
અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવા નકલી લૂંટનો કેસ અમેરિકાની નાગરિકતા મેળવવા માટે ફેક લૂંટ ચલાવનાર ૧૧ ગુજરાતીની ધરપકડ ફેક લૂંટ ચલાવીને પોતાને જ તેના પીડિત કહેનાર ૧૧ ગુજરાતીઓની એફબીઆઇ દ્વારા ધરપકડ કરાઈ
અમેરિકાનું ગ્રીન કાર્ડ મેળવવા માટે લોકો કેવા કેવા તરકટ રચે છે તેનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે. ફેક લૂંટ ચલાવીને પોતાને જ તેના પીડિત કહેનાર ૧૧ ગુજરાતીઓની એફબીઆઇ દ્વારા ધરપકડ કરવામાં આવી છે, આ ૧૧ લોકો જેલ સહિત આશરે ૨ કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યાં છે. જાણીએ આખરે સમગ્ર મામલો શું છે.
અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવા નકલી લૂંટનો કેસ સામે આવ્યો છે. લૂંટનો કારસો રચનારા ૧૧ ગુજરાતીઓની ધરપકડ કરવામાં આવી છે.FBI એ અલગ અલગ જગ્યાએથી ૧૧ ગુજરાતીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ ગ્રીન કાર્ડ મેળવવા દુકાનમાં નકલી લૂંટ કરાવી હતી. અલગ અલગ રાજ્યોમાં ગ્રીનકાર્ડ માટે તેઓએ દુકાનમાં લૂંટની ઘટનાનું ક્રિએશન કર્યું અને પોતે તેના ભોગ બન્યાં હોય તેવું કહીને પોલીસને લૂંટની ફરિયાદ કરી. જાે કે સમગ્ર ઘટનામાં સત્ય સામે આવતા પોલીસે ૧૧ ગુજરાતી ફરિયાદીને જ આરોપી બનાવીને તેમની ધરપકડ કરી છે. આ તમામ પર આરોપ છે કે તેમણે યુ-વિઝા અને ગ્રીન કાર્ડ મેળવવા માટે દુકાનોમાં બનાવટી લૂંટનુ કાવતરુ ઘડયું હતું, આરોપીઓએ અમેરિકાના વિવિધ રાજ્યોમાં સ્ટોર અને દારુની દુકાનો પર બનાવટી હથિયારબંધ લૂંટ કરાવી હતી. આ માટે તેને લૂંટારૂને ભાડા પર પૈસા આપીને આવું કરવા માટે ખરીદ્યાં હતા. જાે કે પોલીસને ૧૧ ગુજરાતીઓનું તરકટ સમજાયું અને આખરે ૧૧ ગુજરાકતીઓ જેલના હવાલે થવું પડુયું. આ ગુજરાતી પર જેલ સાથે ૨ કરોડ રૂપિયાથી વધુ દંડ થઈ શકે છે.
ઉલ્લેખનિય છે કે, અમેરિકી કાયદા પ્રમાણે U-VISA એવા લોકોને મળે છે, જેઓ અન્ય દેશના નાગરીક છે, પરંતુ અમેરિકાની જમીન પર કોઈ અપરાધનો શિકાર બન્યા હોય અને પોલીસને તપાસમાં મદદ કરી હોય. તો આવા લોકોને ગ્રીનકાર્ડ મળવું સરળ બની જાય છે. આ ૧૧ ગુજરાતીઓએ આ કાયદાનો દુરૂપયોગ કર્યો અને આ કાયદાનો લાભ લેવા માટે પોતે લૂંટના પીડિત હોય તેવું ફેક લૂંટનું નાટક કરીને સાબિત કર્યું પરંતુ આખરે સત્ય બહાર આવ્યું અને FBI ૧૧ને જેલ હવાલે કરી દીધા છે. ધરપકડ કરાયેલા ૧૧ લોકોમાં જિતેન્દ્ર કુમાર પટેલ (ઉં. ૩૯), મહેશ કુમાર પટેલ (ઉં. ૩૬), સંજય કુમાર પટેલ (ઉં. ૪૫), દીપિકાબેન પટેલ (ઉં. ૪૦), રમેશભાઇ પટેલ (ઉં. ૫૨), અમિતાબેન પટેલ (ઉં. ૪૩), રૌનક કુમાર પટેલ (ઉં. ૨૮), સંગીતાબેન પટેલ, મિંકેશ પટેલ, સોનલ પટેલ, મિતુલ પટેલ વગેરેનો સમાવેશ થાય છે




