Business News : ગયા સપ્તાહે શેરબજારોમાં આવેલી તેજીને કારણે BSE પર લિસ્ટેડ ટોચની 10 કંપનીઓમાંથી આઠની માર્કેટ મૂડીમાં રૂ. 2.10 લાખ કરોડનો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)ના મૂડીકરણમાં સૌથી વધુ રૂ. 42,639.16 કરોડનો વધારો થયો છે. હવે કંપનીની માર્કેટ મૂડી રૂ. 15.56 લાખ કરોડને વટાવી ગઈ છે.
આ સિવાય એલઆઈસી, ઈન્ફોસિસ, એસબીઆઈ, હિન્દુસ્તાન યુનિલિવર, આઈટીસી, ભારતી એરટેલ અને આઈસીઆઈસીઆઈ બેંકની મૂડીમાં વધારો થયો હતો. બીજી તરફ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને HDFC બેન્કના મૂડીમાં ઘટાડો જોવા મળ્યો હતો. માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ટોચની કંપની છે.
આ અઠવાડિયે સ્થાનિક શેરબજારોની મૂવમેન્ટ સામાન્ય બજેટ, કંપનીઓના ત્રિમાસિક પરિણામો અને વૈશ્વિક સંકેતો દ્વારા નક્કી કરવામાં આવશે. વિશ્લેષકોનું કહેવું છે કે આ સિવાય વિદેશી રોકાણકારોની ગતિવિધિઓ, ડોલર સામે રૂપિયાની વધઘટ અને વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવની પણ બજાર પર અસર પડશે.