
એક જ છત નીચે તમામ મંત્રાલયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા કાર્યાલય સેવાતીર્થનું લોકાર્પણ કર્યું મોદીએ મહિલાઓ, ખેડૂતો, યુવાનો અને નબળા જૂથોના કલ્યાણ માટે ર્નિણય લીધો, પીએમ રાહત યોજના શરૂ કરવાની મંજૂરી આપતી ફાઇલ પર હસ્તાક્ષર કર્યા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે સેવા તીર્થ સંકુલનું ઉદ્ઘાટન કર્યું. અહીં પ્રધાનમંત્રી કાર્યાલય (PMO), રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય અને કેબિનેટ સચિવાલય સ્થિત હશે. પીએમ મોદીએ મહિલાઓ, ખેડૂતો, યુવાનો અને નબળા જૂથોના કલ્યાણ માટે પહેલો ર્નિણય લીધો. પ્રધાનમંત્રીએ પીએમ રાહત યોજના શરૂ કરવાની મંજૂરી આપતી ફાઇલ પર હસ્તાક્ષર કર્યા, સાથે જ દરેક નાગરિકને જીવનરક્ષક સુરક્ષા પૂરી પાડવા અને લખપતિ દીદીઓની સંખ્યાને છ કરોડ કરવાની મંજૂરી આપી.
આજથી વડાપ્રધાનનું કાર્યાલય રાયસીના હિલ્સ સ્થિત સાઉથ બ્લોકથી સેવા તીર્થમાં શિફ્ટ થઈ જશે. સેવા તીર્થમાં જ વડાપ્રધાનના કાર્યાલયની સાથે સાથે નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ સચિવાલય તથા કેબિનેટ સચિવાલય પણ છે. સેવા તીર્થના લોકાર્પણ બાદ વડાપ્રધાન મોદીએ ૪ મોટા ર્નિણય લીધા. જેની જાણકારી તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર આપી હતી. આ પ્રસંગે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, રાજ્યમંત્રી જીતેન્દ્ર સિંહ અને મુખ્ય સચિવ પીકે મિશ્રા અને શક્તિકાંત દાસ સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. હવેથી પીએમઓ અને અન્ય મહત્ત્વના મંત્રાલયોનું સંચાલન નવનિર્મિત કર્તવ્ય ભવન-૧ અને ૨ માંથી કરવામાં આવશે, જ્યાં કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો માટે અત્યાધુનિક સુવિધાઓ સાથેની નવી ઓફિસો તૈયાર કરવામાં આવી છે.
પીએમ રાહત યોજના : આ દરેક નાગરિક માટે જીવનરક્ષક સુરક્ષા યોજના છે. વડાપ્રધાન મોદીએ પીએમ રાહત યોજના શરૂ કરવાને મંજૂરી આપી છે. આ પહેલ હેઠળ અકસ્માતમાં ઘાયલ થયેલા વ્યક્તિઓને કોઈપણ રોકડ ચુકવણી વિના સારવાર મળશે. જેમાં ૧.૫ લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવાર ઉપલબ્ધ થશે. તેનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે તાત્કાલિક તબીબી સહાયના અભાવે કોઈનું મૃત્યુ ન થાય. આ ર્નિણય યુવાનો અને સામાન્ય નાગરિકોને મોટી રાહત આપનારો છે.
લખપતિ દીદીનો ટાર્ગેટ ડબલ : સરકારે પહેલાથી જ ૩ કરોડ લખપતિ દીદીઓનો આંકડો પાર કરી લીધો છે. આ મૂળ લક્ષ્ય માર્ચ ૨૦૨૭ના એક વર્ષ પહેલા પ્રાપ્ત થયું. હવે વડાપ્રધાનએ એક નવો મહત્વાકાંક્ષી લક્ષ્ય નક્કી કર્યું છે. જે માર્ચ ૨૦૨૯ સુધીમાં ૬ કરોડ લખપતિ દીદી બનાવવાનું છે. આનાથી ગ્રામીણ મહિલાઓની આર્થિક શક્તિમાં વધુ વધારો થશે.
ખેડૂતો માટે ભેટ : આ ર્નિણયોમાં ખેડૂતો માટે પણ ભેટ છે. પીએમ મોદીએ ખેડૂતોને મજબૂત બનાવવા માટે એક મોટું પગલું ભર્યું છે. ખેડૂતો માટે હાલનું ફંડ ૧ લાખ કરોડ રૂપિયા હતું, જે હવે વધારીને ૨ લાખ કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે. આનાથી કૃષિની વેલ્યુ ચેન ઉત્પાદનથી લઈને સંગ્રહ અને માર્કેટિંગ સુધી મજબૂત બનશે. ખેડૂતોને વધુ સારી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સ્ટોરેજ અને સુવિધાઓ મળશે.
સ્ટાર્ટઅપ ફંડિંગમાં પણ વધારો થયો : ભારતના ઈનોવેશન ઈકોસિસ્ટમ, ખાસ કરીને ડીપ ટેકનોલોજી, પ્રારંભિક તબક્કાના વિચારો, અદ્યતન ઉત્પાદન અને અત્યાધુનિક ટેકનોલોજીઓને સશક્ત બનાવવા માટે વડાપ્રધાનએ ૧૦,૦૦૦ કરોડ રૂપિયાના ફંડ સાથે સ્ટાર્ટઅપ ઇન્ડિયા ર્હ્લહ્લ ૨.૦ને મંજૂરી આપી છે. આનાથી યુવાનોને તેમના નવા આઈડિયાને વાસ્તવિકતામાં ફેરવવા માટે ફન્ડિંગ મેળવવાનું સરળ બનશે.
એક અધિકારીએ જણાવ્યું કે, વડાપ્રધાન મોદીએ નવા પીએમઓ પરિસર સેવા તીર્થ ખાતે સેવાની ભાવનાને પ્રતિબિંબિત કરતા ર્નિણયો સંબંધિત મહત્વપૂર્ણ ફાઇલો પર હસ્તાક્ષર કર્યા છે. અગાઉ વડાપ્રધાન મોદીએ શુક્રવારે દિલ્હીમાં સેવા તીર્થ પરિસરનું ઉદ્ઘાટન કર્યું છે. તેમાં વડાપ્રધાન કાર્યાલય, કેબિનેટ સચિવાલય અને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય સ્થિત છે. સેવા તીર્થ પરિસરની દિવાલ પર નાગરિક દેવો ભવ સૂત્ર અંકિત થયેલ છે. કેન્દ્ર સરકારે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે, નવી ઇમારતો ભારતના વહીવટી શાસન માળખાને પ્રતિબિંબિત કરે છે.પીએમના નવા કાર્યાલયની ખાસિયતો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે સેવા તીર્થ સંકુલનું ઉદ્ઘાટન કર્યું. અહીં પ્રધાનમંત્રી કાર્યાલય PMO, રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય અને કેબિનેટ સચિવાલય સ્થિત હશે. પીએમ મોદીએ મહિલાઓ, ખેડૂતો, યુવાનો અને નબળા જૂથોના કલ્યાણ માટે પહેલો ર્નિણય લીધો. પ્રધાનમંત્રીએ પીએમ રાહત યોજના શરૂ કરવાની મંજૂરી આપતી ફાઇલ પર હસ્તાક્ષર કર્યા, સાથે જ દરેક નાગરિકને જીવનરક્ષક સુરક્ષા પૂરી પાડવા અને લખપતિ દીદીઓની સંખ્યાને છ કરોડ કરવાની મંજૂરી આપી.હવેથી પીએમઓ અને અન્ય મહત્ત્વના મંત્રાલયોનું સંચાલન નવનિર્મિત કર્તવ્ય ભવન-૧ અને ૨ માંથી કરવામાં આવશે, જ્યાં કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો માટે અત્યાધુનિક સુવિધાઓ સાથેની નવી ઓફિસો તૈયાર કરવામાં આવી છે.
રૂ.૧૧૮૯ કરોડના ખર્ચે તૈયાર થયું સેવા તીર્થ: જાણો પીએમના નવા કાર્યાલયની ખાસિયતો
– નામ અને અર્થ: સેવા તીર્થ એટલે સેવા કરવાનું સ્થાન. અગાઉ તેનું નામ એક્ઝિક્યુટિવ એન્ક્લેવ હતું, જે ડિસેમ્બર ૨૦૨૫માં બદલીને સેવા તીર્થ કરવામાં આવ્યું છે.
– ક્યાં આવેલું છે? આ નવું સંકુલ નવી દિલ્હીના દારા શિકોહ રોડ પર અંદાજે ૫ એકર(૨.૨૬ લાખ ચોરસ ફૂટ) વિસ્તારમાં ફેલાયેલું છે, જેનું નિર્માણ L&T કંપનીએ કર્યું છે.
ત્રણ મુખ્ય ઇમારતો:
– સેવા તીર્થ-૧: જેમાં વડાપ્રધાન કાર્યાલય (PMO) હશે.
– સેવા તીર્થ-૨: અહીં કેબિનેટ સચિવાલય કાર્યરત થશે.
– સેવા તીર્થ-૩: આ બિલ્ડિંગમાં નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ અને NSA અજીત ડોભાલની ઓફિસ હશે.
– નવું નિવાસસ્થાન: નવા PMO ની નજીક જ વડાપ્રધાનનું નવું આવાસ પણ બની રહ્યું છે. કામ પૂરું થયા પછી પીએમ મોદી ૭, લોક કલ્યાણ માર્ગ છોડીને અહીં રહેવા આવશે.
કર્તવ્ય ભવનમાં મહત્ત્વના મંત્રાલયો અને સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ
– મહત્ત્વના મંત્રાલયોનું નવું સરનામું: કર્તવ્ય ભવન-૧ અને ૨માં નાણાં, સંરક્ષણ, આરોગ્ય, શિક્ષણ, કૃષિ અને કાયદા મંત્રાલય સહિત અનેક મહત્ત્વના સરકારી વિભાગોને જગ્યા આપવામાં આવી છે. હવે આ તમામ મુખ્ય મંત્રાલયો અહીંથી જ કામ કરશે.
– ગૃહ મંત્રાલય પણ શિફ્ટ થયું: અગાઉ, દેશનું ગૃહ મંત્રાલય છેલ્લા ૯૦ વર્ષથી નોર્થ બ્લોકમાંથી ચાલતું હતું, જે હવે જનપથ પર બનેલી નવી બિલ્ડિંગમાં શિફ્ટ




