ઈરાનની ચેતવણીથી વૈશ્વિક ઈન્ટરનેટ પર સંકટના વાદળો હુમલો થશે તો દરિયાઈ ઈન્ટરનેટ કેબલ તોડીશું, ઈરાનની અમેરિકા-ઈઝરાયેલને ચેતવણી ખાડી દેશોમાં અંડરસી કેબલ, ડેટા સેન્ટર અને એઆઈ હબ્સને નિશાન બનાવવાની ધમકીથી વૈશ્વિક ડિજિટલ નેટવર્ક સામે જાેખમ વધ્યું છે મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો છે. અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર સંભવિત નવા સૈન્ય હુમલાની અટકળો વચ્ચે તેહરાને એક અત્યંત આક્રમક અને ખતરનાક ચેતવણી આપી છે. ઈરાની અધિકારીઓના જણાવ્યા મુજબ, જાે તેમના પર કોઈ પણ પ્રકારનો હુમલો થશે, તો તેઓ ખાડી દેશોમાં સમુદ્રની અંદર બિછાવેલી હાઈ-સ્પીડ ઈન્ટરનેટ અને કોમ્યુનિકેશન કેબલ્સને નિશાન બનાવશે.ઈરાની સૂત્રો અને સુરક્ષા અધિકારીઓના કહેવા મુજબ, જાે સંઘર્ષ વણસશે તો ઈરાન માટે કોઈ ‘રેડ લાઈન’ બાકી રહેશે નહીં. બદલાની કાર્યવાહી રૂપે સમુદ્રની અંદર રહેલા ડેટા અને કોમ્યુનિકેશન નેટવર્કને નષ્ટ કરવામાં આવશે, જેથી લાંબા સમય સુધી વૈશ્વિક સ્તરે ઈન્ટરનેટ સેવાઓ ઠપ થઈ શકે. એટલું જ નહીં, ઈરાન આ કેબલ્સની રિપેર પણ નહીં થવા દે તેવી ધમકી આપી છે.યુએનની ટેલિકોમ્યુનિકેશન એજન્સીના આંકડા સાક્ષી છે કે દુનિયાભરનું ૯૯% ઈન્ટરનેટ ટ્રાફિક આ સબમરીન/દરિયાઈ કેબલ્સના માધ્યમથી જ ચાલે છે. જાે આ કેબલ્સ પર હુમલો થાય અથવા તે ક્ષતિગ્રસ્ત થાય, તો આંતરરાષ્ટ્રીય સ્તરે કમ્યુનિકેશન કટ થઈ શકે છે અને વૈશ્વિક અર્થવ્યવસ્થાને કરોડો-અબજાે ડોક્ટરનું નુકસાન થઈ શકે છે.ઈરાનના ટોચના સુરક્ષા અધિકારી મોહસિન રેજાઈએ અગાઉ પણ ચેતવણી આપી હતી કે, જાે અમેરિકા હુમલો કરશે તો માત્ર કેબલ જ નહીં, પરંતુ ખાડી દેશોમાં આવેલી અમેરિકન કંપનીઓના ડેટા સેન્ટર્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હબ્સ અને ડિજિટલ ઇન્ળાસ્ટ્રક્ચર પણ તેમના નિશાના પર રહેશે.આ વધતા તણાવ વચ્ચે તુર્કિના વિદેશ મંત્રી હકાન ફિદાને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે ઇસ્તંબુલમાં ફ્રાન્સ, જર્મની, બ્રિટન, ઇટાલી, સાઉદી અરેબિયા અને પાકિસ્તાન સહિતના દેશોના વિદેશ મંત્રીઓની બેઠક બોલાવીને ચેતવણી આપી હતી કે જાે આ યુદ્ધ વધ્યું તો સમગ્ર ક્ષેત્ર અસ્થિર થઈ જશે અને તેનો વ્યાપ અનપેક્ષિત રીતે વધી જશે. આનો ઉકેલ માત્ર કૂટનીતિ અને વાતચીત દ્વારા જ લાવવો જાેઈએ.




