તાર્કિક વિસંગતતા ઓળખવા માટેનાં આધાર અંગે સ્પષ્ટતા જરૂરી ચૂંટણી પંચ સમજ્યા વિચાર્યા વગર નોટિસ મોકલી રહ્યું છે : સુપ્રીમ એસઆઇઆર હેઠળ ૩૩ લાખથી વધુ મતદારોને નજીવા કારણોસર નોટિસ આપવામાં આવી હોવાનો અરજકર્તાનો દાવો
દિલ્હીમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઇઆર) પ્રક્રિયા હેઠળ લોકોને સમજી વિચાર્યા વગર નોટિસ મોકલવામાં આવી રહી છે અને પંચે કેટલીક વધારાની સુરક્ષાત્મક વ્યવસ્થાઓ વિશે વિચારવું જાેઇએ તેમ સુપ્રીમ કોર્ટે મંગળવારે ચૂંટણી પંચને જણાવ્યું હતું.ચૂંટણી પંચ નોટિસ જારી કરવાના ચોક્કસ કારણોનો પૂરતો ખુલાસો કરવામાં નિષ્ફળ રહ્યું છે : અરજકર્તામુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ જાેયમાલ્ય બાગચી અને ન્યાયમૂર્તિ વી મોહનાની બેન્ચે ચૂંટણી પંચને જણાવ્યું હતું કે તાર્કિક વિસંગતતા ઓળખવા માટેનાં આધાર અંગે સ્પષ્ટતાની જરૂર છે.બેન્ચે ચૂંટણી પંચ વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ ડી એસ નાયડુને જણાવ્યું હતું કે લોકોને નોટિસ સમજી વિચાર્યા વગર આપવામાં આવી રહી છે. તપાસ કરો કે કોઇ વધારાની સુરક્ષાત્મક વ્યવસ્થાઓની જરૂર છે કે નહીં. તાર્કિક વિસંગતતા ઓળખવાના આધાર અંગે પણ સ્પષ્ટતાની જરૂર છે.બેન્ચ એક એવી અરજી પર સુનાવણી કરી રહી હતી જેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે ચૂંટણી પંચ અને દિલ્હીનાં મુખ્ય ચૂંટણી અધિકારી નોટિસ જારી કરવાના ચોક્કસ કારણોનો પૂરતો ખુલાસો કરવામાં નિષ્ફળ રહ્યાં છે.અંજલિ ભારદ્વાજ અને અમૃતા જાેહરી દ્વારા દાખલ કરવામાં આવેલી જનહિત અરજી (પીઆઇએલ)માં તાર્કિક વિસંગતતાઓની શ્રેણી હેઠળ મતદારોનાં વર્ગીકરણને સંચાલિત કરતા માપદંડો, વ્યાખ્યાઓ, અલ્ગોરિધમ પરિણામો અને કાર્યકારી માર્ગદર્શિકાઓ જાહેર કરવાની પણ માંગ કરવામાં આવી હતી.સુનાવણી દરમિયાન અરજદારો વતી હાજર રહેલા વકીલ પ્રશાંત ભૂષણે રજૂઆત કરી હતી કે આ પ્રક્રિયા ચોંકાવનારી રીતે ચાલી રહી છે કારણકે ૩૩ લાખથી વધુ મતદારોને નજીવા કારણોસર નોટિસ આપવામાં આવી છે.




