દિનેશ શર્માએ કહ્યું- આશ્રમમાં ઘૂસી ગયા છે માફિયા વૃંદાવનના જાણીતા સંત પ્રેમાનંદ મહારાજની સુરક્ષાને લઈને ગંભીર ચિંતા શ્રી કૃષ્ણ જન્મભૂમિ સંઘર્ષ ન્યાસના અધ્યક્ષ દિનેશ શર્માએ મુખ્યમંત્રી યોગીને પત્ર લખીને પ્રેમાનંદ મહારાજની સુરક્ષા વધારવાની માંગ કરી વૃંદાવનના જાણીતા સંત પ્રેમાનંદ મહારાજની સુરક્ષાને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. શ્રી કૃષ્ણ જન્મભૂમિ સંઘર્ષ ન્યાસના અધ્યક્ષ દિનેશ શર્માએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખીને પ્રેમાનંદ મહારાજની સુરક્ષા વધારવાની માંગ કરી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, આશ્રમની અંદર બે જૂથ બની ગયા છે અને માફિયા તત્ત્વો દ્વારા મહારાજજીને નુકસાન પહોંચાડી શકાય છે. દિનેશ શર્માએ કહ્યું કે આજે અમે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખીને કહ્યું છે કે પ્રેમાનંદ મહારાજના જીવને ખતરો છે, તેથી તેમની સુરક્ષા કરવામાં આવે.
દિનેશ શર્માએ દાવો કર્યો છે કે પ્રેમાનંદ મહારાજજીના આશ્રમમાં હવે બે જૂથ બની ચૂક્યા છે. તેમણે કહ્યું કે એક જૂથ અસલી સંતોનું છે અને બીજું જૂથ નકલી સંતોનું છે. જે અસલી સંતો છે, તે બધા પ્રેમાનંદ મહારાજજી સાથે આશ્રમથી લગભગ ૨૦ કિલોમીટર દૂર યમુના કિનારે રહીને ભજન, સાધના અને તપસ્યા કરી રહ્યા છે. બીજા જૂથમાં ભૂ-માફિયા અને બાળ માફિયા જેવા તત્ત્વો ઘૂસી ચૂક્યા છે. તેમણે આશ્રમ સાથે જાેડાયેલા લગભગ ૧૫ નાના-મોટા આશ્રમો પર કબજાે કરી લીધો છે.
દિનેશ શર્માનું કહેવું છે કે, આ જૂથ પ્રેમાનંદ મહારાજજી સાથે કંઈક ખોટું કરી શકે છે. તેમણે માંગ કરી કે આ જૂથની તપાસ થવી જાેઈએ. તેમણે આરોપ લગાવ્યો કે આ જૂથે યમુનાની જમીન વેચીને કરોડો-અબજાેની સંપત્તિ ભેગી કરી લીધી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર વિશ્વાસ વ્યક્ત કરતા દિનેશ શર્માએ કહ્યું કે અમારા મુખ્યમંત્રી સંતોના રક્ષક છે, તેઓ ખૂબ સારા મુખ્યમંત્રી છે. અમને વિશ્વાસ છે કે તેઓ મહારાજને સુરક્ષા ચોક્કસ આપશે.
તેમણે કહ્યું કે, પ્રેમાનંદ મહારાજની સુરક્ષા દેશહિતમાં ખૂબ જરૂરી છે. તેમના કરોડો ફોલોઅર્સ છે, તેમણે કરોડો સનાતન હિંદુઓને સદદ્માર્ગ બતાવ્યો છે, તેઓ ખૂબ સારા સંત છે. દિનેશ શર્માએ આગળ કહ્યું કે, આશ્રમમાં અભદ્રતાની ઘટનાઓ પણ વધી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે આ માફિયા જૂથ ભીડમાં પોતાના લોકોને મોકલીને ગુંડાગીરી કરાવે છે. સાધુઓની હત્યા થઈ રહી છે અને બાળકો ગુમ થઈ રહ્યા છે. આ બધું આ જ માફિયા જૂથ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
આપને જણાવી દઈએ કે, ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ વૃંદાવનમાં પ્રેમાનંદ મહારાજ સાથે જાેડાયેલા ૨૫ વર્ષીય સાધક દીપક લોધી ઉર્ફે રસિક દુલારી શરણ ચોથા માળેથી પડ્યા પછી મૃત્યુ પામ્યા હતા. પોલીસે તપાસ શરૂ કરી અને ફોરેન્સિક ટીમે પણ પુરાવા એકત્ર કર્યા. પોસ્ટમોર્ટમમાં ગંભીર ઈજાઓની વાત સામે આવી છે. મામલો એટલા માટે ગંભીર બન્યો કારણ કે કેટલાક રિપોર્ટ્સમાં શરીર પર અન્ય ઈજાઓ અને પ્રાઈવેટ પાર્ટ પર ઈજા થઈ હોવાની વાત સામે આવી છે. હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. કેટલાક સાધુ-સંતો અને પરિવારજનોએ નિષ્પક્ષ અથવા ઉચ્ચસ્તરીય તપાસની માંગ પણ ઉઠાવી છે.




