
તપાસમાં અત્યાર સુધી ૧૫,૦૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત.અનિલ ગ્રુપની કંપનીઓ સામે CBI, ED ની ઢીલી તપાસથી સુપ્રીમ નારાજ વર્ષ ૨૦૧૩થી ૨૦૧૭ દરમિયાન આરકોમ અને તેની સહયોગી કંપનીઓ દ્વારા લેવામાં આવેલી લોનના નાણાંના કથિત દુરુપયોગ સાથે જાેડાયેલો છે.અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (આરકોમ) સાથે જાેડાયેલા કથિત બેન્ક લોન કૌભાંડ મામલે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે સ્પષ્ટ કર્યું છે કે આ મામલાની તપાસ નિષ્પક્ષ, પારદર્શક અને નિર્ધારિત સમય મર્યાદામાં પૂર્ણ થવી જાેઈએ. કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) જેવી તપાસ એજન્સીઓને પરસ્પર સંકલન સાધીને સત્ય સામે લાવવા આદેશ આપ્યો છે, જેથી ન્યાયતંત્ર અને સામાન્ય જનતાનો વિશ્વાસ જળવાઈ રહે. તપાસમાં થતી કોઈપણ પ્રકારની ઢીલાશ સામે નારાજગી વ્યક્ત કરતા કોર્ટે કહ્યું કે અત્યાર સુધી શું કાર્યવાહી થઈ અને તેના શું તારણો નીકળ્યા તે સ્પષ્ટ થવું મહત્ત્વનું છે.
આ કેસની સુનાવણી દરમિયાન અરજદાર પક્ષના વકીલ વકીલ પ્રશાંત ભૂષણે દલીલ કરી હતી કે પૂરતા પુરાવા ઉપલબ્ધ હોવા છતાં તપાસ એજન્સીઓ દ્વારા હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. તેની સામે સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને ખાતરી આપી હતી કે તપાસ યોગ્ય રીતે ચાલી રહી છે અને અત્યાર સુધીમાં અંદાજે ૧૫,૦૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે તેમજ કેટલીક ધરપકડ પણ થઈ છે. જાેકે, સુપ્રીમ કોર્ટે તપાસની ધીમી ગતિને લઈને ચિંતા વ્યક્ત કરી હતી, પણ સાથે જ સ્પષ્ટ કર્યું હતું કે કોર્ટ પોતાની રીતે કોઈની ધરપકડ કરવાનો સીધો આદેશ આપી શકે નહીં. અંતે કોર્ટે ED ને આ મામલે બીજાે સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવાની મંજૂરી આપી છે અને તમામ બેન્કો તથા નાણાકીય સંસ્થાઓને તપાસમાં પૂરો સહયોગ આપવા આદેશ આપ્યો છે.આ સમગ્ર મામલો વર્ષ ૨૦૧૩થી ૨૦૧૭ દરમિયાન આરકોમ અને તેની સહયોગી કંપનીઓ દ્વારા લેવામાં આવેલી લોનના નાણાંના કથિત દુરુપયોગ સાથે જાેડાયેલો છે. આક્ષેપ છે કે જટિલ નાણાકીય વ્યવહારો દ્વારા લોનના પૈસાનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો, જેના કારણે બેન્કોને મોટું નુકસાન થયું છે. આ દિશામાં ઝ્રમ્ૈંએ પોતાની તપાસ તેજ કરી દીધી છે અને તાજેતરમાં જ અનિલ અંબાણી ગ્રુપના ઉચ્ચ અધિકારીઓ ગૌતમ દોશી, સતીશ સેઠ અને અમિતાભ ઝુનઝુનવાલાની પૂછપરછ કરવામાં આવી છે. ખુદ અનિલ અંબાણીની પણ આ કેસમાં અગાઉ ઘણી વખત પૂછપરછ થઈ ચૂકી છે. હવે આ મામલે આગામી સુનાવણી ચાર અઠવાડિયા પછી હાથ ધરવામાં આવશે.





