
અમેરિકા-ચીનની બેઠકમાં જિનપિંગની ટ્રમ્પને ચેતવણી તાઇવાન મુદ્દે કોઈ ભૂલ થઈ તો સીધી ટક્કર થશે બંને પક્ષો એ વાત પર પણ સહમત હતા કે ઈરાન પાસે ક્યારેય પરમાણુ હથિયારો હોવા જાેઈએ નહીં અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનના પ્રવાસે છે. તેમણે આજે ગુરુવારે ચીની રાષ્ટ્ર પ્રમુખ શી જિનપિંગ સાથે મુલાકાત કરી. ત્યારબાદ જિનપિંગે ટ્રમ્પના સન્માનમાં ભોજન સમારંભનું આયોજન કર્યું હતું. જેમાં શી જિનપિંગે કહ્યું કે ચીન અને અમેરિકા મહાન રાષ્ટ્રો છે. ચીનનું પુનરુત્થાન હાંસલ કરવું અને અમેરિકાને ફરીથી મહાન બનાવવું સાથે-સાથે ચાલી શકે છે. બંને દેશોએ પ્રતિસ્પર્ધી નહીં પરંતુ ભાગીદાર બનવું જાેઈએ.
બીજી તરફ ટ્રમ્પે પોતાના ભાષણમાં શી જિનપિંગને પોતાના મિત્ર કહીને સંબોધ્યા હતા. તેમણે કહ્યું કે બંને દેશોના સંબંધો અમેરિકાની સ્થાપનાના સમયથી જ ચાલ્યા આવે છે. બંને નેતાઓ વચ્ચે ગુરુવારે આ બીજી મુલાકાત હતી. ભોજન સમારંભ પહેલા પણ બંને નેતાઓએ મુલાકાત કરી હતી. ત્યારબાદ એક સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. શુક્રવારે પણ બંને નેતાઓ વચ્ચે સામસામે બેઠક યોજાશે.
શી જિનપિંગ અને ટ્રમ્પની મુલાકાત બાદ જાહેર કરવામાં આવેલા સંયુક્ત નિવેદનમાં તાઇવાનનો કોઈ ઉલ્લેખ નથી. ખરેખર તાઇવાન ચીન અને અમેરિકાના સંબંધોમાં ટકરાવનો સૌથી મોટો મુદ્દો છે. સંયુક્ત નિવેદન મુજબ, ચીને હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાનું સમર્થન કર્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે અહીંથી પસાર થવા માટે ક્યારેય કોઈ કર લેવો જાેઈએ નહીં. બંને પક્ષો એ વાત પર પણ સહમત હતા કે ઈરાન પાસે ક્યારેય પરમાણુ હથિયારો હોવા જાેઈએ નહીં. ઈરાન પાસે પરમાણુ હથિયારોને લઈને વ્હાઇટ હાઉસે સોશિયલ મીડિયા પર પોસ્ટમાં લખ્યું છે કે બંને પક્ષો એ વાત પર સહમત હતા કે ક્રૂડના અવિરત પ્રવાહ માટે હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લુ રહેવું જરૂરી છે. રાષ્ટ્ર પ્રમુખ શીએ હોર્મુઝ સ્ટ્રેટના સૈન્યકરણ અને તેના ઉપયોગ માટે કોઈપણ પ્રકારનો કર વસૂલવા સામે વિરોધ પણ વ્યક્ત કર્યો હતો. ચીની રાષ્ટ્ર પ્રમુખે નજીકના ભવિષ્યમાં હોર્મુઝ સ્ટ્રેટ પર પોતાની ર્નિભરતા ઘટાડવા માટે અમેરિકા પાસેથી વધુ તેલ ખરીદવામાં રસ દાખવ્યો છે. વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, બંને પક્ષો એ વાત માટે જ સહમત હતા કે ઈરાન પાસે ક્યારેય પરમાણુ હથિયાર ન હોવા જાેઈએ.





