
ક્લાર્કોના મોબાઈલ ફોનની તપાસથી ખુલ્યો મામલો સબ રજિસ્ટ્રાર ઓફિસમાં દરોડા પડ્યા તો મળ્યો કુબેરનો ખજાનો ACB સબ-રજિસ્ટ્રાર ઓફિસના બે અધિકારીઓના ઘરે પણ દરોડા પાડીને કરોડો રૂપિયાનું સોનું-ચાંદી અને રોકડ રકમ જપ્ત કરી
તેલંગાણાના વારંગલ જિલ્લામાં આવેલી સબ-રજિસ્ટ્રાર ઓફિસમાં ભ્રષ્ટાચારનો મોટો મામલો સામે આવ્યો છે. તેલંગાણા એન્ટી-કરપ્શન બ્યુરો (ACB) એ ગઈકાલે એટલે કે, ૨ એપ્રિલે વારંગલ (ગ્રામીણ) સબ-રજિસ્ટ્રાર ઓફિસ પર અચાનક દરોડા પાડ્યા અને ગેરકાયદેસર વ્યવહારો, નોંધણી વગરના દસ્તાવેજાે અને અનધિકૃત એજન્ટોની ભૂમિકાનો ખુલાસો કર્યો છે. આ દરોડા વારંગલ રેન્જના ACB અધિકારીઓએ હનુમાકોંડા જિલ્લાના વારંગલ (ગ્રામીણ)માં સ્થિત સબ-રજિસ્ટ્રાર ઓફિસમાં પાડ્યા હતા. આ દરોડામાં અનેક મહત્વના ખુલાસા થયા બાદ ACB સબ-રજિસ્ટ્રાર ઓફિસના બે અધિકારીઓના ઘરે પણ દરોડા પાડીને કરોડો રૂપિયાનું સોનું-ચાંદી અને રોકડ રકમ જપ્ત કરી છે.
ACB વારંગલ રેન્જ ટીમની તપાસ દરમિયાન ઓફિસ પરિસરમાં ૨૦ અનધિકૃત એજન્ટ અને ક્લાર્ક કામ કરતા જાેવા મળ્યા હતા. અધિકારીઓએ સ્થળ પરથી ૪૭,૪૫૦ રૂપિયા રોકડા અને ૭૦ નોંધણી વગરના દસ્તાવેજાે જપ્ત કર્યા છે, જે જમીન અને મિલકત સાથે જાેડાયેલા વ્યવહારોમાં ગંભીર ગેરરીતિઓ તરફ ઈશારો કરે છે.
જ્યારે ક્લાર્કોના મોબાઈલ ફોનની તપાસ કરવામાં આવી ત્યારે તપાસ વધુ ગંભીર બની ગઈ હતી. ACB જણાવ્યા અનુસાર, સબ-રજિસ્ટ્રાર ઓફિસર-I જમાલાપુરમ રામચંદ્ર રાવ અને સબ-રજિસ્ટ્રાર ઓફિસર-II દાવુલુરી આનંદ વચ્ચે કથિત રીતે વોટ્સએપ ચેટ સામે આવી છે. આ ચેટ્સમાં છેલ્લા એક વર્ષ દરમિયાન PhonePe દ્વારા કરવામાં આવેલા અંદાજે ૪૨.૦૩ લાખ રૂપિયાના વ્યવહારોનો ઉલ્લેખ છે, જે અધિકારીઓ અને દસ્તાવેજ લખનારાઓ વચ્ચેના કથિત ગેરકાયદે સોદાઓ તરફ નિર્દેશ કરે છે. આ ઉપરાંત, તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, ૨૦૪ નોંધાયેલા દસ્તાવેજાે જે પહેલાથી જ જનતાને સોંપી દેવા જાેઈતા હતા, તે હજુ પણ બંને સબ-રજિસ્ટ્રાર અધિકારીઓ પાસે પડતર હતા.
દરોડા પછી ACB બંને અધિકારીઓના ઘરે પણ એકસાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન ૨૪.૬૧ લાખ રૂપિયા રોકડા, ૮૧૯.૫ ગ્રામ સોનાના દાગીના (અંદાજે ૧.૨૩ કરોડ રૂપિયા) અને ૨.૬ કિલોગ્રામ ચાંદીના દાગીના મળી આવ્યા હતા. આ ઉપરાંત, સબ-રજિસ્ટ્રાર દાવુલુરી આનંદના ઘરેથી કપિલ ચિટ્સમાં ૩૦.૧૦ લાખ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ (FD) સાથે જાેડાયેલા દસ્તાવેજાે પણ મળી આવ્યા છે. તેની સાથે જ ACB અધિકારીઓએ જણાવ્યું કે, આખા મામલાનો વિગતવાર રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જે આગળની કાર્યવાહી માટે રાજ્ય સરકારને સોંપવામાં આવશે.





