
માઈકલ બેવનને પછાડીને રેકોર્ડ પોતાના નામે કર્યો.રુતુરાજ ગાયકવાડે ક્રિકેટની દુનિયામાં રચ્યો ઈતિહાસ.ગાયકવાડે લિસ્ટ A ક્રિકેટમાં સૌથી વધુ સરેરાશ મેળવી.ભારતના સ્ટાર બેટ્સમેન રુતુરાજ ગાયકવાડે એ કારનામું કરી બતાવ્યું છે, જે અત્યાર સુધી વિશ્વનો કોઈ બેટ્સમેન કરી શક્યો નથી. તેણે લિસ્ટ-છ ક્રિકેટમાં એક નવો ઈતિહાસ રચ્યો છે. તેણે ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ ખેલાડી માઈકલ બેવનનો રેકોર્ડ તોડ્યો છે. ત્યારે આ લેખમાં ગાયકવાડે કયો રેકોર્ડ તોડ્યો છે, તેના વિશે આ લેખમાં જાણીશું. રુતુરાજ ગાયકવાડ હાલમાં વિજય હજારે ટ્રોફીમાં રમી રહ્યા છે. તેણે શાનદાર પ્રદર્શન કર્યું છે. રુતુરાજ ગાયકવાડે લિસ્ટ A ક્રિકેટમાં સૌથી વધુ સરેરાશ મેળવી છે. ગુરુવારે જ્યારે તેણે બીજી મેચ રમી ત્યારે તેની સરેરાશ ૫૮.૮૩ પર પહોંચી ગઈ. તેણે ફક્ત ૯૫ મેચમાં આ રેકોર્ડ હાંસલ કર્યો. અગાઉ લિસ્ટ A ક્રિકેટમાં આ રેકોર્ડ માઈકલ બેવનના નામે હતો. માઈકલ બેવને તેની કારકિર્દીમાં કુલ ૪૨૭ લિસ્ટ છ મેચ રમી હતી અને તેની સરેરાશ ૫૭.૮૬ હતી. ત્યારબાદ ઇંગ્લેન્ડના સેમ હેનનો નંબર આવે છે. તેણે ૬૪ લિસ્ટ છ મેચ રમી છે અને ૫૭.૭૬ની સરેરાશથી રન બનાવ્યા છે. જાેકે, સેમે ૨૦૨૩ પછી કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી.
માઈકલ બેવનને હજુ પણ તેના સમયનો એક મહાન ખેલાડી માનવામાં આવે છે. તેણે ૧૯૯૪માં રમવાની શરૂઆત કરી હતી અને ૨૦૦૪માં પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. આનો અર્થ એ થયો કે તે લગભગ ૨૨ વર્ષ પહેલા નિવૃત્તિ લઈ ચૂક્યા છે. તેનો રેકોર્ડ હવે તૂટ્યો છે જે દર્શાવે છે કે આ કેટલો મુશ્કેલ રેકોર્ડ હતો. લિસ્ટ છ ક્રિકેટમાં ODI મેચનો સમાવેશ થાય છે, પછી ભલે તે વનડે ઇન્ટરનેશનલ હોય કે ડોમેસ્ટિક ટુર્નામેન્ટ મેચ.
રુતુરાજ ગાયકવાડ વિજય હજારે ટ્રોફીમાં મહારાષ્ટ્ર તરફથી રમી રહ્યો છે. તેણે ગોવા સામે શાનદાર સદી ફટકારી હતી. ગાયકવાડે ૧૩૧ બોલમાં ૧૩૪ રનની શાનદાર ઇનિંગ રમી. તેણે પોતાની ઇનિંગમાં ૮ ચોગ્ગા અને ૬ છગ્ગા ફટકાર્યા. અગાઉ જ્યારે તે ભારત માટે ODI રમ્યો હતો, ત્યારે તેણે શાનદાર સદી ફટકારી હતી. તેમ છતાં તેને ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ODI શ્રેણીમાં તક મળી નથી.




