ર્નિણય ખોટા સાબિત થયો તો તરત રદ કરીશું જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાનો સુપ્રીમનો ઇનકાર સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે તેને આશા છે કે બંધારણીય સંસ્થા કાયદા પ્રમાણે કામ કરશે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દાખલ અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. આ મામલામાં દલીલો બાદ સુપ્રીમ કોર્ટે CEC જ્ઞાનેશ કુમારને હટાવવાની માગ નકારી દીધી. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે તેને આશા છે કે બંધારણીય સંસ્થા કાયદા પ્રમાણે કામ કરશે.
ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ બાગચી અને જસ્ટિસ વી.મોહનાની પીઠે મામલામાં ચૂંટણી પંચને નોટિસ ફટકારી જવાબ માગ્યો છે. અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો કે SIR, ફોર્મ-૬મા ફેરફાર અને ચૂંટણી પંચના ઘણા અન્ય ર્નિણય કાયદામાં નક્કી પ્રક્રિયાનું ઉલ્લંઘન કરવા તેવામાં આવ્યા. અરજીમાં કહેવામાં આવ્યું કે ચૂંટણી પંચ સાથ જાેડાયેલા કાયદા પ્રમાણે ર્નિણય સર્વસંમત્તિથી કે બહુમતથી લેવા જાેઈએ.
આ અરજી સામાજિક કાર્યકર્તા રાકેશ કુમાર સિંહ અને વકીલ શૈલેન્દ્ર મણિ ત્રિપાઠીએ દાખલ કરી છે. રાકેશ કુમાર તરફથી વરિષ્ઠ વકીલ વિકાસ સિંહ રજૂ થયા. તેમણે જનપ્રતિનિધિત્વ કાયદાના મૂળ સ્વરૂપ અને તેમાં કરવામાં આવેલા ફેરફારો સાથે કલમ ૧૦(૨) અને ૧૦(૩) નો હવાલો આપ્યો.
વિકાસ સિંહે દલીલ કરી કે નવા કાયદાએ મુખ્ય ચૂંટણી કમિશનરને ખુબ શક્તિશાળી બનાવી દીધા છે. તેમણે કહ્યું કે CEC ને નિવૃત્તિ બાદ પણ તપામાંથી સંરક્ષણ આપવામાં આવ્યું છે. સિંહે કહ્યું- પ્રધાનમંત્રી સુધીને આવી ઇમ્યુનિટી નથી. ત્યાં સુધી કે જજાેને પણ આવું સંરક્ષણ મળ્યું નથી.
તેના પર જસ્ટિસ બાગચીએ કહ્યુ કે પદ પર રહેતા સંરક્ષણ પહેલાથી કાયદામાં હતું. સિંહે જવાબ આપ્યો કે હવે કાયદા નિવૃત્તિ બાદ પણ સુરક્ષા આપે છે. CJI એ કહ્યું કે સંબંધિત કાયદાને પડકારનાર કેસ પહેલાથી પેન્ડિંગ છે. વિકાસ સિંહે કહ્યુ કે તેઓ આ મામલામાં કાયદાને પડકારી રહ્યાં નથી, પરંતુ તે જાેવા ઈચ્છે છે કે ચૂંટણી પંચમાં શું થઈ રહ્યું છે.
અરજી પર સુનાવણી કરતા ચીફ જસ્ટિસ સૂર્યકાંતની પીઠે સ્પષ્ટ સંકેત આપ્યો કે જાે ચૂંટણી પંચનો જવાબ જાેયા બાદ સાબિત થાય છે કે નિયમ અને સર્વસંમત્તિને નજરઅંદાજ કરી ર્નિણય લેવામાં આવ્યો તો, કોર્ટ તે ર્નિણયને પલટવામાં સંકોચ કરશે નહીં.
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું- નોટિસનો જવાબ આવવા દો. જાે ચૂંટણી પંચ અને રેકોર્ડથી તે સામે આવે છે કે અમુક ર્નિણય ત્રણ સભ્ય પંચની સર્વસંમત્તિ/બહુમત વગર એક તરફી લેવામાં આવ્યા છે, તો અમે તે બધા ર્નિણયને રદ્દ કરી નાખીશું. સીનિયર વકીલ વિકાસ સિંહે સુનાવણી પૂરી થવા સુધી CEC ની શક્તિઓ સસ્પેન્ડ કરવા કે તેમની શક્તિઓ પરત લેવાની માગ કરી. સીનિયર વકીલ મેનકા ગુરૂસ્વામીએ તેની સાથે જાેડાયેલી અરજીમાં ફોર્મ ૬મા કરવામાં આવેલા ફેરફારો પર સવાલ ઉઠાવ્યા અને જીૈંઇમાં મોટી ખામીઓનો આરોપ લગાવ્યો. કોર્ટે આ મામલાને એક સાથે જાેડી લીધો હતો. સીનિયર એડવોકેટ મેનકા ગુરૂસ્વામીનું કહેવું છે કે આ પડકાર એક રાષ્ટ્રીય સંસ્થા તરીકે ચૂંટણી પંચના કામકાજ સાથે જાેડાયેલો છે. તો ઝ્રઈઝ્રના આચરણ પર સવાલ ઉઠાવનારી પોતાની દલીલો પર અડગ છે.
તેમણે કોર્ટને કહ્યું- અમે આ દેશમાં નિષ્પક્ષ અને સ્વતંત્ર ચૂંટણીના માહોલમાં મોટા થયા છીએ. આજે તેવી સ્થિતિ નથી. તેના પર ચીફ જસ્ટિસે કહ્યું- અમે પણ અમારૂ હોમવર્ક કરીએ છીએ. અમે પણ આ મામલા વિશે જાણીએ છીએ.




