
રમતગમત ક્ષેત્રે રૂ. ૧૩૩૧ કરોડની જાેગવાઇ.અમદાવાદ શહેર બનશે ‘ઓલિમ્પિક રેડી સિટી’.આ પ્રોજેક્ટ દ્વારા અમદાવાદને ભવિષ્યમાં ઓલિમ્પિકની યજમાની કરવા માટે સુસજ્જ કરવામાં આવશે.ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈ સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને એક નવો વિક્રમ સ્થાપિત કર્યો છે. નાણામંત્રી કનુ દેસાએ બજેટ દરમિયાન અનેક મોટી જાહેરાતો કરી છે. ગુજરાત બજેટ ૨૦૨૬-૨૭ માં દરેક વિભાગનો માટે અનેક જાેગવાઈ કરવામાં આવી છે. અમદાવાદને સ્પોર્ટ્સ હબ બનાવવા બજેટમાં અનેક મોટી જાહેરાતો કરવામાં આવી છે.
વર્ષ ૨૦૩૦ની કોમનવેલ્થ ગેમ્સના યજમાન બનવા અને શહેરને ‘ઓલિમ્પિક રેડી સિટી’ તરીકે વિકસાવવા માટે સરકારે રૂ. ૧૨૭૮ કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ દ્વારા અમદાવાદને ભવિષ્યમાં ઓલિમ્પિકની યજમાની કરવા માટે સજ્જ કરવામાં આવશે. આ રોકાણ માત્ર રમતગમત ક્ષેત્રે જ નહીં પરંતુ શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રવાસન ક્ષેત્રે પણ મોટો ઉછાળો લાવશે તેવું માનવામાં આવે છે.
અમદાવાદ શહેરમાં વિશ્વકક્ષાની સુવિધાઓ ધરાવતા નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને સ્ટેડિયમનું નિર્માણ કરવામાં આવશે. રમતવીરો અને પ્રેક્ષકોની અવરજવર માટે સ્પોર્ટ્સ વેન્યુઝને મેટ્રો અને BRTS જેવી આધુનિક જાહેર પરિવહન સેવાઓ સાથે જાેડાશે.
રમતગમત ક્ષેત્રે રૂ. ૧૩૩૧ કરોડની જાેગવાઇ
* અમદાવાદને ઓલિમ્પિક રેડી સિટી બનાવવા અને SVP સ્પોર્ટસ એન્ક્લેવના વિકાસ માટે રૂ.૫૦૦ કરોડની જાેગવાઇ.
* વિવિધ જિલ્લાઓમાં સ્પોર્ટસ કોમ્પ્લેક્ષના ઇન્ફ્રાસ્ટ્રકચરના વિકાસ અર્થે રૂ.૧૬૫ કરોડની જાેગવાઇ કરવામાં આવી છે.
* અમદાવાદ-ગાંધીનગર ખાતે રમતગમતને લગતી આંતરમાળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે રૂ.૧૦૧ કરોડની જાેગવાઇ.
* કરાઈ ખાતે ઓલિમ્પિક કક્ષાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા રૂ.૧૦૦ કરોડની જાેગવાઇ.
* ગાંધીનગર ખાતે પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટરના નિર્માણ માટે રૂ.૧૦૦ કરોડની જાેગવાઇ.
* વૈશ્વિક કક્ષાના હોકી સ્ટેડીયમના નિર્માણ માટે રૂ.૯૦ કરોડની જાેગવાઇ.
* પુરાતત્વ અને સંગ્રહાલય ક્ષેત્રે રૂ.૨૨૬ કરોડની જાેગવાઇ.
* રાજ્ય રક્ષિત પુરાતત્વીય સ્મારકોના વિકાસ અને સંરક્ષણ માટે રૂ.૫ કરોડની જાેગવાઇ.
* જિલ્લા તથા તાલુકા ગ્રંથાલયોના નિર્માણ માટે રૂ.૧૨૮ કરોડની જાેગવાઇ.
* ૪ સ્માર્ટ જિલ્લા ગ્રંથાલયોના વિકાસ માટેનું આયોજન છે.
* નવરચિત ૧૭તાલુકા મથકો ખાતે નવા ગ્રંથાલયો શરૂ કરવાનું આયોજન છે.
* ગુજરાતની ધરોહરને ઉજાગર કરવા સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન માટે રૂ.૮ કરોડની જાેગવાઇ.
* નિયામકશ્રી, અભિલેખાગાર હસ્તકની કચેરીઓના આર્કાઇવલ રેકર્ડના સંરક્ષણ અને પુન: સ્થાપન માટે રૂ.૩ કરોડની જાેગવાઇ કરવામાં આવી છે.




