અધિકારીઓને હાજર રહેવાની ચેતવણી જેલોમાં જાતિગત ભેદભાવ મુદ્દે સુપ્રીમની નારાજગી જેલોમાં ભેદભાવ રોકવા અને બોર્ડ ઓફ વિઝિટર્સની રચના અંગે માહિતી માગી, ૧૩ જાન્યુઆરીએ આગામી સુનાવણી થશે સુપ્રીમ કોર્ટે ભારતીય જેલોની અંદર થતા જાતિ આધારિત ભેદભાવ અને ‘બોર્ડ ઓફ વિઝિટર્સ’ની રચના સંબંધિત કેસમાં ૨૩ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ઉદાસીનતા પર ભારે નારાજગી વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ દુર્ભાગ્યપૂર્ણ અને “ખૂબ જ દુ:ખદ” છે કે ૨૩ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ જેલોની અંદર થતા ભેદભાવ સંબંધિત કેસમાં કેન્દ્ર દ્વારા માંગવામાં આવેલી માહિતી હજુ સુધી પૂરી પાડી નથી.ઓક્ટોબર ૨૦૨૪માં આપેલા એક ઐતિહાસિક ચુકાદામાં સુપ્રીમ કોર્ટે જાતિ આધારીત ભેદભાવ પર રોક લગાવી દીધી હતી. જેમાં શારીરિક પરીશ્રમની વહેંચણી, બેરેકને અલગ અલગ કરવા અને ડી-નોટિફાઈડ જનજાતિઓ અથવા રીઢા ગુનેગારો વિરુદ્ધ ભેદભાવ સામેલ હતા. કોર્ટે ૧૦ રાજ્યોના જેલ મેન્યુઅલના એ નિયમોને “ગેરબંધારણીય” ગણાવ્યા હતા જે આ પ્રકારના ભેદભાવને પ્રોત્સાહન આપતા હતા.જસ્ટિસ જે. બી. પારડીવાલા અને જસ્ટિસ મનમોહનની બેન્ચ ‘ભારતમાં જેલની અંદર ભેદભાવ’ નામના સુઓમોટો કેસની સુનાવણી કરી રહી છે. બેન્ચે કહ્યું હતું કે કેન્દ્રએ આ મામલામાં થયેલી વધુ પ્રગતિ દર્શાવતો નવો સ્ટેટસ રિપોર્ટ દાખલ કર્યાે છે. કોર્ટે કહ્યું હતું કે આ રિપોર્ટમાં મધ્યપ્રદેશ પોલીસ રેગ્યુલેશન્સ, ૧૯૩૭ અને મોડલ પ્રિઝન મેન્યુઅલ, ૨૦૧૬ હેઠળ રચાયેલા જિલ્લાવાર ‘બોર્ડ ઓફ વિઝિટર્સ’ સાથે જાેડાયેલા મુદ્દાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.બેન્ચે કહ્યું હતું કે આ રિપોર્ટ આ વર્ષે ૩૦ જૂલાઈ અને ૧૦ સપ્ટેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા જાહેર કરાયેલા ર્નિદેશોના અનુસંધાનમાં દાખલ કરવામાં આવ્યો હતો. ૩૦ જૂલાઈના તેના આદેશમાં સર્વાેચ્ચ અદાલતે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ચાર અઠવાડિયામાં તે ચોક્કસ જિલ્લાના મુખ્ય જિલ્લા ન્યાયાધીશના નેતૃત્વ હેઠળ જિલ્લાવાર ‘બોર્ડ ઓફ વિઝિટર્સ’ની રચના કરવાની ખાતરી કરવા ર્નિદેશ આપ્યો હતો.મંગળવારે આ મામલાની સુનાવણી કરતી વખતે બેન્ચે જણાવ્યું હતું કે રિપોર્ટમાં સૂચવવામાં આવ્યું છે કે સંબંધિત મંત્રાલયે તમામ સંબંધિત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના એડિશનલ મુખ્ય સચિવો/મુખ્ય સચિવો (ગૃહ)/ગૃહ સચિવો અને પોલીસ મર્હાનિદેશક (ડીજીપી)/પોલીસ વડાઓને પત્રો લખ્યા છે. જાેકે ૨૩ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોએ હજુ સુધી ભારતીય સંઘના ગૃહ વિભાગ દ્વારા માંગવામાં આવેલી માહિતીનો જવાબ આપ્યો નથી.અદાલતે નોંધ્યું કે વરિષ્ઠ વકીલ એસ. મુરલીધર આ બાબતમાં ‘એમિકસ ક્યુરી’ તરીકે કામ કરી રહ્યા છે, તેમણે અદાલતનું ધ્યાન દોર્યું છે કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ યોગ્ય સોગંદનામા કે અહેવાલો દ્વારા એ જણાવવું જરૂરી છે કે જિલ્લાવાર ‘બોર્ડ ઓફ વિઝિટર્સ’ની રચના કરવા અંગે અત્યાર સુધી શું પગલાં લેવામાં આવ્યા છે. પીઠે કહ્યું, “તે ખૂબ જ દુ:ખદ બાબત છે કે અહેવાલમાં ઉલ્લેખિત રાજ્યો કેન્દ્રના ગૃહ મંત્રાલયને કોઈ જવાબ આપી રહ્યા નથી.”કોર્ટે કહ્યું કે “અમે આજે સ્પષ્ટ જણાવી દઈએ છીએ કે જાે આગામી સુનાવણીની તારીખ સુધીમાં રાજ્યો જવાબ નહીં આપે, તો અમારે તે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો અથવા અગ્ર સચિવોને આ અદાલત સમક્ષ વ્યક્તિગત રીતે હાજર રહેવાનો આદેશ આપવો પડશે.” આ મામલાની આગામી સુનાવણી ૧૩ જાન્યુઆરીએ થશે.




