જાપાનના મિત્સુબિશી UFJ ફાયનાન્સિયલ ગ્રૂપ (MUFG)ની નજર યસ બેન્ક પર છે. ઈકોનોમિક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, જાપાનનું મિત્સુબિશી UFJ ફાયનાન્સિયલ ગ્રુપ (MUFG) SBIનો હિસ્સો ખરીદવા માટે વાતચીત કરી રહ્યું છે. આ જાપાની નાણાકીય જૂથે HDFC બેન્કના ABDB ફાઇનાન્શિયલમાં $2 બિલિયનના રોકાણનો પ્રસ્તાવ મૂક્યો હતો. પરંતુ HDFC બેંકના બોર્ડે એક મહિના પહેલા તેને ફગાવી દીધો હતો. હવે જાપાનના નાણાકીય જૂથની નજર યસ બેંક પર છે. હાલમાં યસ બેંકની બજાર કિંમત 68,586.98 કરોડ રૂપિયા છે. યસ બેન્ક તેનો 51 ટકા હિસ્સો વેચી શકે છે. તમને જણાવી દઈએ કે, આ વર્ષની શરૂઆતમાં મિત્સુબિશી UFJ ફાયનાન્સિયલ ગ્રૂપ (MUFG) એ અન્ય લોકો સાથે યસ બેન્કમાં હિસ્સો ખરીદવાની પણ ચર્ચા કરી હતી. પરંતુ થોડા સમય પછી આ જૂથ પીછેહઠ કરી ગયું.
SBIનો હિસ્સો નજર હેઠળ છે
યસ બેંકમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનો સૌથી વધુ હિસ્સો છે. દેશની સૌથી મોટી સરકારી બેંક યસ બેંકમાં કુલ 23.99 ટકા હિસ્સો ધરાવે છે. રિપોર્ટ અનુસાર, બેન્ક ઓફ જાપાને સ્ટેટ બેન્કનો હિસ્સો ખરીદવા માટે નોન-બાઈન્ડિંગ ઓફર રજૂ કરી છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં, મિત્સુબિશી UFJ ફાયનાન્સિયલ ગ્રૂપ (MUFG) એ યસ બેંકના બાકી લેણાં સંબંધિત માહિતી એકત્રિત કરવાનું શરૂ કર્યું છે. જો કે આ મુદ્દે હજુ સુધી કોઈ સમજૂતી થઈ નથી. જો SBIના શેર પર વાટાઘાટો થાય છે, તો જાપાની જૂથ વધારાના 26 ટકા હિસ્સા માટે ઓપન ઓફર કરી શકે છે.
શું દેશની અન્ય મોટી બેંકો પણ તેમના શેર વેચશે?
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ઉપરાંત એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક મહિન્દ્રા બેંક, એક્સિસ બેંક અને એલઆઈસી મળીને યસ બેંકમાં 11.34 ટકા હિસ્સો ધરાવે છે. પરંતુ હાલની વાટાઘાટો માત્ર સ્ટેટ બેંક અને જાપાનીઝ બેંક MUFG સાથે થઈ રહી છે. આવી સ્થિતિમાં, તે સ્પષ્ટ નથી કે આ સ્થાનિક બેંકો SBI સાથે યસ બેંકમાંથી બહાર નીકળી શકશે કે વધુ રાહ જોશે. આ બાબતની જાણકાર વ્યક્તિના કહેવા પ્રમાણે, જો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સાથે સોદો થાય તો સ્થાનિક બેંકો પણ તેમનો કેટલોક હિસ્સો વેચી શકે છે. યસ બેન્કના જૂનના શેરહોલ્ડિંગ મુજબ બેન્કમાં એડવેન્ટ ઇન્ટરનેશનલ અને કાર્લાઇલનો હિસ્સો અનુક્રમે 6.84 ટકા અને 9.20 ટકા હતો.
આ સમગ્ર મામલે યસ બેંક કે એસબીઆઈએ કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. આવી સ્થિતિમાં બેંક ઓફ જાપાન સાથે ચાલી રહેલી વાતચીત અંતિમ બની જાય તે જરૂરી નથી. તમને જણાવી દઈએ કે, આ વર્ષે અત્યાર સુધીમાં યસ બેંકના શેરમાં 1.9 ટકાનો ઘટાડો થયો છે. ગુરુવારે તેઓ 2.5 ટકાના ઘટાડા સાથે રૂ. 21.86ના સ્તરે બંધ થયા હતા. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં બેન્ક બહુ સારું પ્રદર્શન કરશે નહીં.