૨૦ કલાકની મુશ્કેલી બાદ માઈક્રોસોફ્ટને રાહત ૭૪ દેશોને અસર કરનાર આઉટેજ બાદ આઉટલુક અને ક્લાઉડ સેવાઓ પુન:સ્થાપિત માઈક્રોસોફ્ટે એક્સ પર સેવાઓ શરૂ થયાની પુષ્ટિ કરી, જાેકે કેટલાક યુઝર્સને હજુ મુશ્કેલી યથાવત છે વિશ્વભરમાં ૧૨ નવેમ્બરના રોજ માઈક્રોસોફ્ટની આઉટલુક અને ક્લાઉડ સેવાઓ ઠપ્પ થઇ હતી. જે સેવા હાલ પુન: કાર્યરત થઇ છે. આ અંગે કંપનીએ પુષ્ટિ કરી છે કે મોટાભાગના દેશોમાં સેવાઓ પુન:સ્થાપિત કરી દેવામાં આવી છે. છેલ્લા ૨૦ કલાકથી આઉટરેજથી ૭૪ દેશોમાં લાખો ઉદ્યોગો પ્રભાવિત થયા છે. માઇક્રોસોફ્ટે તેના સત્તાવાર ઠ હેન્ડલ દ્વારા જણાવ્યું છે કે પ્રભાવિત વિસ્તારમાં રિકવરી પ્રક્રિયા ચાલુ છે. તેમાંથી ઉત્તર અમેરિકા, યુરોપ અને એશિયા પેસિફિકમાં સુધારો જાેવા મળી રહ્યો છે. જાે કે, કેટલાક યુઝર્સ હજુ પણ ઈમેલ અથવા અન્ય સેવાઓને ઍક્સેસ કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. પ્રભાવિત વિસ્તારોમાં ઈમેલ ડિલિવરી ઘટાડવાની પ્રક્રિયા હજુ પણ ચાલુ છે. Microsoft 365 એડમિન સેન્ટર માટે અપડેટ MO1550821 રિલીઝ કરવામાં આવ્યું છે.માઈક્રોસોફ્ટના વૈશ્વિક આઉટેજને કારણે દર કલાકે લગભગ ૧ લાખ યુએસ ડોલર એટલે કે ૯૪ લાખ રૂપિયાનું નુકસાન થયું હતું. હાલમાં અનેક દેશોમાં માઇક્રોસોફ્ટ સેવાઓ પુન:સ્થાપિત કરવામાં આવી છે. આગામી થોડા કલાકોમાં તે સંપૂર્ણપણે પુન:સ્થાપિત કરવામાં આવશે.માઈક્રોસોફ્ટ ક્લાઉડમાં સમસ્યાને કારણે વિશ્વના ઘણા દેશોમાં કોમ્યુનિકેશન ચેઈન તૂટી ગઈ હતી. માઇક્રોસોફ્ટની ક્લાઉડ સેવાનો ઉપયોગ આ દેશોમાં મોટાભાગના વ્યવસાયોમાં થાય છે. ઓફિસ ૩૬૫ માં સમસ્યાને કારણે, ઈ-મેલ કોમ્યુનિકેશન સંપૂર્ણ રીતે બંધ થઈ ગયું હતું. આની સૌથી વધુ અસર ફિનટેક કંપનીઓ પર પડી હતી. માઈક્રોસોફ્ટની સર્વિસમાં સમસ્યાથી વિશ્વના ૭૪ દેશો પ્રભાવિત થયા હતા. જેમાં ભારત, એશિયાઈ દેશો, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ઉત્તર અમેરિકા અને યુરોપના કેટલાક દેશોનો સમાવેશ થાય છે. આ દેશોમાં યુઝર્સ માઈક્રોસોફ્ટની સેવાઓને ઍક્સેસ નહોતા કરી શકતા.




