
સમય અને જરૂરિયાત મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવશે : ટ્રમ્પ ઈરાન ઓપરેશનમાં હથિયારોના ખાત્મો નક્કી, લોકશાહી સ્થાપવાની લડાઈ નથી: યુએસ
અમેરિકા માત્ર વિજય માટે લડે છે અને તેમાં સમય કે માનવજીવન બરબાદ કરવામાં નહીં આવે ઈરાન સામે ચાલી રહેલી સૈન્ય કાર્યવાહીને અમેરિકાએ અસિમિત સમયનું યુદ્ધ કહેવાના બદલે ઓપરેશન તરીકે ઓળખાવી છે. ઈરાનની મિસાઈલ, નેવી તથા અન્ય સિક્યુરિટી ઈન્ળાસ્ટ્રક્ચરને નષ્ટ કરવાના ઉદ્દેશથી કાર્યવાહી શરૂ કરાઈ હોવાનું યુએસ ડિફેન્સ સેક્રેટરી પીટ હેગસેઠે કહ્યું હતું. પીટનાજણાવ્યા મુજબ, ઓપરેશન અંતર્ગત સ્પષ્ટતા સાથે નિર્ણાયક અને વિનાશક મિશન હાથ ધરાયું છે. ઈરાનની મિસાઈલ ધમકી, પરમાણુ જાેખમ અને નૌકાદળનો ખાત્મો એક માત્ર લક્ષ્ય છે. રેજિમ ચેન્જ કરવાનો આ યુદ્ધનો હેતુ નથી, પરંતુ તેના પછી રેજિમ નક્કી છે અને વિશ્વ માટે પણ આ સારું છે.પેન્ટાગોન ખાતે પ્રેસ કોન્ફરન્સમાં પીટે કહ્યુ હતું કે, અમેરિકી સૈન્ય ઈરાન પર સર્જિકલ હુમલા કરે છે. આ હુમલા સહેજ પણ દયા રાખ્યા વગરના અને અતિશય આક્રમક છે. ઈરાન સામેનું યુદ્ધ લોકશાહી દેશના નિર્માણ માટે નથી. દેશના નિર્માણ માટેની કે રાજકીય હેતુ પાર પાડવાનો આ કાર્યવાહીનો હેતુ નથી.અમેરિકા માત્ર વિજય માટે લડે છે અને તેમાં સમય કે માનવજીવન બરબાદ કરવામાં નહીં આવે. ઈરાન ઓપરેશનની ટાઈમલાઈન આપવાનો ઈનકાર કરતા તેમણે કહ્યું હતું કે, આ કેટલું લાંબુ ચાલશે તેનો ર્નિણય પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કરવાના છે. મેદાન પર સૈન્યને ક્યારે ઉતારવું તેનો ર્નિણય પણ ટ્રમ્પ લેશે. સમય અને જરૂરિયાત મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવશે




