વોશિંગ્ટન ડી.સી. મેટ્રોપોલિટન વિસ્તાર (ડીસી, મેરીલેન્ડ, વર્જિનિયા) ના એલ.ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ 3 ઓક્ટોબરના રોજ એશબર્ન, વર્જિનિયાના રિઝર્વોયર પાર્ક ખાતે તેમનો ત્રીજો વાર્ષિક ગેટ ટુગેધર ઉજવ્યો. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ફરીથી જોડાયા અને સાથે મળીને એક જીવંત સવારનો આનંદ માણ્યો ત્યારે આ કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહથી ભરેલો હતો. ડી.સી. ચેપ્ટરે તેના સૌથી નાના સભ્ય, 2023 ના સ્નાતક યુગમા ઠાકોર (EC branch) નું ઉષ્માભેર સ્વાગત કર્યું. ઉપસ્થિતો ને ચેપ્ટર ના લીડર કાર્તિકભાઈ પટેલ એ ન્યૂ જર્સી થી ખાસ પેક કરાવેલા વડાપાવ, સાથે કડક ચા અને કોફીનો પણ આનંદ માણ્યો જેણે ઉત્સવની ભાવનામાં વધારો કર્યો.

LDCE વોશિંગ્ટન D.C. ચૅપ્ટર સાથે જોડાવા માટે સંપર્ક કરો: કાર્તિકભાઈ પટેલ: (703) 340‑9520 દિપેશ મોદી: (571) 216‑5061 પ્રણવ ચોકસી: (201) 450‑7867.




