
બંને દેશોએ મહત્વકાંક્ષી ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર કર્યા./ભારત અને બ્રાઝિલ બંને દેશો વચ્ચે વેપાર કરાર પર હસ્તાક્ષર થયા.આ ટ્રેડ ડીલથી આગામી સમયમાં બંને દેશો વચ્ચે વ્યાપારિક આદાનપ્રદાન વધવાની સાથે સંરક્ષણ, ટેકનોલોજી અને કૃષિ જેવા ક્ષેત્રોમાં પણ સહકારના નવા દ્વાર ખુલશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.ભારત અને બ્રાઝિલના સંબંધોમાં આજે એક નવો અધ્યાય ઉમેરાયો છે, જ્યારે બંને દેશોએ મહત્વકાંક્ષી ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઈઝ ઇનાસિયો લૂલા ડી સિલ્વા વચ્ચે યોજાયેલી દ્વિપક્ષીય વાટાઘાટોમાં અર્થતંત્રને નવી ગતિ આપી શકે તેવા અનેક મહત્વના મુદ્દાઓ પર સહમતિ બની છે. પીએમ મોદીએ રાષ્ટ્રપતિ લૂલા અને તેમના પ્રતિનિધિમંડળનું ભારતમાં ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાને જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ લૂલાના વિઝન અને પ્રેરણાદાયી નેતૃત્વનો ભારત-બ્રાઝિલના સંબંધોને લાંબા સમયથી લાભ મળ્યો છે અને આ નવી સમજૂતી બંને દેશોની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે વધુમાં ઉમેર્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં બંને નેતાઓ વચ્ચે અનેક મુલાકાતો થઈ છે અને દરેક વખતે ભારત પ્રત્યે રાષ્ટ્રપતિ લૂલાની ઊંડી મિત્રતા અને અતૂટ વિશ્વાસ સ્પષ્ટપણે અનુભવાયો છે. પીએમ મોદીના મતે રાષ્ટ્રપતિ લૂલાનો આ ભારત પ્રવાસ ઐતિહાસિક ‘છૈં ઈમ્પેક્ટ સમિટ‘ ને પણ નવી ઉર્જા આપશે. આ ટ્રેડ ડીલથી આગામી સમયમાં બંને દેશો વચ્ચે વ્યાપારિક આદાનપ્રદાન વધવાની સાથે સંરક્ષણ, ટેકનોલોજી અને કૃષિ જેવા ક્ષેત્રોમાં પણ સહકારના નવા દ્વાર ખુલશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત અને બ્રાઝિલ વચ્ચેના આર્થિક સંબંધોની મજબૂતી પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, લેટિન અમેરિકામાં બ્રાઝિલ ભારતનું સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર છે. બંને દેશોએ આગામી પાંચ વર્ષમાં દ્વિપક્ષીય વ્યાપારને ૨૦ અબજ ડોલરથી આગળ લઈ જવા માટેની કટિબદ્ધતા દર્શાવી છે. પીએમ મોદીએ વધુમાં ઉમેર્યું હતું કે, આપણો વ્યાપાર માત્ર એક આંકડો નથી, પરંતુ તે પરસ્પર અતૂટ વિશ્વાસની ઝલક છે. રાષ્ટ્રપતિ લૂલાની સાથે ભારત આવેલા વિશાળ બિઝનેસ પ્રતિનિધિમંડળની હાજરી જ દર્શાવે છે કે બંને દેશો વચ્ચે વ્યાપારી સંબંધો કેટલા ગાઢ અને ભરોસાપાત્ર છે.આ મુલાકાત દરમિયાન ટેકનોલોજી અને ઈનોવેશન પર પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ કર્યું હતું કે ટેકનોલોજીમાં સહયોગ માત્ર ભારત અને બ્રાઝિલ માટે જ નહીં, પરંતુ સમગ્ર ‘ગ્લોબલ સાઉથ‘ એટલે કે વિકાસશીલ દેશો માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI), ડિજિટલ ટેકનોલોજી અને સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમમાં બંને દેશોની ભાગીદારી અન્ય વિકાસશીલ દેશોને પણ પ્રગતિની નવી દિશા બતાવી શકે છે. આ સમજૂતીથી ભવિષ્યમાં ડિજિટલ ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તનો આવવાની આશા છે.




