
રાજસ્થાન હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો.નીચ કહી દેવાથી ન લાગી શકે એસસી/એસટી એક્ટ.કોઈ વ્યક્તિને નીચ જેવા સામાન્ય અપમાનજનક શબ્દ કહી દેવાથી માત્ર એસસી/એસટી એક્ટ ઓટોમેટિક લાગૂ થતો નથી.રાજસ્થાન હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં કહ્યું કે કોઈ વ્યક્તિને નીચ જેવા સામાન્ય અપમાનજનક શબ્દો કહી દેવાથી એસસી/એસટી (અત્યાચાર નિવારણ) એક્ટ ઓટોમેટિક લાગૂ થતો નથી. જસ્ટિસ વીરેન્દ્ર કુમારે સ્પષ્ટ કર્યું કે આ કાયદો ત્યારે લાગૂ થાય છે, જ્યારે તે સાબિત થાય છે કે અપમાન ખાસ કરી જાતિના આધારે કરવામાં આવ્યું હતું અને આરોપીને પીડિતની જાતિની જાણકારી હતી.
આ મામલો વર્ષ ૨૦૧૧મા આઈઆઈટી જાેધપુરથી જાેડાયેલા એક વિવાદ સંબંધિત છે. તે સમયે સરકારી અધિકારી અતિક્રમણની તપાસ માટે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તપાસ દરમિયાન કેટલાક લોકોએ તેમનો વિરોધ કર્યો અને કથિત રૂપથી નીચ અને ભિખારી જેવા શબ્દો કહ્યાં. અધિકારીઓએ તેને જાતિગત અપમાન માનતા એફઆઈઆર દાખલ કરાવી અને એસસી/એસટી કાયદાની કલમની સાથે આઈપીસીની કલમ પણ જાેડવામાં આવી હતી.
આરોપીઓએ કોર્ટમાં અરજી આપતા કહ્યું કે તેમને અધિકારીઓની જાતિ વિશે જાણકારી નહોતી અને બોલવામાં આવેલા શબ્દો જાતિનો સંકેત આપતા નથી. તેમણે તે પણ કહ્યું કે ઘટના સમયે કોઈ સ્વતંત્ર સાક્ષી હાજર નહોતા, તેથી તેને જાતિગત અપમાન ન ગણી શકાય.
હાઈકોર્ટેને સુનાવણી દરમિયાન કહ્યું કે ઉપયોગ કરેલા શબ્દ કોઈ વિશેષ જાતિ તરફ સંકેત નથી કરતા અને ન કોઈ એવા પૂરાવા છે કે આરોપીઓને અધિકારીઓની જાતિ વિશે જાણકારી હતી.
હાઈકોર્ટે કહ્યું કે એસસી/એસટી એક્ટ લગાવવા માટે જાતિ આધારિત અપમાનના સ્પષ્ટ અને મજબૂત પૂરાવા હોવા જરૂરી છે. આ આધાર પર કોર્ટે એસસી/એસટી એક્ટ હેઠળ લગાવવામાં આવેલા આરોપોને રદ્દ કરી દીધા. પરંતુ સરકારી કર્મચારીઓને ડ્યુટી દરમિયાન રોકવા અને તેમની સાથે ધક્કા-મુક્કી કરવા સંબંધિત આઈપીસીની કલમ રહેશે અને તે મુજબ આગળ કેસ ચાલશે.




