
કેબિનેટમાં બે ભાગલા: ગૃહમંત્રીએ જ રાજીનામું માંગ્યું.યુકેમાં રાજકીય ભૂકંપ! ૭૨ સાંસદોનો સ્ટાર્મર વિરુદ્ધ બળવો.લેબર પાર્ટીના કુલ ૪૦૩ સાંસદોમાંથી અત્યાર સુધીમાં ૭૧ સાંસદોએ ખુલ્લેઆમ સ્ટાર્મરના રાજીનામાની માંગ કરી છે.
બ્રિટનના વડાપ્રધાન કિર સ્ટાર્મર માટે મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. તાજેતરની સ્થાનિક ચૂંટણીઓમાં લેબર પાર્ટીના કારમા પરાજય બાદ હવે પીએમ સ્ટાર્મર સામે રાજીનામું આપવા અથવા પદ છોડવાની સમયમર્યાદા નક્કી કરવાનું દબાણ આકાશે આંબી રહ્યું છે. મંગળવારની વહેલી સવાર સુધીમાં બગાવત કરનારા લેબર સાંસદોની સંખ્યા વધીને ૭૨ પર પહોંચી ગઈ છે. લેબર પાર્ટીના કુલ ૪૦૩ સાંસદોમાંથી અત્યાર સુધીમાં ૭૧ સાંસદોએ ખુલ્લેઆમ સ્ટાર્મરના રાજીનામાની માંગ કરી છે. આ સાંસદોનું કહેવું છે કે, કાં તો પીએમ તુરંત પદ છોડે અથવા તો સ્પષ્ટ કરે કે તેઓ ક્યારે રાજીનામું આપશે.બ્રિટિશ સરકારની કેબિનેટમાં અત્યારે બે ફાંટા પડી ગયા છે. સૌથી મોટો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે ગૃહમંત્રી શબાના મહમૂદે ખુલ્લેઆમ વડાપ્રધાનને રાજીનામાની તારીખ જાહેર કરવા જણાવ્યું. જાેકે, કેબિનેટના મોટાભાગના મંત્રીઓ હજુ પણ પીએમની પડખે છે, પરંતુ શબાના મહમૂદ જેવું કદાવર નામ વિરોધમાં આવતા સરકારની સ્થિરતા સામે સવાલો ઉભા થયા છે. આટલા મોટા વિરોધ વચ્ચે પણ પીએમ કિયર સ્ટાર્મર મક્કમ દેખાઈ રહ્યા છે. તેમણે કહ્યું છે કે, “હું મારા પર શંકા કરનારાઓને ખોટા સાબિત કરીશ. હું સ્વીકારું છું કે મારી સરકારથી કેટલીક ‘ભૂલો’ થઈ છે, પરંતુ મોટા રાજકીય ર્નિણયો હંમેશા સાચા લેવામાં આવ્યા છે. પદ છોડવું એ દેશને અરાજકતામાં ધકેલવા જેવું હશે.”.





