(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા ધ્વારા) સુરત
ભારતમાં રાજકીય સત્તા મેળવવાનો રંગ એટલો ઘેરો બનતો જાય છે કે સામાન્ય ચૂંટણીઓ પણ મીની યુધ્ધની જેમ લડાતી જોવા મળે છે. જ્યાં સામાન્ય પ્રજા રોજિંદા ભ્રષ્ટાચાર અને મોંઘવારીથી ત્રસ્ત છે તે મતદાન નથી કરતી એવી ચૂંટણીઓ પણ દરેક પક્ષ દાંત કચકચાવીને લડતો જોવા મળે છે.
ગઇકાલે વિધાન પરિષદની ચૂંટણીના પરિણામો જાહેર થયા ત્યારે ઇલેક્ટ્રોનિક મિડિયાએ તેનું વિધાનસભાની ચૂંટણીના પરિણામોની જેમ તેનું રિપોર્ટિંગ કર્યું હતું. ક્યારેય વિધાન પરિષદ (લેજિસ્લેટિવ કાઉન્સિલ) ની ચૂંટણીઓને નેશનલ લેવલે મોટું કવરેજ નથી મળતું, કેમ કે તેની સીધી અસર વર્તમાન સરકારોની કામગીરી પર નથી પડતી. સામાન્ય રીતે પ્રજા વિધાન પરિષદને એક શાંત અને માત્ર ઔપચારિક ગૃહ ગણે છે. તેનો કોઈ રાજકીય પ્રભાવ નથી હોતો. અને રાજકીય પક્ષો પણ તેને બહુ મહત્વ નથી આપતા હોતા. પરંતુ તાજેતરની ઓક્ટોબર-૨૦૨૬ની વિધાન પરિષદ ચૂંટણીઓની આસપાસ સર્જાયેલા રાજકીય તોફાને તેને હાઈ-સ્ટેક્સ યુધ્ધ મેદાનમાં ફેરવી દીધું છે. ઉત્તરપ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર અને કર્ણાટકની ૨૮ વિધાન પરિષદ બેઠકોના તાજેતરના ચૂંટણી પરિણામોએ ત્રણ મુખ્ય કારણોસર રાષ્ટ્રીય સ્તરે ભારે ચર્ચા જગાવી હતી. કેમકે કોંગ્રેસની આગેવાની હેઠળના વિપક્ષો લાંબા સમયથી ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો વિરોધ કરી રહ્યા છે અને બેલેટ પેપર તરફ પાછા વળવાની માંગ કરી રહ્યા છે. વિધાન પરિષદની સ્નાતક અને શિક્ષક મતવિસ્તારોની ચૂંટણીઓ પરંપરાગત રીતે બેલેટ પેપર દ્વારા થાય છે. તેથી આ ચૂંટણી ચક્ર એક લિટમસ ટેસ્ટ બની ગયું હતું. જ્યારે સામાન્ય ચૂંટણીઓથી વિપરીત આ MLC ચૂંટણીઓમાં માત્ર નોંધાયેલા સ્નાતકો અને શિક્ષકો જેવા ઉચ્ચ શિક્ષિત વર્ગ જ મતદાન કરે છે. આમ ભલે સામાન્ય જનતા રોજબરોજની વિધાન પરિષદની ચર્ચાઓ પર બહુ ધ્યાન ન આપતી હોય, પરંતુ રાજકીય પક્ષો માટે આત્મવિશ્વાસ વધારતું હથિયાર છે.




