
અમદાવાદ પ્લેન ક્રેશમાં પરિવાર ગુમાવ્યો હતો યુકે સરકારે ગુજરાતી યુવકને ભારત તગેડવાનો આદેશ આપ્યો વડોદરાના યુવકે યુકે સરકારના વિઝાના કાયદા સામે લડાઈ આપવાનું મન બનાવી લીધું, હવે કોર્ટ કેસ કરશે અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં અનેક લોકોએ પોતાના પરિવાર ગુમાવ્યા. જેમાં વડોદરાના રહેવાસી યુવકે મહંમદમિયાં મહંમદ આસિફ શેઠવાલાએ અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં પત્ની અને બે વર્ષની માસુમ દીકરી ગુમાવી હતી. પરંતું યુકે સ્થાયી થયેલા ગુજરાતી યુવક પર આભ તૂટી પડ્યું છે. કારણ કે, બ્રિટનની સરકારે તેને તાત્કાલિક દેશ છોડવાનો આદેશ આપ્યો છે. આખરે શું છે આ મામલો જાણીએ.
વાત એમ છે કે, મૂળ વડોદરાના મહંમદ શેઠવાલા હાલ ૨૮ વર્ષના છે. પાંચ વર્ષ પહેલા વર્ષ ૨૦૨૧ માં તેમના લગ્ન સાદીકાબાનુ તપેલીવાલા સાથે તયા હતા. જેના બાદ તેઓ વર્ષ ૨૦૨૨ માં બ્રિટનમાં સ્થાયી થયા. પત્નીએ લંડનની યુનિવર્સિટીમાંથી ઈન્ટરનેશનલ બિઝનેસનો કોર્સ કર્યો હતો. જેના થકી સાદીકાબાનને બે વર્ષન પોસ્ટ સ્ટડી વિઝા મળ્યા હતા. અભ્યાસ બાદ સાદીકાને એક કંપનીમાં નોકરી પણ મળી હતી. આ દરમયાન તેમના પરિવારમાં એક દીકરીનો જન્મ થયો હતો.
પરંતું ૧૨ જુન, ૨૦૨૫ ના રોજ મહંમદ શેઠવાલા સાથે એવુ બન્યું કે તેઓએ આખો પરિવાર ગુમાવ્યો. મહંમદ શેઠવાલાએ અમદાવાદની એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનામાં પત્ની અને દીકરી બંનેને ગુમાવ્યા હતા. પરંતું હવે એવી બ્યું કે, સાદીકાબાનુના મોત બાદ હવે મહંમદ શેઠવાલાને યુકે સરકારે ૨૨ તારીખ સુધીમાં UK છોડી દેવાનું કહી દીધું છે.
આ વાતની જાણ થતા જ ગુજરાતી યુવકના પગ તળેથી જમીન સરકી ગઈ છે. આ વિશે માહિતી સામે આવી કે, મહંમદ શેઠવાલા સ્પાઉસ વિઝા પર લંડન ગયા હતા. તેઓ પત્નીના ડિપેન્ડન્ટ વિઝા પર યુકેમાં રહેતા હતા. પરંતું ૨૩ જાન્યુઆરીના રોજ તેમના વિઝા પૂરા થયા હતા. આ બાદ તેઓએ ફર્ધર લિવ ટુ રિમેન (FLR) માટે અરજી કરી હતી. પરંતું તેમની અરજી નામંજૂર કરાઈ છે. જેથી યુકે સરકારે તેમને ૧૪ દિવસમાં દેશ છોડી દેવા આદેશ આપ્યો છે.
આ સમગ્ર મામલે મહંમદ શેઠવાલા હવે કાયદાકીય પગલા ભરવાનું વિચારી રહ્યા છે. કારણ કે, કોઈ દુર્ઘટના કે અનિચ્છનીય બનાવ બને તો યુકે સરકારે નાગરિકોની મદદ માટે કાયદો બનાવ્યો છે.
યુવકે હવે કોર્ટમાં જવાનું મન બનાવી લીધું છે. તેનું કહેવુ છે કે, આવી ઘટના બનવી સામાન્ય નથી. તેથી યુકે સરકાર એ એંગલથી વિચારે તો સારું. ગુજરાતી યુવકે કહ્યું કે, આ દુર્ઘટના પહેલા મારી પત્નીને વર્ક પરમિટ મળવાની હતી. પરંતું મારા ભાઈના નિકાહ હતા એટલે એ દરમિયાન વડોદરા આવ્યા હતા. આ દરમિયાન પ્લેનક્રેશની ઘટના બની હતી. હું નિકાહમાં નહોતો આવ્યો.
હવે યુકેમાં પત્ની અને દીકરીના મોત બાદ મહંમદ શેઠવાલા સાવ એકલા પડી ગયા છે. જાે કોર્ટ તેમને રાહત નહિ આપે તો તેમને લંડન છોડીને પરત ભારત આવી જવું પડશે. તેઓ પત્ની અને દીકરીની સારી યાદો સાથે ભારત પરત ફરશે.





