વન-ડે સિરીઝમાં ઇંગ્લેન્ડની વાપસી ઇંગ્લેન્ડે બીજી વન-ડે મેચમાં ભારતને ૪ વિકેટે હરાવ્યું જાે રૂટ પોતાની વન-ડે કરિયરની ૨૧મી સદીથી માત્ર એક જ રન દૂર રહી ગયો હતો અને ૯૯ રને અણનમ પરત ફર્યાે અનુભવી બેટ્સમેન જાે રૂટની અણનમ ૯૯ રનની શાનદાર ઇનિંગના દમ પર ઇંગ્લેન્ડે બીજી વન-ડે મેચમાં ભારતને ૪ વિકેટે હરાવ્યું છે. સોફિયા ગાર્ડન્સ ખાતે રમાયેલા આ રોમાંચક મુકાબલામાં જાે રૂટ ભારતીય બોલરો સામે એક મજબૂત દીવાલ બનીને ઊભો રહ્યો હતો અને અંત સુધી ક્રિઝ પર ટકી રહ્યો હતો. આ વિજય સાથે જ ઇંગ્લેન્ડે ત્રણ મેચોની વન-ડે સિરીઝમાં ૧-૧ ની બરાબરી કરી લીધી છે. હવે સિરીઝની ટ્રોફી કોણ જીતશે તેનો નિર્ણાયક ફેંસલો રવિવારે લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર રમાનારી અંતિમ વન-ડેમાં થશે.આ મેચમાં ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત સારી રહી નહોતી. મિડલ ઓર્ડરમાં શ્રેયસ અય્યર (૬૬ રન) અને વિરાટ કોહલી (૬૫ રન) એ શાનદાર અડધી સદીઓ ફટકારીને ટીમને સંભાળવાનો પ્રયાસ કર્યાે હતો. જાેકે, આ બંને સિવાય અન્ય કોઈ બેટ્સમેન મોટી ઇનિંગ રમી શક્યો નહોતો અને પૂરી ભારતીય ટીમ ૪૪ ઓવરમાં માત્ર ૨૩૩ રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. અંતિમ ઓવરોમાં જસપ્રીત બુમરાહે કેટલાક આકર્ષક શોટ્સ રમીને અણનમ ૨૦ રનનું યોગદાન આપ્યું હતું. ઇંગ્લેન્ડ તરફથી જાેળા આર્ચર અને ગસ એટકિન્સને ધારદાર બોલિંગ પ્રદર્શન કરીને ૩-૩ વિકેટ ઝડપી હતી.૨૩૪ રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમની શરૂઆત પણ ઘણી નબળી રહી હતી અને તેમણે માત્ર ૫૩ રનમાં જ પોતાની ૩ મુખ્ય વિકેટો ગુમાવી દીધી હતી. આવા કપરા સમયે જાે રૂટે એક છેડો સાચવી રાખ્યો અને અત્યંત ધૈર્યપૂર્વક બેટિંગ કરીને ટીમને જીતના ઉંબરે પહોંચાડી હતી. રૂટને મિડલ ઓર્ડરમાં વિલ જેક્સ (૩૦), સેમ કરન (૨૬) અને અંતમાં ગસ એટકિન્સન (અણનમ ૨૩) નો સારો સાથ મળ્યો હતો.જાે રૂટ પોતાની વન-ડે કરિયરની ૨૧મી સદીથી માત્ર એક જ રન દૂર રહી ગયો હતો અને ૯૯ રને અણનમ પરત ફર્યાે હતો. જાેકે, તેણે પોતાના વ્યક્તિગત રેકોર્ડ કરતાં ટીમની જીતને વધુ મહત્વ આપ્યું હતું. આ મેચમાં ઇંગ્લેન્ડે ૩૫ બોલ બાકી રાખીને જ લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. નોંધનીય છે કે, જાે રૂટનો વન-ડે કરિયરમાં આ સતત પાંચમો ૫૦+ સ્કોર છે અને તેની ઓવરઓલ કરિયરનો ૬૭મો પચાસથી વધુનો સ્કોર છે. હવે રવિવારે રમાનારી લોર્ડ્સ વન-ડે પર તમામ ક્રિકેટ પ્રેમીઓની નજર રહેશે.





