
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
એક તરફ ઈરાન બીજી તરફ અમેરિકા અને ઇઝરાયેલ વચ્ચે ફાટી નીકળેલો સંઘર્ષ સમગ્ર વિશ્વ માટે ચેતવણીનો સંકેત
છે. આ સંઘર્ષની તીવ્રતા મિસાઈલ અને ઘાતક બોમ્બના વ્યાપક ઉપયોગથી સ્પષ્ટ થાય છે. ક્રૂરતા એટલી હદે પહોંચી ગઈ છે કે
યુધ્ધના કાયદાઓનું ઉલ્લંઘન કરીને નાગરિક વિસ્તારો પર પણ બોમ્બ ફેંકવામાં આવી રહ્યા છે. શૈક્ષણિક સંસ્થાઓને નિશાન
બનાવવામાં આવી રહી છે. ખાસ કરીને ઈરાનમાં એક કન્યાશાળા પર બોમ્બમારો કરવામાં આવ્યો હતો જેના પરિણામે ઘણી
વિદ્યાર્થીનીઓના મોત થયા હતા. અને ઈરાન પર ધરાર આ યુધ્ધ થોપવામાં આવ્યુ. જેનું પરિણામ આજે વિશ્વની સામે છે છતાં
આજે અમેરિકા કે ઇઝરાયેલને આ અંગે પૂછવાની હામ કોઈ દેશમાં બચી નથી.
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ યુધ્ધ વચ્ચે આંતરરાષ્ટ્રીય ચિંતા વધી રહી છે કે જો પરિસ્થિતિ વધુ બગડતી
રહેશે તો આવનારા દિવસોમાં કટોકટી વધુ વ્યાપક અને ગંભીર બની શકે છે. વાસ્તવિકતા એ છે કે ઇઝરાયેલ અને અમેરિકા ધ્વારા
ઈરાન પર સંયુક્ત હુમલા બાદ યુધ્ધ હવે જે દિશા માં આગળ વધ્યું છે તે શાંતિની સંભાવનાઓને ધૂંધળી બનાવે છે.
એક તરફ BSE ઇન્ડેક્સ માં આશરે ૨૫૦૦ પોઇન્ટનો ઘટાડો થયો હતો જ્યારે NSE નિફ્ટીમાં ૭૭૫ પોઈન્ટનો
ઘટાડો થયો હતો. જૂન ૨૦૨૪ પછી આ સૂચકાંડોમાં નોંધાયેલો આ સૌથી મોટો એકદિવસીય ઘટાડો છે. જ્યારે આવા બજારમાં
ઘટાડાને ઘણીવાર વિવિધ પરિબળોના સંગમને આભારી ગણવામાં આવે છે.
આ કિસ્સામાં વૈશ્વિક સ્તરે મૂળ કારણ એકદમ સ્પષ્ટ દેખાય છે અને એ છે કે ક્રૂડ ઓઇલ ના ભાવમાં વધારો પશ્ચિમ
એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે મહત્વપૂર્ણ ઉર્જા માળખાગત સુવિધાઓ અને તેલ અને ગેસ સુવિધાઓ પર હુમલાઓની
તીવ્રતાને કારણે આ બજારની મંદી પાછળનું મુખ્ય કારણ છે. આનાથી રોકાણકારોની ભાવનાઓ પર સ્વાભાવિક રીતે બહુ ખરાબ
અસર પડી છે. જેના કારણે વર્તમાન ઊથલપાથલ અંગે અસુરક્ષાની ભાવના ફેલાઈ છે.
ખરેખર જ્યારથી ઈરાને હોર્મુઝ સ્ટ્રેટને અવરોધિત કર્યો છે ત્યારથી વૈશ્વિક તેલ અને ગેસ પુરવઠામાં વિક્ષેપ પડયો છે.
ભારત સહિત ઘણા દેશોઆ પરિસ્થિતીથી ગંભીર રીતે પ્રભાવિત થયા છે અને હવે તેઓ સક્રિયપણે તેલ અને ગેસ માટે વૈકલ્પિક
સ્ત્રોતો શોધી રહ્યા છે. આ સંદર્ભમાં ભારતે રશિયા પાસેથી તેની તેલ ખરીદીમાં વધારો કર્યો છે . એવી પણ આશંકા છે કે
ભારતનો કુદરતી ગેસ પુરવઠો ગંભીર રીતે ખોરવાઈ શકે છે.કારણ કતારમાં રાસ લાફાન પરના હુમલા બાદ આ શંકા ખોટી નથી.
આમ અમેરિકા આને ઈઝરાયેલનો સંયુક્ત હુમલો ઈરાન પર થતાં તો થઈ ગયો પરંતુ જે રીતે ત્રણેને નુકસાન થઈ રહ્યું છે
એ જોતા જો આ યુધ્ધ લાંબુ ચાલશે તો ભારતે હવે ભૂતકાળમાં પ્રવેશી લાકડા-કોલસાનો પણ ઉપયોગ કરવો પડે તો નવાઈ
નથી. આખરે તો સમાધાન એ જ મોટું હથિયાર છે. પણ આ સમજાવે કોણ?





