
દુનિયાભરમાં ઈન્ટરનેટ બ્લેકઆઉટનો ખતરો ઈરાનનો ખતરનાક ખેલ! ડિજિટલ કિલ સ્વિચ દબાવવાની ધમકી ઈરાની ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર, પર્શિયન ગલ્ફમાં સમુદ્રની નીચે બિછાવેલી ઈન્ટરનેટ કેબલ્સ અત્યારે જાેખમમાં છે
ઈરાની સૈન્ય યુનિટ ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (RGC) દ્વારા આપવામાં આવેલી એક તાજેતરની ચેતવણીએ સમગ્ર વિશ્વમાં ચિંતા જગાવી દીધી છે. ઈરાની ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર, પર્શિયન ગલ્ફમાં સમુદ્રની નીચે બિછાવેલી ઈન્ટરનેટ કેબલ્સ અત્યારે જાેખમમાં છે. જાે આ કેબલ્સને ઇરાદાપૂર્વક કે ભૂલથી પણ નુકસાન પહોંચશે, તો માત્ર મિડલ ઇસ્ટ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં મોટો ઈન્ટરનેટ આઉટેજ સર્જાઈ શકે છે. ખાસ કરીને ‘હોર્મુઝ સ્ટ્રેટ‘ જે અત્યાર સુધી માત્ર ઓઇલ સપ્લાય માટે જાણીતું હતું, તે હવે ડિજિટલ દુનિયા માટે પણ અત્યંત સંવેદનશીલ બની ગયું છે. આ વિસ્તારની નીચેથી પસાર થતી ફાઇબર-ઓપ્ટિક કેબલ્સ એશિયા, યુરોપ અને મિડલ ઇસ્ટને જાેડે છે અને વિશ્વના કુલ ઇન્ટરનેટ ટ્રાફિકનો આશરે ૧૭% થી ૩૦% હિસ્સો સંભાળે છે.
જાે આ અન્ડરસી કેબલ્સને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય, તો તેની સીધી અસર ઇમેઇલ, વીડિયો કોલ, ઓનલાઇન ટ્રાન્ઝેક્શન અને ક્લાઉડ સર્વિસીસ પર પડશે. આ કેબલ્સ મોટા છૈં ડેટા સેન્ટર્સને પણ સપોર્ટ કરે છે, જેના કારણે ટેકનોલોજી પર ર્નિભર કંપનીઓને મોટું નુકસાન થઈ શકે છે. ભારત માટે પણ આ સ્થિતિ અત્યંત ગંભીર છે, કારણ કે ભારત દુનિયાના સૌથી મોટા ઈન્ટરનેટ યુઝર્સમાંનું એક છે.
આ કેબલ્સ ઓમાન, યુએઈ અને પાકિસ્તાન જેવા દેશોમાંથી પસાર થાય છે, જે હાલમાં તણાવગ્રસ્ત વિસ્તારની નજીક છે. જાે અહીં કોઈ મોટી દુર્ઘટના ઘટે, તો ભારતમાં લાખો યુઝર્સની ઇન્ટરનેટ સ્પીડ ઘટી શકે છે અને ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ સહિત ૈં્ સેક્ટર પર તેની માઠી અસર પડી શકે છે.
આ અગાઉ પણ કેબલ ઈન્સ્ટોલેશન સાથે જાેડાયેલી કંપનીઓએ ચેતવણી આપી છે કે અણધારી ઘટનાઓને કારણે સેવાઓ ખોરવાઈ શકે છે. હાલમાં રિપોર્ટ્સ મુજબ, કેબલ ઈન્સ્ટોલેશન માટેનું જહાજ પણ સાઉદી અરેબિયા પાસે અટવાયેલું છે, જે નવી કેબલ નાખવાની કે સમારકામની પ્રક્રિયામાં મુશ્કેલી ઊભી કરી રહ્યું છે. આ સમગ્ર સ્થિતિ સ્પષ્ટ કરે છે કે વર્તમાન સમયમાં ઈન્ટરનેટ એ માત્ર સુવિધા નથી, પરંતુ એક અનિવાર્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર બની ગયું છે. જાે પર્શિયન ગલ્ફમાં કોઈ અનિચ્છનીય બનાવ બને છે, તો તેની અસર વૈશ્વિક અર્થતંત્ર અને ડિજિટલ કનેક્ટિવિટી પર ખૂબ જ ઘાતક સાબિત થઈ શકે છે.





