China News : ચીનના દક્ષિણ પશ્ચિમ શહેર ઝિગોંગના એક શોપિંગ સેન્ટરમાં આગ લાગી છે. આ ઘટનામાં 16 લોકોના મોત થયા હતા. સત્તાવાર ન્યૂઝ એજન્સી સિન્હુઆ તરફથી મળેલી માહિતી અનુસાર બુધવારે સાંજે 6 વાગ્યા પછી 14 માળની કોમર્શિયલ બિલ્ડિંગમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે.
ફાયર બ્રિગેડ અને બચાવકર્મીઓની ટીમ લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહી છે. બચાવકર્મીઓની આ ટીમ સવારે 3 વાગ્યા સુધી લોકોને બચાવવાનો પ્રયાસ કરતી રહી.
મકાન ધુમાડાથી ભરાઈ ગયું હતું.
આ આગ ચીનની હાઈટેક 14 માળની ઈમારતના તળિયે સ્થિત શોપિંગ સેન્ટરમાં લાગી હતી. આગના કારણે આસપાસના વિસ્તારમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. આગ કયા કારણોસર લાગી અથવા આગના સમયે બિલ્ડિંગમાં કેટલા લોકો હતા તે હજુ સુધી જાણી શકાયું નથી. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે આગનું કારણ બાંધકામનું કામ હતું, જોકે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી. આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.
મે સુધી આગના કારણે 947 લોકોના મોત થયા હતા
આગના જોખમો અને અન્ય જાનહાનિ ચીનમાં ખૂબ જ સામાન્ય છે, 20 મે સુધીમાં આગના કારણે 947 લોકોના મોત થયા છે, જે ગયા વર્ષની સરખામણીમાં 19 ટકા વધારે છે. આ મામલે નેશનલ ફાયર એન્ડ રેસ્ક્યુ એડમિનિસ્ટ્રેશનના પ્રવક્તાનું કહેવું છે કે હોટલ અને રેસ્ટોરન્ટ જેવા સાર્વજનિક સ્થળોએ આગ લાગવાની ઘટનાઓમાં 40 ટકાનો વધારો થયો છે. આનું કારણ સામાન્ય રીતે વીજળી કે ગેસ લાઇનમાં ખરાબી અને બેદરકારી હોવાનું કહેવાય છે.