નેપાળમાં પરિસ્થિતિ અત્યંત ગંભીર બની નેપાળમાં કુદરતી આફત વચ્ચે નેપાળમાં ૫.૨ની તીવ્રતાના ભૂકંપથી ભારે ફફડાટ હાલમાં પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે નેપાળી સેના, આર્મ્ડ પોલીસ ફોર્સ અને નેપાળ પોલીસ દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે કુદરતી આફતો સામે ઝઝૂમી રહેલા પડોશી દેશ નેપાળમાં પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. ભારે પૂર અને ભૂસ્ખલનની તારાજી વચ્ચે બુધવારે મોડી સાંજે ૫.૨ ની તીવ્રતાનો ભૂકંપ આવતા લોકોમાં ભારે અફડાતફડી મચી ગઈ હતી. પૂર અને કાટમાળના કારણે દેશના અનેક વિસ્તારોમાં ભારે વિનાશ સર્જાયો છે અને રાહત કાર્યાેમાં સતત વિઘ્નો આવી રહ્યા છે.ેંજીય્જીના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર કોદારીથી લગભગ ૫૫ કિલોમીટર ઉત્તર-પશ્ચિમમાં નોંધાયું હતું. અગાઉ અનુભવાયેલા આંચકા અને ભૂસ્ખલનની તીવ્રતા પણ ભૂકંપ જેટલી જ આંકવામાં આવી હતી. આ કુદરતી આપત્તિમાં ૧૫૭થી વધુ લોકોના મોત થયા છે અને તિબેટ તરફથી આવેલા પૂરના પાણીમાં ૧,૦૦૦થી વધુ લોકો વહી ગયા હોવાના અહેવાલ છે.સૌથી વધુ અસરગ્રસ્ત રસૂવા જિલ્લામાં થઈ છે, જ્યાંથી ૪૦૦થી વધુ પ્રવાસીઓ ગુમ થયા છે. આ ગુમ થયેલા પ્રવાસીઓમાં ૩૦૦થી વધુ વિદેશી નાગરિકો છે, જેમાં ૧૦૫ ભારતીયોનો પણ સમાવેશ થાય છે. પૂરમાં અનેક ગામડાઓ તણાઈ ગયા છે અને રસ્તાઓ તૂટી જવાના કારણે કાઠમંડુ સહિતના ૧૦ થી ૧૨ જિલ્લાઓનો સંપર્ક તૂટી ગયો છે.હાલમાં પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે નેપાળી સેના, આર્મ્ડ પોલીસ ફોર્સ અને નેપાળ પોલીસ દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. ૧૨ હેલિકોપ્ટરની મદદથી કાટમાળમાં ફસાયેલા લોકોને નીકાળવાના પ્રયાસો થઈ રહ્યા છે. આ મુશ્કેલ સમયમાં ભારતે પણ મદદનો હાથ લંબાવીને પોતાના હેલિકોપ્ટર અને બચાવ ટુકડીઓને નેપાળ મોકલી આપી છે.





