મન કી બાતમાં બોલ્યા વડાપ્રધાન મોદી આજનું ભારત આતંકવાદનો જડબાતોડ જવાબ આપે છે મોદીએ સર્જિકલ સ્ટ્રાઈક, ગુજરાતના સોમનાથ મંદિર સ્વાભિમાન યાત્રા, મોઢેરાના સૂર્યમંદિર, જાતિ આધારિત વસ્તી ગણતરી સહીતના મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ‘મન કી બાત’ કાર્યક્રમ દ્વારા દેશને સંબોધિત કર્યા. કાર્યક્રમના ૧૩૮મા એપિસોડમાં, વડાપ્રધાન મોદીએ સર્જિકલ સ્ટ્રાઈક અને જાતિ આધારિત વસ્તી ગણતરી જેવા અનેક મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે આવતીકાલે, ૨૮ સપ્ટેમ્બરે, સર્જિકલ સ્ટ્રાઈકની ૧૦મી વર્ષગાંઠ છે. ભારત હવે એવું ભારત નથી રહ્યું; આતંકવાદનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. અગાઉ, શ્રેણીબદ્ધ વિસ્ફોટો સામાન્ય બાબત હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજનું ભારત આતંકવાદ સહન કરી શકતું નથી. અમે આતંકવાદ સામે ‘ઝીરો-ટોલરન્સ’ (શૂન્ય સહનશીલતા) નીતિ અપનાવી છે.
‘મન કી બાત’ના ૧૩૮મા એપિસોડમાં, વડાપ્રધાન મોદીએ બાલાકોટ એર સ્ટ્રાઈકનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે ૧૦ વર્ષ પહેલાં, ૨૮-૨૯ સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ, આતંકવાદ સામે સરહદ પાર આપણી સેનાએ જે બહાદુરી બતાવી હતી તેનાથી વિશ્વ આશ્ચર્યચકિત થઈ ગયું હતું. સર્જિકલ સ્ટ્રાઈકે સમગ્ર વિશ્વ સમક્ષ ભારતની આતંકવાદ-વિરોધી નીતિનું એક નવું ઉદાહરણ હિંમતપૂર્વક રજૂ કર્યું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે છેલ્લા એક દાયકામાં, બાલાકોટ એર સ્ટ્રાઈકથી લઈને ‘ઓપરેશન સિંદૂર’ સુધી, ભારતે વારંવાર સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જાે આતંકવાદીઓ ભારત પર હુમલો કરવાની હિંમત કરશે, તો તેમને જડબાતોડ જવાબ આપવામાં આવશે. આજે ભારત આતંકવાદ સામે ‘ઝીરો-ટોલરન્સ’ નીતિ અપનાવી રહ્યું છે અને આપણે તેના પરિણામો જાેઈ રહ્યા છીએ.
PM મોદીએ દેશના જૂના સમયને યાદ કરતાં કહ્યું, “એક સમય હતો જ્યારે ભારતમાં સિરિયલ બ્લાસ્ટ થવા સામાન્ય વાત બની ગઈ હતી. સપ્ટેમ્બરના આ મહિનામાં એટલે કે ૧૩ સપ્ટેમ્બર, ૨૦૦૮ના રોજ દિલ્હીમાં થયેલા સિરિયલ બ્લાસ્ટમાં અનેક નિર્દોષ લોકો માર્યા ગયા હતા. તેના થોડા અઠવાડિયા બાદ જ મુંબઈમાં ૨૬/૧૧નો આટલો મોટો હુમલો થયો હતો.”
તેમણે કહ્યું કે અગાઉ દરેક આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન સામે કાર્યવાહી કરવાની માંગ થતી હતી, પરંતુ તેના પર એટલું ધ્યાન આપવામાં આવતું નહોતું અને સમય પસાર થવાની રાહ જાેવામાં આવતી હતી.PM મોદીએ કહ્યું, “હવે આજનું ભારત આતંકવાદ વિરુદ્ધ ઝીરો-ટોલરન્સ પોલિસી સાથે આગળ વધી રહ્યું છે અને તેના પરિણામો પણ આપણે જાેઈ રહ્યા છીએ.” પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ વસ્તી ગણતરીનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો લગભગ પૂર્ણ થઈ ગયો છે. ૩૨ કરોડથી વધુ પરિવારોની માહિતી નોંધવામાં આવી છે. ઉત્તરાખંડમાં વસ્તી ગણતરીની શરૂઆત ચમોલીના ‘માણા’ ગામથી થઈ હતી. માણા ગામ દેશના પ્રથમ ગામ તરીકે ઓળખાય છે. વસ્તી ગણતરી એ આપણા બધા માટે એક રાષ્ટ્રીય જવાબદારી છે. ૧૫મી ઓગસ્ટે મેં મારા દેશવાસીઓને એ વાતની પણ અપીલ કરી હતી કે તેઓ આ માટે ચોક્કસપણે સમય ફાળવે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, વિવિધ મુદ્દાઓની સાથેસાથે સોમનાથ સ્વાભિમાન પર્વનો ઉલ્લેખ કર્યો હતો. મહમંદ ગઝનીનો ઉલ્લેખ કરીને મોદીએ કહ્યું કે, સોમનાથ મંદિર તોડીને ભારતની ઓળખ ભૂસવાનો પ્રયાસ કરનારાનો અત્તો પત્તો નથી. વિવિધ મુદ્દાઓની સાથેસાથે ગુજરાતના મોઢેરા અને વિશ્વ હિંદુ પરિષદના અશોક સિંઘલને પણ યાદ કર્યાં હતા. ૧૦૨૬માં મોઢેરાના સૂર્ય મંદિર ઉપર પણ હુમલો થયો હતો. આ મંદિર બન્યાને એક વર્ષ થયુ હતુ. રાજા ભીમદેવે પ્રથમે તે બંધાવ્યું હતું.મહમદ ગઝનનો ભીમદેવે ભારે મુકાબલો કર્યો. તેને તોડી પાડવામાં આવ્યું હતું. અલ્લાઉદિન ખીલજીએ વાસ્તુ અને સૂર્યના પ્રતિક સમાન મોઢેરાના મંદિરને તોડી પાડ્યું હતું. આ મંદિર સૂર્ય મંદિર માટે જ નહીં સૂર્ય ઊર્જા માટે પણ જાણીતુ બન્યું છે. દેશવાસીઓને મોઢેરની એકવાર મુલાકાત લેવા માટે અપીલ કરી હતી.




