(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા ધ્વારા) સુરત
દેશની સુપ્રિમ કોર્ટે જણાવ્યું કે બાળકો ને ઇન્ટરનેટ મેળવવાનો અધિકાર છે કારણ કે દેશના દૂર ના ગામડાઓમાં શિક્ષણ કાર્ય માટે ઇન્ટરનેટ સેવાઓ અનિવાર્ય છે. ચાલો આપણે માની લઈએ કે બાળકો ને ઇન્ટરનેટ મેળવવાનો અધિકાર છે.
પરંતુ આજના આધુનિક યુગ માં સ્માર્ટ મોબાઈલ ફોન હવે એવા નાના બાળકોના હાથમાં પણ પહોંચી ગયા છે જેમણે હજુ શાળાનું પગથિયું પણ ચડયું નથી. નાની ઉંમરે બાળકોમાં મોબાઈલ નો વધતો વપરાશ ચિંતાનો વિષય બની રહ્યો છે. એક તરફ બાળકોના હાથમાં પુસ્તકો હોવા જોઈએ ત્યાં બીજી તરફ મોબાઈલ ફોનમાં મનોરંજન માણતા બાળકો જોવા મળી રહ્યા છે.
બજાર માં રસ્તા પર બેસી મોબાઈલ ફોન ચાલુ કરી મનોરંજન માણતા નાના ભૂલકાઓના દ્રશ્યો જોવા મળી રહયા છે. નાની ઉંમરે જ મોબાઈલ પ્રત્યે વધતું આકર્ષણ બાળકોના અભ્યાસ, રચનાત્મક અને શારીરિક પ્રવૃત્તિઓ પર કેવી અસર કરશે તે અંગે સવાલો ઉભા થઈ રહયા છે.
બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓએ પણ સજાગ બનવાની જરૂર છે. બાળકોને મોબાઈલ આપવાને બદલે પુસ્તકો વાંચવા, મેદાન માં રમવા અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ તરફ પ્રોત્સાહિત કરવામાં આવે તો તેમના સર્વાંગી વિકાસ માં મદદ મળી શકે છે.
આજકાલ તો રસ્તાની બાજુએ કે બિલ્ડીંગ ના બાંધકામ માં મજુરી કરતા દંપતિઓ પણ પોતાના રડતા બાળકના હાથમાં મોબાઈલ આપીને રડતો બંધ કરે છે. અરે ! ઘર માં ઘોડીયા માં રડતા બાળકના હાથમાં સારા ઘરની ગૃહિણી ઓ પણ મોબાઈલ પકડાવી રડતા બાળક ને બંધ કરીને કામ કરતી થઇ ગઈ છે. આમ જયાં મોબાઈલ ઘોડીયા માંથી જ બાળકના હાથ માં પકડાવી દેતા બાળક ને મોબાઈલ નું વળગણ લાગવાનું જ છે.




