
આખરે RBI ની મહેનત રંગ લાવી રુપિયામાં ૧૨ વર્ષનો સૌથી મોટો ઉછાળો આવ્યો ડોલરની કૃત્રિમ માંગ ઓછી થશે અને રૂપિયાને ટેકો મળશે ભારતીય રૂપિયામાં આજે ૨ એપ્રિલ ગુરુવારના દિવસે જાેરદાર તેજી જાેવા મળી હતી. છેલ્લા ૧૨ વર્ષમાં એક દિવસમાં રૂપિયામાં આવેલો આ સૌથી મોટો ઉછાળો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા લેવામાં આવેલા તાજેતરના પગલાં અને ડોલરના ભાવમાં આવેલા ઘટાડાને કારણે રૂપિયામાં આ મજબૂતી જાેવા મળી છે.
શુક્રવારે કારોબાર દરમિયાન રૂપિયો ૧ રૂપિયો ૬૫ પૈસા એટલે કે લગભગ ૨.૨૫ ટકા મજબૂત થઈને ૭૧.૨૪ ના સ્તર પર બંધ થયો હતો. સપ્ટેમ્બર ૨૦૧૩ પછી રૂપિયામાં એક દિવસમાં આવેલો આ સૌથી મોટો વધારો છે. અગાઉના ટ્રેડિંગ સેશનમાં રૂપિયો ૭૨.૮૯ ના સ્તર પર બંધ થયો હતો. બજારના નિષ્ણાતોનું કહેવું છે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રૂપિયાને પડતો રોકવા માટે જે રીતે બજારમાં હસ્તક્ષેપ કર્યો, તેની અસર હવે દેખાઈ રહી છે. આ સિવાય વૈશ્વિક બજારમાં ડોલરની નબળાઈ અને ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડાને કારણે પણ રૂપિયાને ટેકો મળ્યો છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FPI) દ્વારા ભારતીય બજારમાં કરવામાં આવેલા રોકાણને કારણે પણ સેન્ટિમેન્ટમાં સુધારો થયો છે.
રૂપિયાની સાથે બોન્ડ માર્કેટમાં પણ તેજી જાેવા મળી છે. ૧૦ વર્ષના બોન્ડની યીલ્ડ (Yield) માં પણ ઘટાડો નોંધાયો છે. રોકાણકારો હવે આશા રાખી રહ્યા છે કે આવનારા સમયમાં ફુગાવો કાબૂમાં રહેશે અને ઇમ્ૈં વ્યાજદરમાં ઘટાડો કરવાની પ્રક્રિયા ચાલુ રાખી શકે છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી ડોલર સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો હતો, જેના કારણે ચિંતા વધી હતી. પરંતુ શુક્રવારની આ રિકવરીએ અર્થતંત્ર અને રોકાણકારો માટે મોટી રાહતના સમાચાર આપ્યા છે. જાે આ તેજી ટકી રહેશે, તો તે આયાતકારો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, કારણ કે તેનાથી ક્રૂડ ઓઈલ અને અન્ય ચીજવસ્તુઓની આયાત સસ્તી થશે.





