જિનપિંગના પરત ફર્યા બાદ ડ્રેગનનું મોટું નિવેદન ભારત પોતાની જમીન પર ચીન-વિરોધી ગતિવિધિ નહીં થવા દે! બંને દેશોના નેતાઓ સરહદી ક્ષેત્રોમાં શાંતિ અને સ્થિરતા જાળવી રાખવા માટે સાથે મળીને કામ કરવા સહમત બ્રિક્સ સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે થયેલી બેઠકને લઈને ચીનના વિદેશ મંત્રાલયે મોટું નિવેદન આપ્યું છે. ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ જણાવ્યું કે, ચીન સાથેના સંબંધોને લઈને ભારતનો દ્રષ્ટિકોણ કોઈ ત્રીજા પક્ષના પ્રભાવથી મુક્ત છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે પોતાની જમીન પર કોઈને પણ ચીન-વિરોધી ગતિવિધિઓ કરવા દેશે નહીં.વડાપ્રધાન મોદી સાથેની બેઠકનો ઉલ્લેખ કરતા વાંગ યીએ કહ્યું કે બંને નેતાઓએ વ્યૂહાત્મક, દીર્ધકાલીન અને દિશા-ર્નિદેશ આપતા મુદ્દાઓ પર ખુલીને ચર્ચા કરી હતી. બંને નેતાઓ વચ્ચે સૌથી મોટો મહત્ત્વપૂર્ણ ર્નિણય એ બન્યો કે ભારત અને ચીને એકબીજાના ભાગીદાર બનવું જાેઈએ. રાષ્ટ્રપતિ જિનપિંગે કહ્યું કે બંને દેશો એકબીજાની શક્તિઓનો લાભ લઈ શકે છે, સમર્થન કરી શકે છે અને સાથે મળીને વિકાસ સાધી શકે છે.ચીની વિદેશ મંત્રીએ જણાવ્યું કે બંને દેશોના નેતાઓ સરહદી ક્ષેત્રોમાં શાંતિ અને સ્થિરતા જાળવી રાખવા માટે સાથે મળીને કામ કરવા સહમત થયા છે. બંને પક્ષોએ પરસ્પર રાજકીય ભરોસાને વધુ મજબૂત કરવાનો, મતભેદો અને વિરોધાભાસને યોગ્ય રીતે ઉકેલવાનો તથા સરહદી વિસ્તારોમાં સ્થિરતા જાળવવાનો સંકલ્પ લીધો છે. વડાપ્રધાન મોદીએ પણ સ્પષ્ટ કર્યું કે ભારત ચીનનો દુશ્મન નહીં પરંતુ ભાગીદાર બનવા તૈયાર છે. ભારત અને ચીન બંને બ્રિક્સને ગ્લોબલ સાઉથ માટે એક મહત્ત્વપૂર્ણ મંચ માને છે. જાે કે તેમની પ્રાથમિકતાઓમાં થોડો તફાવત હોઈ શકે છે, પરંતુ ક્લાયમેટ ચેન્જ, વિકાસ, ખાદ્ય અને ઉર્જા સુરક્ષા, વૈશ્વિક વેપાર અને વિકાસશીલ દેશોના પ્રતિનિધિત્વ જેવા અનેક મુદ્દાઓ પર બંને દેશોના સમાન હિતો જાેડાયેલા છે. સરહદના મુદ્દાઓ અને દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવા માટે પરસ્પર સન્માન અને સમજદારીની રાજકીય સૂઝબૂઝ અપનાવવાની જરૂર પર ભાર મૂકવામાં આવ્યો છે.




