
૧૩ લોકોના મોત નિપજ્યા.ગાઝા બાદ વધુ એક મુસ્લિમ દેશ પર ઈઝરાયલે કર્યો મોટો હુમલોઈઝરાયલે દક્ષિણ સીરિયાના એક ગામ પર હુમલો કર્યો.ગાઝા બાદ હવે ઈઝરાયલે દક્ષિણ સીરિયાના એક ગામને નિશાન બનાવ્યું છે. ગામમાં રાત્રિના સમયે સર્ચ ઓપરેશન દરમિયાન ગોળીબારમાં ઓછામાં ઓછા ૧૩ લોકોના મોત થયા છે. સીરિયાની ન્યૂઝ એજન્સી જીછદ્ગછએ આ વાતની પુષ્ટિ કરી છે. સીરિયાના વિદેશ મંત્રાલયે ઈઝરાયલના આ ઓપરેશનની નિંદા કરી છે. સીરિયાના વહીવટીતંત્રે તેને યુદ્ધ અપરાધ ગણાવ્યો અને કહ્યું કે, ઈઝરાયલ ફરી એકવાર આ પ્રદેશમાં અશાંતિ અને હિંસા ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. હુમલામાં ઘાયલ થયેલા ઇયાદ તાહિરે કહ્યું કે, અમે રાત્રે સૂતેલા હતા અને સવારે જાગ્યા ત્યારે ભયંકર ગોળીબારી ચાલી રહી હતી. જ્યારે અમે બહાર નિકળ્યા ત્યારે જાેયું કે ગામમાં ઈઝરાયલી સેનાનું ઓપરેશન ચાલી રહ્યું છે. ચારે તરફ સૈનિકો અને ટેન્ક તૈનાત છે. ત્યારબાદ હવાઈ બોમ્બમારો શરૂ થઈ ગયો. હોસ્પિટલમાં દાખલ અહેમદ કમાલે એએફપીને જણાવ્યું કે, તેણે સ્વ-બચાવમાં ફાયરિંગ કર્યું. અહેમદે જણાવ્યું કે, ગોળીબારમાં તેના ભાઈનું મોત થયું છે અને તે ગંભીર રીતે ઘાયલ થયો.
ઈઝરાયલની સેનાનો દાવો કર્યો છે કે, ગામથી જમા ઇસ્લામિયા ગ્રુપના ખતરનાક આતંકવાદીઓને પકડી લીધા છે. આ ઇસ્લામિક સંગઠન પણ હમાસ અને હુતીઓ સાથે મળીને ઈઝરાયલ વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યું હતું. ૈંડ્ઢહ્લ અનુસાર, તેમના પણ ૬ સૈનિકો ઘાયલ થયા છે. આર્મીએ દાવો કર્યો છે કે, આ કાર્યવાહીમાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા છે. આ વિસ્તારમાં અત્યારે પણ સૈનિકો તૈનાત છે.
નોંધનીય છે કે, બશર અલ-અસદની સરકારના પતન અને ત્યારબાદ નવી ઇસ્લામિક સરકાર બન્યા બાદ ઈઝરાયલે સીરિયામાં સેંકડો હુમલાઓ કર્યા છે. ઈઝરાયલે બફર ઝોનમાં પણ તેમના સૈનિકો તૈનાત કર્યા છે. ઈઝરાયલે સીરિયાના ગોલાન હાઇટ્સ પર પણ કબજાે જમાવી લીધો છે. સ્થાનિક ન્યૂઝ એજન્સી અનુસાર, સૈનિકોનો સામનો કરવા માટે ગામલોકો પણ હથિયાર લઈને બહાર આવ્યા હતા, જેમાંથી ઘણા લોકોના મોત થયા.
સીરિયાના વિદેશ મંત્રાલયે શુક્રવારે એક નિવેદનમાં કહ્યું કે, આ હુમલો “એક ભયાનક નરસંહાર” હતો અને મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો પણ સામેલ છે. ઈઝરાયલની સેનાએ દાવો કર્યો કે, તેમના સૈનિકોએ ગોળીબાર પર જવાબી કાર્યવાહી કરી અને આ દરમિયાન હવાઈ હુમલાની મદદ લેવામાં આવી. તેમણે જણાવ્યું કે, ઓપરેશન પૂર્ણ થઈ ગયું છે, જેમાં બધા શંકાસ્પદોને પેકડી લેવામાં આવ્યા છે અને ઘણા ઉગ્રવાદીઓ માર્યા ગયા છે. બન્ને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધો નથી. જાે કે, તણાવ ઓછો કરવા માટે એક સંભવિત સુરક્ષા કરાર પર બન્ને પક્ષો વાતચીત કરી રહ્યા છે.




