મિડલ ઈસ્ટમાં કંઇક મોટું થશે! ટ્રમ્પે ત્રીજું એરક્રાફ્ટ કેરિયર અને ૧૦ હજાર સૈનિક રવાના કર્યા ૨૭ સપ્ટેમ્બરે કેલિફોર્નિયાના સેન ડિયેગોથી રવાના થયેલું આ જહાજ ૯,૦૦૦થી વધુ સૈનિકો સાથે નવેમ્બર સુધીમાં પહોંચશે ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ યથાવત્ છે ત્યારે પશ્ચિમ એશિયામાં અમેરિકાની સૈન્ય હાજરી વધવાની છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન સામે ફરી હુમલો કરવાનું વિચારી રહ્યા હોવાના અહેવાલો વચ્ચે પેન્ટાગોને વધુ એક એરક્રાફ્ટ કેરિયર આ ક્ષેત્ર તરફ મોકલ્યું છે.USS થિયોડોર રૂઝવેલ્ટ ૨૭ સપ્ટેમ્બરે કેલિફોર્નિયાના સેન ડિયેગોથી રવાના થયું હતુ તેની સાથે યુદ્ધજહાજાેનું સમગ્ર જૂથ અને હજારો અમેરિકન સૈનિકો પણ પશ્ચિમ એશિયા તરફ આગળ વધી રહ્યા છે.
USS થિયોડોર રૂઝવેલ્ટ સાથે કેરિયર સ્ટ્રાઇક ગ્રુપ-૯ પણ તૈનાત કરવામાં આવ્યું છે. તેમાં એરક્રાફ્ટ કેરિયર ઉપરાંત ફાઇટર પ્લૅન અને સુરક્ષા પૂરી પાડનારા અન્ય યુદ્ધજહાજાે સામેલ છે. અમેરિકન નૌકાદળ સાથે સંકળાયેલા અહેવાલો મુજબ આ તૈનાતી લાંબા સમય સુધી ચાલી શકે છે અને જહાજને પશ્ચિમ એશિયા પહોંચવામાં નવેમ્બર સુધીનો સમય લાગી શકે છે. આ ઉપરાંત USS મેકિન આઇલેન્ડ એમ્ફિબિયસ રેડી ગ્રુપ પણ આ ક્ષેત્ર તરફ મોકલવામાં આવી રહ્યું છે. તેમાં ૨,૦૦૦થી વધુ મરીન સૈનિકો હશે. સમગ્ર તૈનાતીમાં ૭,૦૦૦થી વધુ નૌસૈનિકો અને આશરે ૨,૦૦૦ મરીન સૈનિકો સામેલ થઈ શકે છે. એટલે કે અમેરિકા પશ્ચિમ એશિયામાં આશરે ૯,૦૦૦થી વધુ વધારાના સૈનિકો મોકલી રહ્યું છે.
હાલ પશ્ચિમ એશિયામાં USS જ્યોર્જ ૐ.ઉ. બુશ અને USS જ્યોર્જ વોશિંગ્ટન હાજર છે. USS થિયોડોર રૂઝવેલ્ટ પહોંચ્યા બાદ થોડા સમય માટે આ વિસ્તારમાં અમેરિકાના ત્રણ એરક્રાફ્ટ કેરિયર હાજર થઇ શકે છે. જાેકે, આ તૈનાતીનો એક હેતુ અગાઉથી પશ્ચિમ એશિયામાં રહેલા USS જ્યોર્જ વોશિંગ્ટનને બદલવાનો પણ હોઈ શકે છે. આ એરક્રાફ્ટ કેરિયર જાપાનમાં તૈનાત રહે છે અને ઓગસ્ટમાં પશ્ચિમ એશિયા પહોંચ્યું હતું. તેથી અમેરિકાની આ કાર્યવાહીનો અર્થ પશ્ચિમ એશિયામાં કાયમી ધોરણે સૈન્ય તાકાત વધારવાનો છે કે અગાઉના યુદ્ધજહાજાેની જગ્યાએ નવા જહાજાે મોકલવામાં આવી રહ્યા છે, તે હાલ સ્પષ્ટ નથી.
આ તૈનાતી એવા સમયે થઈ રહી છે જ્યારે ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ યથાવત્ છે. તેથી અમેરિકાના વધતા નૌસૈનિક કાફલાને લઈને ઈરાન સામે ફરી કોઈ મોટા સૈન્ય અભિયાનની તૈયારી થઈ રહી છે કે નહીં તે અંગે ચર્ચા તેજ બની છે.




