
મધ્યપૂર્વના દેશો સાથે વેપાર કરાર અંગે ચર્ચા ફરી શરૂ પાકિસ્તાનની ગેમ બગાડવા માટે ભારત એક્ટિવ થયું એપ્રિલ ૨૦૨૫ માં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતે પાકિસ્તાન સ્થિત આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યાે હતો
કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે ગુરુવારે એક મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ભારત અને ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (ય્ઝ્રઝ્ર) વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (હ્લ્છ) માટેની વાતચીત ફરી શરૂ થવા જઈ રહી છે. આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે, જ્યારે ભારતે તાજેતરમાં યુરોપિયન યુનિયન (ઈેં) અને સંયુક્ત આરબ અમીરાત (ેંછઈ) સાથે મહત્વપૂર્ણ વ્યાપારિક કરારો કર્યા છે.ય્ઝ્રઝ્ર એ છ ખાડી દેશોનું સંગઠન છે, જેમાં સઉદી અરેબિયા, યુએઈ, કતાર, કુવૈત, ઓમાન અને બહેરીનનો સમાવેશ થાય છે.
પીયૂષ ગોયલના જણાવ્યા અનુસાર, ભારત અને આ દેશો વચ્ચેના વ્યાપારિક સંબંધો લગભગ ૫૦૦૦ વર્ષ જૂના છે. હાલમાં, લગભગ ૧ કરોડ ભારતીયો આ દેશોમાં રહી રહ્યા છે અને ત્યાંની અર્થવ્યવસ્થામાં મહત્વનું યોગદાન આપી રહ્યા છે. આ કરારનો ઉદ્દેશ્ય વસ્તુઓ અને સેવાઓના મુક્ત પ્રવાહને વધારવો, રોકાણને પ્રોત્સાહિત કરવું અને નીતિઓમાં સ્થિરતા લાવવાનો છે.પાકિસ્તાન-સઉદી સંરક્ષણ કરારનો એંગલભારત અને ય્ઝ્રઝ્ર વચ્ચેની આ મંત્રણા એવા સમયે ફરી શરૂ થઈ રહી છે. જ્યારે પ્રદેશની ભૂ-રાજનીતિ (ય્ર્ીॅર્ઙ્મૈંૈષ્ઠજ) ઘણી જટિલ છે. સપ્ટેમ્બર ૨૦૨૫ માં, સઉદી અરેબિયા અને પાકિસ્તાને ‘સ્ટ્રેટેજિક મ્યુચ્યુઅલ ડિફેન્સ એગ્રીમેન્ટ’ (જીસ્ડ્ઢછ) પર હસ્તાક્ષર કર્યા હતા.
આ સંરક્ષણ કરાર ભારત અને પાકિસ્તાન વચ્ચે મે ૨૦૨૫ માં થયેલા લશ્કરી ગતિરોધ (ઓપરેશન સિંદૂર) ના થોડા મહિના પછી થયો હતો. ઉલ્લેખનીય છે કે એપ્રિલ ૨૦૨૫ માં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતે પાકિસ્તાન સ્થિત આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યાે હતો.એક તરફ જ્યાં પાકિસ્તાન અને સઉદી અરેબિયા નજીક આવી રહ્યા છે, બીજી તરફ સંયુક્ત આરબ અમીરાત (ેંછઈ) અને પાકિસ્તાનના સંબંધોમાં તણાવ જાેવા મળી રહ્યો છે.




