
ગુપ્ત દસ્તાવેજ એપસ્ટિનને આપ્યા હોવાનો આરોપ બ્રિટનના પૂર્વ પ્રિન્સ એન્ડ્ર્યુની ધરપકડ કરાઇ પોલીસે પૂર્વી ઇંગ્લેન્ડના સેન્ડ્રિંગહામ એસ્ટેટ પર વુડ ફાર્મ ખાતેથી પૂર્વ પ્રિન્સ એન્ડ્રૂઝ માઉન્ટબેટનની ધરપકડ કરી છે બ્રિટેનના કિંગ ચાર્લ્સo-IIIના નાના ભાઈ અને પૂર્વ પ્રિન્સ એન્ડ્રૂઝ માઉન્ટબેટનની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં તેમનું નામ એમરીકન એપસ્ટિન ફાઈલમાં ઉછળ્યુ હતું. સાર્વજનિક પદના દુરુપયોગનો પણ આરોપ છે. જે બાદ કરવામાં આવેલી કાર્યવાહીમાં ગુરુવારે બ્રિટિશ સ્પેશિયલ પોલીસે પૂર્વી ઇંગ્લેન્ડના સેન્ડ્રિંગહામ એસ્ટેટ પર વુડ ફાર્મ ખાતેથી પૂર્વ પ્રિન્સ એન્ડ્રૂઝ માઉન્ટબેટનની ધરપકડ કરી છે. આજે જ એન્ડ્રૂઝનો ૬૬મો જન્મ દિવસ છે.
પૂર્વ પ્રિન્સ એન્ડ્રૂઝ પર યૌન ઉત્પીડનના ગુનેગાર રહેલા જેફરી એપસ્ટિનને સરકારી દસ્તાવેજ આપવાનો આરોપ છે. પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. ધરપકડ બાદ પોલીસ એ તપાસમાં જાેતરાઈ છે કે આખરે કયા ગુપ્ત દસ્તાવેજ એન્ડ્રૂઝ દ્વારા એપસ્ટિનને આપવામાં આવ્યા હતા?
થેમ્સ વેલી પોલીસે જણાવ્યું છે કે તપાસ દરમિયાન આજે નોરફોકમાં રહેનારા ૬૬ વર્ષના એક શખસની ધરપકડ કરવામાં આવી છે. તેના પર સાર્વજનિક પદના દુરુપયોગનો આરોપ છે, પોલીસ બર્કશાયર અને નોરફોકની કેટલીક જગ્યાઓ પર તપાસ કરી રહી છે. ધરપકડ કરાયેલો વ્યક્તિ હાલ પોલીસ પાસે છે. નિયમો મુજબ તેનું નામ સાર્વજનિક નહીં કરી શકાય કારણ કે મામલો હજુ તપાસમાં છે.
એન્ડ્રૂ આલ્બર્ટ ક્રિશ્ચિયન એડવર્ડ બ્રિટિશ રાજ પરિવારના એક પ્રમુખ સભ્ય રહ્યા છે. તેઓ બ્રિટનના વર્તમાન રાજા ચાર્લ્સ તૃતીયના સગા ભાઈ છે. તેઓ લાંબા સમય સુધી ‘ડ્યુક ઓફ યોર્ક‘ તરીકે જાણીતા હતા, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં વિવાદોના કારણે તેમની પાલેથી તેમની લશ્કરી પદવીઓ અને શાહી વિશેષાધિકારો પાછા ખેંચી લેવામાં આવ્યા છે. તેઓ મહારાણી એલિઝાબેથ દ્વિતીય અને પ્રિન્સ ફિલિપના ત્રીજા સંતાન અને બીજા બ્રિટન…
પુત્ર છે. તેમણે ૧૯૮૬માં સારા ફર્ગ્યુસન સાથે લગ્ન કર્યા હતા. તેમની બે પુત્રીઓ છે રાજકુમારી બીટ્રાઈસ અને રાજકુમારી યુજીની. જાેકે, ૧૯૯૬માં એન્ડ્રૂ અને સારાના છૂટાછેડા થઈ ગયા, પરંતુ તેઓ આજે પણ એક-બીજાની ખૂબ નજીક હોવાનું માનવામાં આવે છે.
પ્રિન્સ એન્ડ્રૂના કરિયરનો સૌથી કાળો અધ્યાય અમેરિકન સેક્સ અપરાધી જેફરી એપસ્ટિન સાથેનો તેમનો સંબંધ રહ્યો છે. વર્જિનિયા ગિફ્રે નામની એક મહિલાએ એન્ડ્રૂ પર આરોપ લગાવ્યો હતો કે જ્યારે તે સગીર હતી ત્યારે એપસ્ટિને તેને પ્રિન્સ એન્ડ્રૂ સાથે સેક્સ કરવા માટે મજબૂર કરી હતી. ૨૦૧૯માં એક ઈન્ટરવ્યુમાં એન્ડ્રૂએ આ આરોપોનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેની દલીલો અને એપસ્ટિન સાથેની તેની મિત્રતાને યોગ્ય ઠેરવવાના પ્રયાસોએ તેની છબીને સંપૂર્ણપણે બરબાદ કરી નાખી.
આ વિવાદ બાદ તેમણે ૨૦૧૯માં તેમની જાહેર શાહી ભૂમિકાઓથી હટવાની જાહેરાત કરી. ૨૦૨૨માં રાણી એલિઝાબેથે તેમની પાસેથી તેમની લશ્કરી પદવીઓ અને ‘હિઝ રોયલ હાઇનેસ‘નું સંબોધન પાછું ખેંચી લીધું. તેમણે વર્જિનિયા ગિફ્રે સામે ચાલી રહેલા સિવિલ મુકદ્દમાનો કોર્ટની બહાર મોટી રકમ આપીને નિકાલ કરી દીધો, જાેકે તેમણે ક્યારેય પોતાની ભૂલ સ્વીકારી નહીં. પ્રિન્સ એન્ડ્રૂ હાલમાં લગભગ સંપૂર્ણપણે જાહેર જીવનથી દૂર છે. તેઓ શાહી કાર્યક્રમોમાં દેખાતા નથી, અને તેમની આર્થિક સ્થિતિ અને તેમના નિવાસસ્થાન (જેમ કે રોયલ લોજ) ની વારંવાર મીડિયામાં ચર્ચા થતી રહે છે.
આ તસવીરોમાં એન્ડ્રૂ ફ્લોર પર પડેલી એક મહિલા પર ઝૂકેલો દેખાય રહ્યો છે. એક તસવીરમાં તે સીધો કેમેરા તરફ જાેઈ રહ્યો છે, જ્યારે બીજી તસવીરમાં તેનો હાથ મહિલાના પેટ પર છે. તે ઉઘાડા પગે છે અને સફેદ પોલો શર્ટ અને જીન્સ પહેરેલો છે. જાેકે, આ તસવીરો ક્યાં અને ક્યારે લેવામાં આવી તેની સ્પષ્ટ જાણકારી નથી. રૂમમાં એક અન્ય વ્યક્તિ પણ દેખાઈ રહ્યો છે, જે ચિત્તાની પ્રિન્ટ વાળી ખુરશી પર પગ ફેલાવીને બેઠો છે.૧૧ અને ૧૨ ઓગસ્ટ, ૨૦૧૦ના રોજના ઈમેઈલમાં ધ ડ્યુક નામના એકાઉન્ટ અને એપસ્ટિન વચ્ચેની વાતચીત દેખાઈ રહી છે. ઈમેઈલ દ્વારા એ ખુલાસો થયો છે કે, પ્રિન્સ એન્ડ્રૂએ સગીર સાથે શારીરિક સંબંધ બનાવવાના કેસમાં સજા ભોગવ્યા પછી એપસ્ટિનને બકિંગહામ પેલેસમાં ડિનરનું આમંત્રણ આપ્યું હતું. એક ઈમેલમાં એપસ્ટિન લખે છે કે તે ‘છ‘ (એન્ડ્રૂ)ને ૨૬ વર્ષીય રશિયન મહિલા સાથે મુલાકાત કરાવવા માંગે છે જેની સાથે તે ડિનરનો આનંદ માણી શકે. તે એમ પણ જણાવે છે કે તે મહિલા ઓગસ્ટ ૨૦૧૦માં લંડનમાં હશે.
જાે કે, એન્ડ્રૂ હવે સક્રિય રાજવી સભ્ય નથી રહ્યા. એપસ્ટિન સાથેના સંબંધોને કારણે તેમની કેટલીક રાજવી ઉપાધિ અને અધિકારો પાછા ખેંચી લેવાયા હતા. તેમના પરના ગંભીર આરોપોને કારણે રોયલ બ્રિટિશ ફેમિલીની શાખને કાળો ધબ્બો લાગ્યો હોવાનું કહેવાય છે.
૨૫ એપ્રિલ, ૨૦૨૫ના રોજ વર્જિનિયા ગિફ્રેએ પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં તેના નિવાસસ્થાને આત્મહત્યા કરી હતી. તેના પરિવારે જણાવ્યું હતું કે, વર્જિનિયા લાંબા સમયથી ભૂતકાળના યૌન શોષણના અનુભવને કારણે ઊંડા માનસિક અને ભાવનાત્મક આઘાત સાથે સંઘર્ષ કરી રહી હતી. લાંબી કાનૂની લડાઈઓ, જાહેર ચર્ચા અને સતત મીડિયા દબાણને કારણે એ પરેશાન હતી. જાે કે, ઓસ્ટ્રેલિયાના સત્તાવાળાઓએ વર્જિનિયાના મૃત્યુમાં કોઈ ગુનાઇત કાવતરાની સંભાવના નકારી દીધી હતી.




