ટ્રમ્પનો નવો વિવાદિત પ્લાન અમેરિકામાં ૧.૫ લાખ ભારતીય ટ્રક ડ્રાઇવરોની નોકરી પર સંકટ સેનામાં ભારે વાહનો ચલાવવાનો અનુભવ ધરાવતા અમેરિકી નાગરિકોને કોઈ પણ ઝંઝટ વિના કોમર્શિયલ ડ્રાઇવિંગ લાઇસન્સ અપાશે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રવાસીઓને લઈને એક નવો અને અત્યંત વિવાદિત પ્રસ્તાવ રજૂ કર્યાે છે, જેની સીધી અસર ત્યાં વસતા લાખો ભારતીય પ્રવાસીઓ પર પડશે. પૅન્સિલવેનિયામાં આયોજિત ‘મિલિટરી ઇન્વેસ્ટમેન્ટ સમિટ’માં સંબોધન કરતાં ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેમની સરકાર પ્રવાસી ટ્રક ડ્રાઇવરોને હટાવીને તેમની જગ્યાએ અમેરિકન સેનાના નિવૃત્ત સૈનિકોને તૈનાત કરશે. આ પ્રસ્તાવ હેઠળ, સેનામાં ભારે વાહનો ચલાવવાનો અનુભવ ધરાવતા અમેરિકી નાગરિકોને કોઈ પણ ઝંઝટ વિના સીધું જ કોમર્શિયલ ડ્રાઇવિંગ લાઇસન્સ આપી દેવામાં આવશે.રાષ્ટ્રપતિ ટ્રમ્પે આરોપ લગાવ્યો છે કે પ્રવાસી ડ્રાઇવરોમાંથી મોટા ભાગના નશાની લતમાં ડૂબેલા હોય છે અને રસ્તા પરના સાઇન બોર્ડ પણ વાંચી શકતા નથી, જેના કારણે અકસ્માતોમાં લોકોના જીવ જઈ રહ્યા છે. ટ્રમ્પ પ્રશાસન આ દિશામાં પહેલાથી જ મોટો ક્રેકડાઉન કરી રહ્યું છે. અહેવાલો અનુસાર, ચાલુ વર્ષના માર્ચ મહિનામાં જ નવા નિયમો હેઠળ અંદાજે બે લાખ જેટલા પ્રવાસી ડ્રાઇવરોના કોમર્શિયલ લાઇસન્સ રદ કરી દેવામાં આવ્યા છે, જેમની પાસે અગાઉ અમેરિકામાં રહેવા અને કામ કરવાના કાનૂની દસ્તાવેજાે હતા.તાજેતરના વર્ષાેમાં અમેરિકન નાગરિકો આ ક્ષેત્રથી દૂર થતાં પ્રવાસીઓ માટે ટ્રક ડ્રાઇવિંગ કમાણીનું એક મુખ્ય સાધન બન્યું હતું. ‘નોર્થ અમેરિકન પંજાબી ટ્રકર્સ એસોસિએશન’ ના આંકડા અનુસાર, હાલમાં અમેરિકામાં આશરે ૧.૩ થી ૧.૫ લાખ ટ્રક ડ્રાઇવરો પંજાબ અને હરિયાણા મૂળના છે. જાે ટ્રમ્પનો આ નવો પ્રસ્તાવ સંપૂર્ણપણે લાગુ થશે, તો આ હજારો ભારતીય પરિવારોની રોજીરોટી પર સીધું સંકટ આવી જશે. ભારતીય મૂળના ડ્રાઇવરો પહેલાથી જ ફરજિયાત અંગ્રેજી કાર્યક્ષમતા કસોટી અને નવા કડક કાયદાઓની માર ઝીલી રહ્યા છે, તેમાં આ ર્નિણય મુશ્કેલીઓ વધારે વધારશે.





