જાેઈ લો પાવરફુલ બોન્ડિંગ બ્રિક્સમાં જેની સૌ આતુરતાથી રાહ જાેઈ રહ્યા હતા, એ તસવીર આવી ગઈ બ્રિક્સ સંમેલનના મંચ પર કેટલાય પાવરફુલ વર્લ્ડ લીડર હાજર
બ્રિક્સ સંમેલનના મંચ પર કેટલાય પાવરફુલ વર્લ્ડ લીડર હાજર છે. આજે ચીનના રાષ્ટ્રપતિ શી ઝિનપિંગ પણ સંમેલનમાં પહોંચી ચુક્યા છે. ત્યાર બાદ જે તસવીર સામે આવી છે, જેની લાંબા સમયથી રાહ જાેવાઈ રહી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રિક્સ સંમેલનના પહેલા દિવસે એ પાવર ફ્રેમ શેર કરી છે, જેમાં ઇૈંઝ્ર એટલે કે, રશિયા, ભારત અને ચીનની તાકાત દેખાઈ રહી છે. આ તસવીરમાં ત્રણેય લીડર્સ એકબીજાના હાથ પકડેલા જાેવા મળે છે. આ એ જ તસવીર છે, જેને જાેઈને દુનિયાના કેટલાય દેશોમાં આગ લાગવાની છે. પીએમ મોદી, રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને શી ઝિનપિંગે હાથ પકડી એક પાવરફુલ જિયોપોલિટિકલ મેસેજ આપી દીધો છે.
કૂટનીતિની દુનિયામાં કેટલીય વાર મોટા મોટા ભાષણો અને સત્તાવાર નિવેદનોથી વધારે અસરકારક એ તસવીરો હોય છે, જે કેમેરામાં કેદ થઈ જાય છે. બ્રિક્સ સંમેલન દરમ્યાન સામે આવેલી તસવીર પણ કંઈક આવી જ છે.
તસવીરમાં સ્પષ્ટ જાેઈ શકાય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક તરફ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ઊભા છે અને બીજી તરફ ચીનના રાષ્ટ્રપતિ શી ઝિનપિંગ છે. ત્રણેય નેતા એક બીજાના હાથ પકડેલા છે. સાથે જ એકદમ ઉષ્માભર્યા અંદાજમાં વાત કરતા દેખાઈ રહ્યા છે. આ ઉપરાંત લાલ કાલિન પર પીએમ મોદી અને રાષ્ટ્રપતિ પુતિન એક સાથે હસતા હસતા ઈરાનના રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાન સાથે વાતચીત કરતા દેખાઈ રહ્યા છે કે નેતાઓ વચ્ચે ખાલી ઔપચારિક સંબંધ નથી, પણ એક મજબૂત પર્સનલ કેમિસ્ટ્રી પણ જાેવા મળે છે.
ગ્લોબલ મીડિયામાં આ ફોટો આવતા હાહાકાર મચી ગયો. કૂટનીતિક જાણકારો તેને વર્ષની સૌથી શક્તિશાળી તસવીર ગણાવી રહ્યા છે. કેમ કે આ ત્રણ એવા દેશોના પ્રમુખોની તસવીર છે, જે મળીને દુનિયાની એક બહુ મોટી વસ્તી અને અર્થવ્યવસ્થાને લીડ કરે છે. જ્યારે પણ ભારત, રશિયા અને ચીનના ટોપ લીડર્સ એક મંચ પર આટલી આત્મિયતાથી એક સાથે આવે છે, તો વોશિંગટનથી લઈ યૂરોપિયન દેશોની રાજધાની શહેરોમાં હલચલ વધે તે સ્વાભાવિક છે.
સુપરપાવર બ્લોકને પડકાર: અમેરિકા અને તેના સહયોગી પશ્ચિમી દેશ હંમેશાથી બ્રિક્સ જેવા સંગઠનને એક નવો પડકાર તરીકે જાેઈ રહ્યા છે. તેમને ડર છે કે રશિયા અને ચીન મળીને એક એવું જૂથ તૈયાર કરી રહ્યા છે, જે ડોલર અને પશ્ચિમી દેશોના આર્થિક દબદબાને ડાયરેક્ટ પડકાર આપી શકે છે.
ટ્રમ્પ અને અમેરિકી નીતિ પર અસર: અમેરિકાના રાજકીય કોરિડોરમાં પહેલા પણ આ પ્રકારની તસવીરો પર તીખી પ્રતિક્રિયા જાેવા મળે છે. વોશિંગટનમાં હંમેશા એ ચિંતા રહે છે કે જાે ભારત, રશિયા અને ચીન એક સાથે મળીને આર્થિક અને રણનીતિક નીતિઓ બનાવવા લાગશે તો વૈશ્વિક ર્નિણય લેવાની શક્તિ પશ્ચિમી દેશોના હાથમાંથી નીકળી જશે.
ગ્લોબલ સાઉથનો બુલંદ અવાજ: આ તસવીરથી એ પણ સંદેશ ગયો છે કે દુનિયા હવે ખાલી અમુક પશ્ચિમી દેશોના ઈશારા પર નહીં ચાલે. વિકાસશીલ અને ઊભરતી અર્થવ્યવસ્થા હવે પોતાના ર્નિણય ખુદ લેવા માટે સક્ષમ છે.




