વિકાસ અને સમૃદ્ધિની કરી કામના વડાપ્રધાને છ રાજ્યોના સ્થાપના દિવસ નિમિત્તે પાઠવી શુભેચ્છા મધ્યપ્રદેશ, છત્તીસગઢ, હરિયાણા, કર્ણાટક, તમિલનાડુ અને કેરળના નાગરિકોને મોદીએ અભિનંદન પાઠવ્યાં દેશનાં છ રાજ્યોના સ્થાપના દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, હરિયાણા, કર્ણાટક, તમિલનાડુ અને કેરળના નાગરિકોને શુભેચ્છા પાઠવી હતી. તેમણે આ રાજ્યોના નાગરિકોના સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સતત પ્રગતિની કામના કરી હતી. સાથે જ વિવિધ ક્ષેત્રોમાં આ રાજ્યો દ્વારા આપવામાં આવેલા યોગદાનની પ્રશંસા પણ કરી હતી.
દર વર્ષે ૧ નવેમ્બરે આ છ રાજ્યોનો સ્થાપના દિવસ ઉજવવામાં આવે છે. આ અવસરે વડાપ્રધાને વિવિધ સંદેશાઓ દ્વારા રાજ્યોની ઐતિહાસિક, સાંસ્કૃતિક અને આર્થિક વિશેષતાઓનો ઉલ્લેખ કર્યો હતો.
છત્તીસગઢના સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવતાં વડાપ્રધાન મોદીએ રાજ્યની સમૃદ્ધ આદિવાસી સંસ્કૃતિ, લોકપરંપરાઓ અને કુદરતી સંપત્તિનાં વખાણ કર્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં નક્સલવાદની સમસ્યા દૂર થવાની દિશામાં થઈ રહેલી પ્રગતિ અને વિકાસના માર્ગે આગળ વધતું છત્તીસગઢ જાેવું આનંદદાયક છે. તેમણે રાજ્યના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી.
હરિયાણાના સ્થાપના દિવસ પર વડાપ્રધાને રાજ્યના ખેડૂતો, ખેલાડીઓ અને સૈનિકોના યોગદાનની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે હરિયાણાના નાગરિકોએ કૃષિ, રમતગમત, સંરક્ષણ, ઉદ્યોગ અને શિક્ષણ સહિતનાં વિવિધ ક્ષેત્રોમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે.
રાજ્યની મહેનતુ જનતાના યોગદાનને બિરદાવતાં તેમણે હરિયાણાની સતત પ્રગતિ અને સમૃદ્ધિની કામના કરી હતી. વડાપ્રધાને મધ્યપ્રદેશને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને કુદરતી સૌંદર્ય ધરાવતું રાજ્ય ગણાવ્યું હતું. તેમણે કૃષિ, ઉદ્યોગ, પ્રવાસન અને શિક્ષણ ક્ષેત્રે રાજ્ય દ્વારા કરવામાં આવેલી પ્રગતિની પ્રશંસા કરી હતી. સાથે જ રાજ્યના નાગરિકો માટે સુખાકારી અને વિકાસની નવી તકો ઊભી થાય તેવી આશા વ્યક્ત કરી હતી.
કર્ણાટકના સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવતાં વડાપ્રધાને રાજ્યની ટેકનોલોજી ક્ષેત્રે રહેલી આગવી ઓળખનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ૈં્, બાયોટેકનોલોજી, એરોસ્પેસ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (છૈં) અને સ્ટાર્ટઅપ ક્ષેત્રે કર્ણાટકની સિદ્ધિઓને બિરદાવી હતી. દેશના ટેકનોલોજી અને નવીનતા ક્ષેત્રે રાજ્યનું યોગદાન મહત્ત્વપૂર્ણ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
કેરળના નાગરિકોને શુભેચ્છા પાઠવતાં વડાપ્રધાન મોદીએ રાજ્યની શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે રહેલી સિદ્ધિઓની પ્રશંસા કરી હતી. તેમણે વિજ્ઞાન સહિતના વિવિધ ક્ષેત્રોમાં કેરળના યોગદાનને પણ બિરદાવ્યું હતું.
રાજ્યના નાગરિકો માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિની કામના સાથે તેમણે કેરળના ઉજ્જવળ ભવિષ્યની આશા વ્યક્ત કરી હતી.
તમિલનાડુના સ્થાપના દિવસ નિમિત્તે વડાપ્રધાને રાજ્યના ઔદ્યોગિક અને આર્થિક વિકાસની પ્રશંસા કરી હતી. તેમણે ઓટોમોબાઇલ, ટેક્સટાઇલ, ઇલેક્ટ્રોનિક્સ, અવકાશ ટેકનોલોજી અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે તમિલનાડુની પ્રગતિનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ ક્ષેત્રોમાં રાજ્યએ પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. સાથે જ તમિલનાડુના નાગરિકોની પ્રગતિ અને સમૃદ્ધિ માટે શુભકામનાઓ પાઠવી હતી.




