
શું બિહારમાં ફરી યોજાશે વિધાનસભા ચૂંટણી? પ્રશાંત કિશોરની પાર્ટી પહોંચી સુપ્રીમ કોર્ટ, ચૂંટણી રદ કરવાની માંગ પ્રશાંત કિશોરના પક્ષ જનસુરાજે તાજેતરની બિહાર વિધાનસભા ચૂંટણીઓને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે
પ્રશાંત કિશોરના પક્ષ જનસુરાજે તાજેતરની બિહાર વિધાનસભા ચૂંટણીઓને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે. તેમણે ગુરુવારે (૫ ફેબ્રુઆરી, ૨૦૨૬) એક અરજી દાખલ કરી હતી, જેમાં ખાસ કરીને બિહાર મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજનાને પડકારવામાં આવી હતી. તેમનો આરોપ છે કે સરકારે આદર્શ આચારસંહિતા દરમિયાન ૨૫-૩૫ લાખ મહિલાઓના ખાતામાં ?૧૦,૦૦૦ ટ્રાન્સફર કર્યા હતા, પરંતુ આ યોજનામાં નવા લાભાર્થીઓ પણ સ્કીમમાં જાેડ્યા હતા અને આ ગેરકાનૂની છે.
તેમણે કોર્ટને અનુરોધ કર્યો કે તે ચૂંટણી પંચને તેઓ ચૂંટણી પંચને ચૂંટણીને પ્રભાવિત કરી શકે તેવી મફત ભેટો અને કલ્યાણકારી યોજનાઓ લાગુ કરવા માટે છ મહિનાની સમયમર્યાદા નક્કી કરવા નિર્દેશ આપે. બિહાર ચૂંટણીમાં ગેરકાયદેસર પ્રથાઓનો આરોપ લગાવતા જનસુરાજે રિટ અરજી દાખલ કરી હતી. પક્ષે ખાસ કરીને બિહાર સરકારની મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજનાને પડકાર ફેંક્યો હતો, અને આરોપ લગાવ્યો હતો કે આદર્શ આચારસંહિતા અમલમાં હોવા છતાં યોજના હેઠળ રૂ.૧૦,૦૦૦ સીધા મહિલા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. રાજ્ય વિધાનસભા ચૂંટણી માટે મતદાન ૬ અને ૧૧ નવેમ્બરના રોજ થયું હતું અને પરિણામો ૧૪ નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવ્યા હતા.
મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જાેયમલ્યા બાગચીની બેન્ચ શુક્રવારે અરજી પર સુનાવણી કરશે. જનસુરાજે કલમ ૩૨ હેઠળ અરજી દાખલ કરી હતી. અરજીમાં મહિલાઓના ખાતામાં ભંડોળ ટ્રાન્સફર કરવા અને નવા લાભાર્થીઓને ઉમેરવાને આદર્શ આચારસંહિતા અમલમાં હોવા છતાં ગેરકાયદેસર જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. તેમનો આરોપ છે કે આ બંધારણની કલમ ૧૪, ૨૧, ૧૧૨, ૨૦૨ અને ૩૨૪નું ઉલ્લંઘન કરે છે.
જનસુરાજની અરજીમાં ચૂંટણી પંચને લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ ૩૨૪ અને કલમ ૧૨૩ હેઠળ કાર્યવાહી કરવાનો નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી છે. અરજદાર જણાવે છે કે બિહાર ચૂંટણી દરમિયાન ૨૫-૩૫ લાખ મહિલા મતદારોને રૂ.૧૦,૦૦૦ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. અરજદારે એવો પણ આરોપ લગાવ્યો છે કે ચૂંટણીના બંને તબક્કામાં મતદાન મથકો પર સ્વ-સહાય જૂથ JEEVIKA ના ૧.૮ લાખ મહિલા લાભાર્થીઓને તૈનાત કરવા પણ ગેરકાયદેસર છે.
સુપ્રીમ કોર્ટના અગાઉના આદેશનો ઉલ્લેખ કરીને અરજદારે સુપ્રીમ કોર્ટને બિહાર ચૂંટણીઓ ફરીથી શેડ્યૂલ કરવા અને ચૂંટણી પંચને મફત અને સીધા લાભ ટ્રાન્સફર યોજનાઓ માટે માર્ગદર્શિકા ઘડવાનો આદેશ આપવા અપીલ કરી છે.
જનસુરાજે એવી પણ માંગ કરી છે કે ચૂંટણી પંચ શાસક પક્ષ માટે મફત અને કલ્યાણકારી યોજનાઓની જાહેરાત કરવા માટે ઓછામાં ઓછી છ મહિનાની સમયમર્યાદા નક્કી કરે, જેથી ખાતરી થાય કે આ યોજનાઓ ચૂંટણીના છ મહિના પહેલા જાહેર કરવામાં આવે. બિહારની મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૫ ના રોજ શરૂ કરવામાં આવી હતી.




