કેએલ રાહુલે પર્થ ટેસ્ટમાં 26 રનની ઇનિંગ રમી હતી અને આઉટ થયો હતો. જો કે આ મેચ દરમિયાન તેણે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.
કેએલ રાહુલે પર્થ ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો. પર્થમાં રમાઈ રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં રાહુલ 26 રન બનાવીને આઉટ થયો હતો. પરંતુ આ પહેલા એક ખાસ રેકોર્ડ બન્યો હતો.
રાહુલે પોતાના ટેસ્ટ કરિયરમાં 3000 રન પૂરા કર્યા છે. ભારત માટે આવું કરનાર તે 26મો ખેલાડી છે. ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધીમાં 26 ખેલાડીઓએ 3000 કે તેથી વધુ ટેસ્ટ રન બનાવ્યા છે.
કેએલએ ભારત માટે અત્યાર સુધી 92 ઇનિંગ્સમાં 3007 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 8 સદી અને 15 અડધી સદી ફટકારી છે. રાહુલનો સર્વશ્રેષ્ઠ ટેસ્ટ સ્કોર 199 રન છે. રાહુલે ઘણા દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડી દીધા છે.
ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે કોહલી વર્તમાન ભારતીય ખેલાડીઓની યાદીમાં ટોચ પર છે. તેણે 202 ઇનિંગ્સમાં 9045 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 29 સદી ફટકારી છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ પર્થમાં રમાઈ રહી છે. આમાં ભારતની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી.