
રત્નકલાકારો ખુશખુશાલ! જેમ્સ-ડાયમંડ પર ૦% ટેરિફ થતાં ગુજરાતની હીરા બજારોમાં ફરી વખત રોનક આવશે આ ર્નિણયથી સુરત અને ભાવનગરના હીરા બજારોમાં ફરીથી તેજી આવવાની પ્રબળ શક્યતાઓ સર્જાઈ છે.
ગુજરાતના હીરા ઉદ્યોગ અને લાખો રત્નકલાકારો માટે અમેરિકાથી એક અત્યંત રાહતજનક સમાચાર આવ્યા છે. ભારત અને અમેરિકા વચ્ચે શનિવારે, ૭ ફેબ્રુઆરીના રોજ એક મહત્વપૂર્ણ વ્યાપાર સમજૂતી પર હસ્તાક્ષર થયા છે. આ ઐતિહાસિક કરાર હેઠળ હવે ભારતથી અમેરિકા નિકાસ થતા હીરા અને કિંમતી રત્નો પર ૦% (શૂન્ય ટકા) ટેરિફ લાગશે. આ ર્નિણયથી સુરત અને ભાવનગરના હીરા બજારોમાં ફરીથી તેજી આવવાની પ્રબળ શક્યતાઓ સર્જાઈ છે.
આ અંગેની સત્તાવાર જાહેરાત કરતા કેન્દ્ર સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ભારત અને અમેરિકા વચ્ચે છેલ્લા એક વર્ષથી ચાલી રહેલી જટિલ વાટાઘાટો અંતે સફળ રહી છે. શનિવારે મોડી રાત્રે અમેરિકાએ આ ઐતિહાસિક ફ્રેમવર્કને મંજૂરી આપી દીધી છે, જે બંને દેશોના વેપાર સંબંધોમાં એક નવો અધ્યાય લખશે. કરારની વિગતો જાેઈએ તો, અગાઉ ભારતીય નિકાસ પર અમેરિકામાં ઊંચા ટેક્સ હતા. હવે અમેરિકાએ ભારતીય સામાન પરના પારસ્પરિક ટેરિફ ને ૫૦% થી ઘટાડીને સીધો ૧૮% કરી દીધો છે. તેમાં પણ ખાસ કરીને જેમ્સ, જ્વેલરી, કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ્સ, સ્માર્ટફોન અને દવાઓ જેવી પસંદગીની વસ્તુઓ પર હવે કોઈ ડ્યુટી લાગશે નહીં, એટલે કે ટેક્સ શૂન્ય થઈ જશે.
આ ર્નિણયનો સૌથી મોટો ફાયદો સુરત અને જયપુરને થશે. વિશ્વમાં તૈયાર થતા ૮૦% હીરાનું કટિંગ અને પોલિશિંગ એકલા સુરતમાં થાય છે, જ્યારે જયપુર રંગીન રત્નો (ય્ીદ્બર્જંહીજ) નું હબ છે. અમેરિકા ભારતનો સૌથી મોટો નિકાસ ભાગીદાર દેશ છે, તેથી ત્યાં ટેક્સ ઘટતા ભારતીય નિકાસકારોને સીધો ફાયદો થશે. ટેરિફ ૦% થવાથી અમેરિકન બજારમાં ભારતીય હીરા સસ્તા થશે, જેના કારણે સ્પર્ધામાં ભારત આગળ નીકળી શકશે.
બજારના નિષ્ણાતો માને છે કે સસ્તા ભાવને કારણે અમેરિકામાં ડાયમંડ જ્વેલરીની ડિમાન્ડ વધશે, જેનો સીધો અને મોટો ઓર્ડર સુરતના કારખાનાઓને મળશે. આનાથી હીરા ઉદ્યોગમાં ફરીથી રોકડ પ્રવાહ વધશે અને કારખાનાઓ ધમધમતા થશે. આ સમાચારથી સુરતના વરાછા અને કતારગામ જેવા વિસ્તારોમાં દિવાળી જેવો માહોલ જાેવા મળી રહ્યો છે.
આ કરારની સૌથી સકારાત્મક અસર રોજગારી પર પડશે. મંદીને કારણે જે રત્નકલાકારોના કામના કલાકો ઘટી ગયા હતા કે વેતન કપાત થઈ હતી, તેમને હવે પૂરતું કામ અને સારું વેતન મળી શકશે. ઘણા કારખાનાઓમાં જે શનિ-રવિની રજાઓ પાડવામાં આવતી હતી, તે હવે બંધ થઈ શકે છે અને કારીગરોને ઓવરટાઈમ પણ મળી શકે છે. હીરા ઉદ્યોગ ઉપરાંત, આ કરારથી કૃષિ ક્ષેત્ર ને પણ મોટો ફાયદો થયો છે. ચા, કોફી, મસાલા, કાજુ અને નારિયેળ જેવા ઉત્પાદનોની નિકાસ પણ સરળ અને સસ્તી બનશે. પરંતુ, સૌથી વધુ ઉજવણીનો માહોલ હીરા બજારમાં છે, કારણ કે આ ર્નિણય તેમના માટે સંજીવની સમાન સાબિત થઈ શકે છે.




