ઈરાને અમેરિકાને મોકલ્યો શાંતિ પ્રસ્તાવ ‘માત્ર ૭ શરતો માની લે તો અમે હોર્મુઝ ખોલી દઈશું’ : ઈરાન ૨૮ ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર હુમલો કર્યા બાદ શરૂ થયેલા આ સંઘર્ષની અસર સમગ્ર મધ્ય પૂર્વમાં ફેલાઈ ગઈ હતી. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલતા ભારે તણાવ વચ્ચે વાતચીતની નવી પ્રક્રિયા શરૂ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. ઈરાને કતાર મારફતે અમેરિકાને એક નવો અણુ પ્રસ્તાવ મોકલ્યો છે. એક વરિષ્ઠ ઈરાની અધિકારીના જણાવ્યા અનુસાર, અમેરિકા હાલ આ પ્રસ્તાવની સમીક્ષા કરી રહ્યું છે. જાેકે, ઈરાને સ્પષ્ટતા કરી છે કે અણુ મુદ્દે અથવા કોઈપણ પ્રકારની વાટાઘાટો શરૂ કરતા પહેલા અમેરિકાએ તેની સાત શરતો માનવી પડશે.ઈરાનના ટોચના સુરક્ષા અધિકારી મોહસિન રઝાઈએ તેમના રશિયા પ્રવાસ દરમિયાન ઈરાનની શરતોનો પુનરોચ્ચાર કર્યાે હતો. તેમણે જણાવ્યું હતું કે જ્યાં સુધી અમેરિકા તેમની સાત માંગણીઓ સ્વીકારશે નહીં ત્યાં સુધી હોર્મુઝ સ્ટ્રેટ ખોલવામાં આવશે નહીં અને કોઈ વાતચીત થશે નહીં. ઈરાનની માંગણીઓમાં તેના પર લાદવામાં આવેલા આર્થિક પ્રતિબંધો હટાવવા, વિદેશોમાં ળીઝ કરાયેલી ઈરાની સંપત્તિ મુક્ત કરવી, યુદ્ધનું નુકસાની વળતર આપવું, અમેરિકન નૌકાદળની નાકેબંધી હટાવવી અને મધ્ય પૂર્વમાંથી અમેરિકન સૈન્યની વાપસીનો સમાવેશ થાય છે.બીજી તરફ, અમેરિકાનું કહેવું છે કે કોઈપણ શરૂઆતી વાતચીતમાં અણુ મુદ્દાને આવરી લેવો અત્યંત જરૂરી છે. આથી બંને દેશો વચ્ચે માત્ર માંગણીઓ જ નહીં પરંતુ વાટાઘાટોની પદ્ધતિને લઈને પણ મતભેદો ઊભા થયા છે. કતાર અને અન્ય મધ્યસ્થી દેશો આ વિવાદને શાંત પાડવા પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ વોશિંગ્ટન તરફથી ઈરાનની આ શરતો પર શું પ્રતિભાવ આપવામાં આવે છે તેના પર જ આગળની વાતચીતનો આધાર રહેશે.૨૮ ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર હુમલો કર્યા બાદ શરૂ થયેલા આ સંઘર્ષની અસર સમગ્ર મધ્ય પૂર્વમાં ફેલાઈ ગઈ હતી, જેમાં લેબેનોનમાં હિઝબુલ્લાહ અને યમનમાં હુતી વિદ્રોહીઓ પણ સામેલ થઈ ગયા હતા. હાલમાં એવો ભય સેવાઈ રહ્યો છે કે અમેરિકામાં મિડટર્મ ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ સૈન્ય ટકરાવ ફરી શરૂ થઈ શકે છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ચૂંટણી પછી ફરીથી સૈન્ય કાર્યવાહી કરવાની શક્યતાઓને નકારી નથી, જ્યારે ઈરાને પણ ચેતવણી આપી છે કે જાે યુદ્ધ ફરી શરૂ થશે તો તે આ વખતે પહેલા કરતાં પણ વધુ આકરો જવાબી પ્રહાર કરશે.




