સહાયક ખાદ્ય સુરક્ષા કમિશનર આર.કે. શર્માના જણાવ્યા અનુસાર ખાદ્ય સુરક્ષા અધિનિયમની કલમ ૪૬/૪ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને કોર્ટે ૧૯ નવેમ્બરે આ ચુકાદો આપ્યો છે.
ઘીના નમૂના ઑક્ટોબર ૨૦૨૦માં લેવામાં આવ્યા હતા, જે રુદ્રપુરની રાજ્ય ખાદ્ય પ્રયોગશાળામાં નિષ્ફળ ગયા હતા. વેપારીઓની વિનંતી પર સપ્ટેમ્બર ૨૦૨૧માં કેન્દ્ર સરકારની પ્રયોગશાળામાં કરાયેલા ટેસ્ટમાં પણ ૨૦૨૨માં નમૂના નિષ્ફળ જાહેર થયા હતા. આ પછી, ૧૭ ફેબ્રુઆરી, ૨૦૨૨ના રોજ જીડ્ઢસ્ કોર્ટમાં કેસ દાખલ કરાયો હતો, જેનો ર્નિણય ૧૯ નવેમ્બરે આવ્યો હતો.
કોર્ટના આદેશ પર સ્પષ્ટતા આપતા પતંજલિ આયુર્વેદ લિમિટેડે જણાવ્યું કે, આ આદેશ ઘણા કારણોસર કાયદાકીય દૃષ્ટિએ અમાન્ય છે. કંપનીએ મુખ્ય દલીલો રજૂ કરી કે…
૧. ઘીના પરીક્ષણ માટેની રેફરલ લેબોરેટરી પાસે દ્ગછમ્ન્ (નેશનલ એક્રેડિટેશન બોર્ડ)ની માન્યતા નહોતી, તેથી તેનું ટેસ્ટિંગ માન્ય ગણી ન શકાય.
૨. નમૂનાને અસફળ જાહેર કરવા માટે ઉપયોગમાં લેવાયેલા પેરામીટર્સ તે સમયે લાગુ જ નહોતા, જે કાયદેસર રીતે ખોટું છે.
૩. સૌથી મહત્ત્વનું, બીજી વખતનું ટેસ્ટિંગ સેમ્પલની એક્સપાયરી ડેટ વીતી ગયા પછી કરવામાં આવ્યું હતું, જે કાયદા મુજબ અમાન્ય ગણાય છે. કંપનીએ જણાવ્યું કે કોર્ટે આ તમામ મુખ્ય તર્કો પર વિચાર કર્યા વિના પ્રતિકૂળ આદેશ આપ્યો છે, જે યોગ્ય નથી. પતંજલિએ આ આદેશ વિરુદ્ધ ફૂડ સેફ્ટી ટ્રિબ્યુનલમાં અપીલ દાખલ કરવાની વાત કહી છે અને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ મામલે ટ્રિબ્યુનલમાં તેમના પક્ષમાં ર્નિણય આવશે.




