પાકિસ્તાનમાં હિન્દુઓને લઘુમતી તરીકે ત્યાંના બંધારણમાં જે અધિકારો આપવામાં આવ્યા પાકિસ્તાનમાં હિન્દુઓના અધિકારોના રક્ષણ માટે દેશવ્યાપી અભિયાન શરૂ સમાજમાં હિન્દુઓને પણ એક નાગરિક તરીકે સમાન દરજ્જાે મળે તે માટે તમામ પ્રકારના સુધારા કરવા પ્રયાસો થઇ રહ્યા છે : દયાલ પાકિસ્તાનમાં હિન્દુઓને લઘુમતી તરીકે ત્યાંના બંધારણમાં જે અધિકારો આપવામાં આવ્યા છે તેનો અમલ નથી થઇ રહ્યો માટે હવે હિન્દુ સંગઠનોએ આ મુદ્દે સરકાર સામે એક મોટંુ અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી છે. ખાસ કરીને ખૈબર પ્રાંતમાં રહેતા હિન્દુ સંગઠનો હવે પોતાના અધિકારો માટે રસ્તા પર ઉતરવા જઇ રહ્યા છે.ઓલ બાલમિક હિન્દુ કોમ્યુનિટી ખૈબરના પ્રમુખ તરીકે પસંદ કરાયેલા હારૂણ સરબ દયાલે કહ્યું હતું કે અમારુ સંગઠન તમામ હિન્દુ સંગઠનોને એકઠા કરી રહ્યું છે, પાકિસ્તાનમાં હિન્દુઓને તેમના બંધારણીય અધિકારોથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. દસકા જુના અમારા સંગઠન દ્વારા શનિવારે એક બેઠક યોજવામાં આવી હતી જેમાં વિવિધ ગામના સરપંચો, વકીલો, સામાજિક કાર્યકર્તાઓ સહિત અનેક સંગઠનો પણ સામેલ થયા હતા. તમામ લોકોને સંબોધતા દયાલે કહ્યું હતું કે બાલમિક હિન્દુ સમાજ સહિત તમામ લઘુમતીઓ પાકિસ્તાનમાં અન્યાયનો સામનો કરી રહ્યા છે.દયાલે કહ્યું હતું કે સમાજમાં હિન્દુઓને પણ એક નાગરિક તરીકે સમાન દરજ્જાે મળે તે માટે તમામ પ્રકારના સુધારા કરવા પ્રયાસો થઇ રહ્યા છે. યુવાનોને મહિલાઓને નેતૃત્વ આપવામાં આવે, હિન્દુઓને બંધારણે મૂળભૂત અધિકારો આપ્યા છે તેનો અમલ કરવા સરકારને વિનંતી કરવામાં આવી છે. આ કાર્યક્રમ દરમિયાન દયાલને તિલક લગાવીને સમાજના લોકો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. પાકિસ્તાનના તમામ નાગરિકોમાં શાંતિ સ્થાપિત કરવાના હેતુથી પ્રાર્થના કરવામાં આવી હતી.





