ભારત પર ૧૦૦% ટેરિફનું જાેખમ ટળ્યું ટ્રંપે રશિયન તેલ ખરીદવા પર લાગેલા કડક પ્રતિબંધ હટાવ્યા ટ્રમ્પનો આ ર્નિણય એવા સમયે આવ્યો છે, જ્યારે રશિયાના ઊર્જા વ્યવસાય પર અમેરિકી નીતિ અને ઇંધણની ઊંચી કિંમતોને લઈને વહીવટીતંત્ર પર દબાણ છે
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી તેલ અને ગેસ ખરીદનારા દેશો પર ભારે ટેરિફ લાદવાના નવા નિયમોમાંથી હાલ પૂરતી છૂટ આપી દીધી છે. આનાથી ભારત અને ચીન જેવા દેશો પર તોળાઈ રહેલો ૧૦૦% સુધીના ટેરિફનો ખતરો ટળી ગયો છે. ટ્રમ્પે આ ર્નિણય અમેરિકાના રાષ્ટ્રીય હિતોને ટાંકીને લીધો છે. જાેકે, આનો અર્થ એ નથી કે રશિયા પર લાદવામાં આવેલા તમામ અમેરિકી પ્રતિબંધો હટાવી લેવામાં આવ્યા છે. ટ્રમ્પે ભવિષ્યમાં જરૂર પડ્યે આ નિયમોને ફરીથી લાગુ કરવાનો અધિકાર પણ પોતાની પાસે અનામત રાખ્યો છે.ટ્રમ્પે શુક્રવારે સાંજે જારી કરેલા એક એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં ‘લિન્ડસે ઓ ગ્રેહામ સેંક્શનિંગ રશિયા એન્ડ ઈરાન એક્ટ, ૨૦૨૬’ ની કેટલીક જાેગવાઈઓમાંથી છૂટ આપવાની જાહેરાત કરી હતી. આ કાયદા પર ટ્રમ્પે ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ હસ્તાક્ષર કર્યા હતા.આ કાયદા હેઠળ રશિયા પાસેથી તેલ અને ગેસ ખરીદનારા કેટલાક દેશો પર ૧૦૦% સુધી ટેરિફ લાદવાની જાેગવાઈ છે. સાથે જ, રશિયાથી આવતા સામાન પર ૫૦૦% સુધી ચાર્જ લગાવવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ ર્નિણય ખાસ કરીને રશિયા પાસેથી તેલ અને ગેસ ખરીદનારા મોટા દેશો અને રશિયન તેલ પર લાગેલા પ્રતિબંધોથી બચવામાં મદદ કરનારાઓને નિશાન બનાવીને લેવામાં આવ્યો હતો. ભારત અને ચીન જેવા મોટા ખરીદદારો પર પણ આની અસર પડી શકતી હતી. હવે ટ્રમ્પે સંબંધિત જાેગવાઈઓમાંથી છૂટ આપી દીધી છે, જેનાથી હાલ પૂરતો આ નવા ટેરિફનો ખતરો ટળી ગયો છે.જાેકે, આ રાહતનો અર્થ એ નથી કે તમામ જૂના પ્રતિબંધો પણ સમાપ્ત કરી દેવામાં આવ્યા છે. રશિયન સરકારની કેટલીક પ્રવૃત્તિઓને લઈને અગાઉ જારી કરાયેલા અમેરિકી આદેશો હેઠળ લાદવામાં આવેલા પ્રતિબંધો પહેલાંની જેમ જ લાગુ રહેશે.ટેરિફ છૂટ આપવા છતાં અમેરિકન વહીવટીતંત્ર રશિયન તેલ અને ગેસની ખરીદી પર નજર રાખશે. ટ્રમ્પે યુનાઇટેડ સ્ટેટ્સ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવને વિદેશ મંત્રાલય, નાણાં મંત્રાલય અને ઊર્જા મંત્રાલય સાથે મળીને આના પર દેખરેખ રાખવાનો ર્નિદેશ આપ્યો છે. અધિકારીઓએ આવી કોઈપણ પરિસ્થિતિની માહિતી રાષ્ટ્રપતિને આપવાની રહેશે, જેમાં નવા પગલાં ભરવાની કે વર્તમાન છૂટમાં ફેરફાર કરવાની જરૂર પડી શકે.આ કાયદામાં રશિયન ક્રૂડ ઓઇલ અને ગેસના પાંચ સૌથી મોટા ખરીદદારો પર પણ ટેરિફ લાદવાની જાેગવાઈ છે, જાે તેઓ ૧૮ ઑક્ટોબર ૨૦૨૬ કે ત્યારબાદ જાણીજાેઈને નવી ખરીદી કરે છે. આ ઉપરાંત, રશિયા પર લાદવામાં આવેલા તેલ પ્રતિબંધોથી બચવામાં મદદ કરનારા પાંચ મુખ્ય દેશો અથવા પક્ષોને નિશાન બનાવવાની જાેગવાઈ પણ છે. આ નિયમો પર આદેશમાં અપાયેલી છૂટ અને અપવાદો લાગુ પડશે.ટ્રમ્પનો આ ર્નિણય એવા સમયે આવ્યો છે, જ્યારે રશિયાના ઊર્જા વ્યવસાય પર અમેરિકી નીતિ અને ઇંધણની ઊંચી કિંમતોને લઈને વહીવટીતંત્ર પર દબાણ છે. કેટલાક અમેરિકી સાંસદોનું માનવું છે કે રશિયન તેલની ખરીદી પર રાહત મળવાથી યુક્રેન સામે યુદ્ધ લડી રહેલા રશિયાને કમાણી ચાલુ રાખવામાં મદદ મળી શકે છે.




