
પેટ્રોલ-ડીઝલની અછત મુદ્દે સાંસદનું મોટું નિવેદન.કોઈએ ખોટું પેનિક ફેલાવવું જાેઈએ નહિ : પરસોત્તમ રૂપાલા.હાલમાં આપણી પાસે ૪૦% જેટલો જથ્થો ઉપલબ્ધ છે, લોકોએ પેટ્રોલ ડીઝલના જથ્થાનો વિવેક પૂર્ણ ઉપયોગ કરવો જાેઈએ.ટ્રોલ-ડીઝલ પર આફત આવી છે. આ કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં પેટ્રોલ ડીઝલનો સ્ટોક ખૂટી રહ્યો છે. તો કેટલાય પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલ નથી તેવા બોર્ડ લાગ્યા છે. આવામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ પરસોતમ રૂપાલાનું મહત્વનું નિવેદન આવ્યું છે.
પેટ્રોલ ડીઝલને લઈને પરસોત્તમ રૂપાલાએ કહ્યું કે, હાલમાં આપણી પાસે ૪૦% જેટલો જથ્થો ઉપલબ્ધ છે. લોકોએ પણ પેટ્રોલ ડીઝલના જથ્થાનો વિવેક પૂર્ણ ઉપયોગ કરવો જાેઈએ. કોઈએ ખોટું પેનિક ફેલાવવું જાેઈએ નહિ. રાજ્ય સરકાર સાથે હાલમાં પરામર્શ ચાલી રહ્યું છે. કોઈએ ગભરાવાની જરૂર નથી. પેટ્રોલના સંગ્રહથી પણ દૂર રહેવું જાેઈએ. આધાર સેવા કેન્દ્રના લોકાર્પણ દરમિયાન રૂપાલાએ આવું નિવેદન આપ્યું.
યુદ્ધની પરિસ્થિતિમાં ખેડૂતોને ડીઝલની મુશ્કેલી પડતી હોવા અંગે કિસાન સંઘના આર.કે. પટેલે કહ્યું કે, ખેડૂતોને ટ્રેકટર માટે ડીઝલ નથી મળી રહ્યું. રાજ્યના અનેક જિલ્લાઓમાંથી ડીઝલ ન મળતું હોવાની ફરિયાદો આવે છે. ખેડૂતો ડીઝલ માટે લાઈનમાં લાગેલો જાેવા મળે છે. કેટલાક મંત્રીઓને રજુઆત માટે જઈએ ત્યારે તે સચિવાલય મળતા નથી. ખાતર માટે પણ ખેડૂત લાઈનમાં ઉભા ન રહેવું પડે તેવી વ્યવસ્થાઓ કરવી પડશે. કિસાન સંઘે કહ્યું કે, ખેડૂતો માટે ડીઝલ માટે પેટ્રોલ પમ્પ અલગ લાઈન કરવી જાેઈએ. ૈંઁન્ અને ડાયરાઓ બંધ કરવા જાેઈએ. રાજ્યમાં પેટ્રોલ ડીઝલની અછત છે. ખેડૂતોને ડીઝલ નથી મળી રહ્યું. સરકારને વિનંતી છે કે ૈંઁન્ બંધ કરવામાં આવે. સાધુ સંતોને વિનંતી છે કે, રાજ્યમાં ડાયરો બંધ કરવામાં આવે.





