ઓઈલ મથકો પર હુમલા નહીં કરવાની ટ્રમ્પની ચેતવણીનો ફિયાસ્કો યુક્રેનનો રશિયા પર ૧૦૦૦ ડ્રોનનો મારો પિટર્સબર્ગમાં ઓઇલ ટર્મિનલમાં આગ રશિયાના ૧૫ જેટલા પ્રાંતોને નિશાન બનાવીને યુક્રેન ડ્રોન છોડ્યા હતા, મોટાભાગનાને નાશ કરી દેવાયાનો દાવો
યુક્રેને રશિયાના પોર્ટ સિટી સેન્ટ પિટર્સબર્ગ પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યાે છે. યુક્રેને સેન્ટ પિટર્સબર્ગ સહિતના રશિયન વિસ્તારો પર એક હજારથી વધુ ડ્રોન છોડયા હતા. આ હુમલા બાદ પિટર્સબર્ગમાં ઓઇલ નિકાસ ટર્મિનલ અને ઓઇલ ડેપોમાં આગ લાગી હતી. અમેરિકા અને યુક્રેન વચ્ચે વધી રહેલી તકરાર સમયે જ યુક્રેન દ્વારા રશિયાના ૧૫ જેટલા પ્રાંતો પર આ હુમલા કરાયા છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનના વડાપ્રધાન ઝેલેન્સ્કીને કહ્યું હતું કે તેઓ હવે રશિયન ઓઇલ મથકો પર હુમલા ના કરે. જાેકે ટ્રમ્પની આ ચેતવણી વચ્ચે જ યુક્રેને રશિયાના ઓઇલ મથકોને જ સૌથી વધુ નિશાન બનાવીને હુમલા શરૂ કરી દીધા છે. તાજેતરમાં યુક્રેને રશિયા પર કરેલા ૧૦૦૦ ડ્રોન હુમલામાં સૌથી વધુ નુકસાન પોર્ટ સિટી તરીકે ઓળખાતા સેન્ટ પિટર્સબર્ગ શહેરમાં થયું છે. આ હુમલામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે જ્યારે અનેક લોકો ઘાયલ થયાના અહેવાલો છે.યુક્રેનના હુમલામાં પિટર્સબર્ગના ઓઇલ ટર્મિનલ અને રુચી ઓઇલ ડેપોમાં ભિષણ આગ લાગી હતી. જેને પગલે રશિયાને ભારે આર્થિક નુકલાન વેઠવુ પડયું હતું. રવિવારે રશિયાના સંરક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે અમારા સુરક્ષાદળોએ રશિયાના ૧૫ જેટલા પ્રાંતમાં યુક્રેન દ્વારા છોડવામાં આવેલા ડ્રોનનો નાશ કર્યાે હતો. રશિયા દ્વારા પણ યુક્રેન પર હુમલો કરવામાં આવ્યો હતો. યુક્રેનના ઝેપોરિઝઝીમાં રશિયાએ કરેલા હુમલામાં એક મહિલાનું મોત નિપજ્યું હતું જ્યારે એક બાળકી સહિત કેટલાક લોકો ઘાયલ થયા હતા. સાથે જ આ હુમલામાં કેટલાક વાહનો, ઇમારતોનો પણ નાશ થયો હતો. ૧૧મી તારીખે અમેરિકન પ્રમુખ ટ્રમ્પે દાવો કર્યાે હતો કે રશિયા અને યુક્રેન બન્ને શસ્ત્રવિરામ માટે તૈયાર થઇ ગયા છે.ટ્રમ્પે યુક્રેનને હવે રશિયન ઓઇલ મથકો પર હુમલા નહીં કરવાની સલાહ આપી હતી, જાેકે આ સલાહને બાજુમાં મુકીને યુક્રેને હુમલા શરૂ કરી દીધા છે જેને પગલે આ યુદ્ધ હાલ અટકવાની શક્યતા ઓછી છે.




