લિવ-ઇન સંબંધમાં હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો લેખિત કરારથી સાથે રહ્યા બાદ મહિલાનો રેપનો આરોપ ટકી શકે નહીં અલગ થવાનો કરાર કર્યા બાદ મહિલાની અપીલ હાઈકોર્ટે ફગાવી, સેશન્સ કોર્ટનો ચુકાદો યથાવત રાખ્યો
એક આદેશમાં હાઇકોર્ટે અમદાવાદ સેશન્સ કોર્ટનો એક કથિત આરોપીને રેપના ગુનામાં નિર્દાેષ છોડવાના હુકમને યથાવત્ રાખ્યો છે. જસ્ટિસ ઇલેશ જે. વોરા અને જસ્ટિસ આર.ટી. વાચ્છાણીની ખંડપીઠે એવું મહત્ત્વપૂર્ણ તારણ રજૂ કર્યું છે કે, જ્યારે બે પુખ્યવયની વ્યક્તિ (સ્ત્રી-પુરુષ)લેખિત કરાર કરીને લિવ ઇન રિલેશનશિપમાં રહેતાં હોય અને ત્યારબાદ એક બીજાે કરાર કરીને જુદાં થઇ ગયાં હોય, એવાં સંજાેગોમાં લગ્ન કરવાનું ખોટું વચન આપીને પુરુષ દ્વારા રેપ કરવામાં આવ્યો હોવાનો મહિલાનો આરોપ ટકી શકે નહીં. આવા આક્ષેપ પર કેસ ચલાવવો મુશ્કેલ બની જાય છે. આ સમગ્ર પ્રકરણમાં વાડજ પોલીસ સ્ટેશનમાં મહિલાએ રેપની ફરિયાદ નોંધાવી હતી. જે કેસમાં સેશન્સ કોર્ટે આરોપીને નિર્દાેષ છોડ્યો હતો. તેથી નીચલી કોર્ટના ચુકાદા સામે ફરિયાદી મહિલાએ કરેલી અપીલ હાઇકોર્ટની ખંડપીઠે ફગાવી કાઢતાં ઉક્ત અવલોકન કર્યું હતું.
આ કેસમાં ફરિયાદ પક્ષના જણાવ્યા અનુસાર, ફરિયાદી અને આરોપી વચ્ચે સંબંધ હતો અને તેઓ ૧૪મી ઓગસ્ટ, ૨૦૧૯ના રોજ થયેલા એક લેખિત કરાર હેઠળ સાથે રહેવા લાગ્યા હતા. મહિલાએ આક્ષેપ કર્યાે હતો કે આરોપીએ લગ્નનું આશ્વાસન આપીને તેની મરજી વિરુદ્ધ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો અને જ્યારે તેણે આરોપીની માંગણીઓ સ્વીકારવાનો ઇનકાર કર્યાે ત્યારે તેણે તેની સાથે મારપીટ કરી હતી. ત્યારબાદ ૨૯મી જાન્યુઆરી ૨૦૨૦ના રોજ યુગલે અગાઉના કરારને રદ કરતો અને અલગ રહેવાના તેમના ર્નિણયને નોંધતો બીજાે એક કરાર કર્યાે. જાેકે તેના બીજા જ દિવસે ફરિયાદીએ જાતીય સતામણી અને શારીરિક હિંસાનો આક્ષેપ કરતી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે કેસમાં ૩૧મી જાન્યુઆરી ૨૦૨૬એ સેશન્સ કોર્ટે આરોપીને નિર્દાેષ જાહેર કરી મુક્ત કરતાં મામલો હાઇકોર્ટ પહોંચ્યો હતો.




